Health Tips: કયા સમયે સફરજન ખાવાથી શરીરને મળે છે વધુ ફાયદો?
Health Tips: રાત્રે સફરજન ખાવાથી પેટ ભારે થઈ શકે છે અને ઊંઘમાં ખલેલ પડી શકે છે. સફરજનમાં શર્કરા અને ફ્રુક્ટોઝ હોય છે, જે તમારા શરીરને સક્રિય રાખે છે. જેના કારણે ઊંઘમાં તકલીફ થાય છે.

Health Tips: એક કહેવત છે કે રોજ સફરજન ખાવાથી ડોક્ટરની જરૂર નથી પડતી. અને આ એકદમ સાચું છે! સફરજનમાં વિટામિન્સ, એન્ટિઓક્સિડન્ટ્સ, ફાઈબર અને વિવિધ પ્રકારના મિનરલ્સ મળી આવે છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે દિવસભરમાં અમુક સમય એવા હોય છે જ્યારે સફરજનનું સેવન ન કરવું જોઈએ. તેનાથી નુકસાન પણ થઈ શકે છે. ચાલો જાણીએ કે, આખા દિવસમાં કયા કયા સમય છે જ્યારે સફરજન ખાવાનું ટાળવું જોઈએ.
રાત્રે સૂતા પહેલા
રાત્રે સફરજન ખાવાથી પેટ ભારે થઈ શકે છે અને ઊંઘમાં ખલેલ પડી શકે છે. સફરજનમાં શર્કરા અને ફ્રુક્ટોઝ હોય છે, જે તમારા શરીરને સક્રિય રાખે છે. જેના કારણે ઊંઘમાં તકલીફ થાય છે. સફરજનમાં ઉચ્ચ ફાઈબર હોય છે. રાત્રે ખાવાથી કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે. ગરમ દૂધ સાથે સફરજન ખાવાથી પેટ ભારે થઈ શકે છે જે તમારી ઊંઘ બગાડે છે. સફરજન એસિડિટીનું કારણ બની શકે છે.
જમ્યા બાદ તરત ન ખાશો
સફરજન ખાવાથી પાચન પ્રક્રિયા પર અસર પડે છે.સફરજનમાં ફ્રુક્ટોઝ અને શુગર વધુ માત્રામાં હોય છે. જમ્યા પછી તરત જ તેનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે. સફરજનમાં રહેલું એસિડ ખોરાકના પાચનને ધીમું કરી શકે છે અને અપચોનું કારણ બને છે. તેથી, સફરજનનું સેવન ભોજન કર્યાના ઓછામાં ઓછા 1-2 કલાક પછી કરવું જોઈએ. આ પાચન તંત્ર માટે સારું રહેશે.
સાંજના સમયે ન ખાશો
સાંજે સફરજન ખાવાથી રાત્રે પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.સાંજે સફરજનમાં રહેલ શુગર અને ફ્રુક્ટોઝ તમારી ઊંઘ બગાડી શકે છે. તે તમને સક્રિય રાખે છે. સાંજે સફરજન ખાવાથી એસિડિટી, ગેસ કે પેટમાં દુખાવો થઈ શકે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )




















