Heart attack signs: જો આ લક્ષણો જોવા મળે તો એલર્ટ રહો, હાર્ટ એટેકના સંકેત હોઈ શકે
હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં કેટલાક ખાસ સંકેતો જોવા મળે છે. જેથી સમય રહેતા હ્રદયરોગનો ઈલાજ કરાવવો જરૂરી છે, જેથી તમે તમારો જીવ બચાવી શકો છો.
આજકાલ નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેકનું જોખમ ખૂબ જ વધી ગયું છે. હાર્ટ એટેકનો ખતરો ખૂબ જ વધી ગયો છે. ત્યારે હાર્ટ સંબંધિત બીમારીને લઈ તમામ લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરુર છે. હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં કેટલાક ખાસ સંકેતો જોવા મળે છે. જેથી સમય રહેતા હ્રદયરોગનો ઈલાજ કરાવવો જરૂરી છે, જેથી તમે તમારો જીવ બચાવી શકો છો.
ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેકની સમસ્યા સામાન્ય બની ગઈ છે. હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હૃદયને લોહીનો પુરવઠો ન મળતો હોય. હાર્ટ એટેકના સૌથી સામાન્ય અને જાણીતા લક્ષણોમાંનું એક છાતીમાં દુખાવો છે. હાર્ટ એટેક દરમિયાન, દુખાવો છાતીની મધ્યમાં શરૂ થાય છે અને પછી તે જુદા જુદા અવયવોમાં ફેલાય છે. જો કે, છાતીમાં દુખાવો એ હાર્ટ એટેકનું એકમાત્ર લક્ષણ નથી. ઘણી વખત એવું બને છે કે હાર્ટ એટેક સમજ્યા વગર આવી જાય છે.
કોરોનરી આર્ટરી, હ્રદયને પર્યાપ્ત માજ્ઞામાં ઓક્સિજન અને પોષકતત્ત્વો ના પહોંચવાને કારણે હાર્ટ એટેક આવે છે. છાતીમાં દુખાવો અથવા ભારે ભારે લાગે તો તે હ્રદય નબળુ પડવાના સંકેત હોઈ શકે છે. આ પરિસ્થિતિમાં ડોકટરની મુલાકાત લઈને ઈલાજ કરાવવો જોઈએ.
જડબામાં દુખાવો થતો હોય તો તે હ્રદયની બિમારીઓનો સંકેત આપે છે. આ કારણોસર આ બિમારીનો ઈલાજ કરાવવો જરૂરી છે. પેટમાં દુખાવો થવો તે એક સામાન્ય બાબત છે. જે હ્રદયની બિમારીઓ થવાનો સંકેત આપે છે. ગરમીમાં પરસેવો થવો તે એક સામાન્ય બાબત છે. ગરમી ના હોય તો પણ પરસેવો વળવા લાગે તો તે હાર્ટ એટેકનો સંકેત આપે છે.
હાર્ટ એટેકના અન્ય ઓછા સ્પષ્ટ સંકેતો છે જેના વિશે લોકોએ જાગૃત રહેવું જોઈએ. આમાં માંદગી અનુભવવી, નિસ્તેજ દેખાવા, હંમેશા અસ્વસ્થતા અનુભવવી અથવા ડર અનુભવવો સામેલ છે.
આ ચિહ્નોની પણ ન કરો અવગણના: ગરદન, જડબામાં, પીઠમાં, ડાબા હાથની નીચે અથવા બંને હાથ નીચે દુખાવો, બેચેની, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર.
લક્ષણો અલગ-અલગ હોઈ શકે છેઃ પુરુષો અને સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો અલગ-અલગ હોઈ શકે છે. પુરુષો કરતાં સ્ત્રીઓને હાર્ટ એટેક દરમિયાન છાતીમાં દુખાવો થવાની શક્યતા ઓછી હોય છે.
કોરોનરી હૃદય રોગને કારણે હાર્ટ એટેકનું જોખમ વધે છે. ધૂમ્રપાન, ઉચ્ચ ચરબીયુક્ત આહાર, ડાયાબિટીસ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર જેવી ખરાબ જીવનશૈલીને કારણે પણ હાર્ટ એટેકનું જોખમ વધે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )