![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Itching Problem: ગરમીમાં ખંજવાળની સમસ્યાથી પરેશાન છો? તો એલોવેરા કરશે આપની મદદ
ખંજવાળની સમસ્યા ઘણા કારણોસર હોઈ શકે છે. આવી સ્થિતિમાં, અમે આપને એવા અનેક સરળ ઘરેલુ ઉપાય જણાવી રહ્યાં છીએ. જેનાથી આ સમસ્યાથી આપને છૂટકારો મેળવી શકશો.
![Itching Problem: ગરમીમાં ખંજવાળની સમસ્યાથી પરેશાન છો? તો એલોવેરા કરશે આપની મદદ Health tips follow methods to get rid of itching problem Itching Problem: ગરમીમાં ખંજવાળની સમસ્યાથી પરેશાન છો? તો એલોવેરા કરશે આપની મદદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/19/147378471e829d10a26e4c2afda9d58f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Skin care tips:ખંજવાળની સમસ્યા ઘણા કારણોસર હોઈ શકે છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે ખંજવાળની સમસ્યાથી છુટકારો કેવી મેળવી શકો છો.
ખંજવાળની સમસ્યા ઘણા કારણોસર હોઈ શકે છે. જો તમે સ્વચ્છતાનું ધ્યાન ન રાખો તો પણ આ સમસ્યા થઈ શકે છે. ખંજવાળને કારણે ત્વચામાં લાલાશ ફોલ્લીઓ પણ થઈ શકે છે. તેથી તેની સારવાર જરૂરી બની જાય છે. ખંજવાળની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો.
ખંજવાળની સમસ્યાને દૂર કરવા માટે એલોવેરા ખૂબ જ સારું માનવામાં આવે છે. એલોવેરા સીધું ખંજવાળવાળી જગ્યા પર લગાવી શકાય છે. બજારમાં મળતા એલોવેરાને બદલે તમારે તાજા પાંદડામાંથી તેનો જેલ કાઢીને લગાવવો જોઇએ જે વધુ અસરકારક રહે છે. કારણ કે બજારમાં મળતા જેલમાં કેમિકલ પણ હોય છે. તેનાથી ત્વચાને નુકસાન થઈ શકે છે.
આપ તુલસીને પીસીને એલોવેરા પલ્પ સાથે મિક્સ કરીને પણ ખંજવાળની જગ્યા પર લગાવી શકો છો. જ્યાં ફોલ્લીઓ, ખંજવાળ અથવા લાલાશ હોય ત્યાં લગભગ વીસ મિનિટ સુધી સ્વચ્છ પાણીથી ધોઈ લો. આપ તુલસીની જગ્યાએ મુલતાની માટી પણ ઉમેરી શકો છો અથવા હળદરનો વિકલ્પ પણ સારો રહેશે.
એલોવેરાના જેલમાં લીમડાના પાનને પણ મિક્સ કરી શકો છો. લીમડામાં ના એન્ટીબેક્ટેરિયલ ગુણોને કારણે તે ખંજવાળને ઝડપથી મટાડે છે.
તમે એલોવેરા અને ઓટમીલના મિશ્રણથી પણ ખંજવાળની સમસ્યાને દૂર કરી શકો છો. આ માટે એક કપ નવશેકું પાણી લો. તેમાં ગ્રાઇન્ડ ઓટમીલ ઉમેરીને પેસ્ટ બનાવો. પછી તેમાં તાજો એલોવેરા પલ્પ ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને ખંજવાળવાળી જગ્યા પર 30 થી 40 મિનિટ સુધી લગાવવાથી આપની ખંજવાળની સમસ્યામાં રાહત મળશે.
ખંજવાળની સમસ્યાથી રાહત મેળવવા માટે પણ ચંદનનો ઉપયોગ સારો છે. તમે બે ચમચી એલોવેરા સાથે ચંદનની પેસ્ટ મિક્સ કરો અને તેને ખંજવાળવાળી જગ્યા પર લગાવો. થોડી વાર પછી તેને ધોઈ લો. તમને ખંજવાળની સમસ્યામાંથી રાહત મળશે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)