શોધખોળ કરો

Horlicks: હવે હેલ્ધી ડ્રિંક નથી Horlicks, સરકારના નિર્દેશ બાદ કંપનીએ બદલી કેટેગરી

Horlicks:ભારત સરકારના આદેશ બાદ તેની પેરન્ટ કંપની હિન્દુસ્તાન યુનિલિવરે કેટેગરીમાં ફેરફાર કર્યો છે

Horlicks: હવે હોર્લિક્સ (Horlicks)  'હેલ્ધી ડ્રિંક' રહ્યું નથી. ભારત સરકારના આદેશ બાદ તેની પેરન્ટ કંપની હિન્દુસ્તાન યુનિલિવરે કેટેગરીમાં ફેરફાર કર્યો છે અને તેમાંથી 'હેલ્ધી'નું લેબલ હટાવી દીધું છે. હવે તેની કેટેગરીનું નામ બદલીને 'ફંક્શનલ ન્યુટ્રિશનલ ડ્રિંક્સ' (FND) કરવામાં આવ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઘણી પેય પદાર્થોની કંપનીઓને તેમના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી 'હેલ્થ ડ્રિંક્સ' કેટેગરી હટાવવાનો નિર્દેશ આપ્યો હતો.

નામમાં થયો ફેરફાર

હોર્લિક્સ અને બૂસ્ટ જેવા ડ્રિક્સ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL)ની કંપનીના ઉત્પાદનો છે. આ પહેલા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કંપનીઓને તેમના ઉત્પાદનોમાંથી હેલ્ધી ડ્રિંક કેટેગરીનું નામ હટાવવાની સૂચના આપી હતી, ત્યારબાદ આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.

24 એપ્રિલના રોજ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન HUL ચીફ ફાયનાન્સિયલ ઓફિસર રિતેશ તિવારીએ જાહેરાત કરી હતી કે આ ફેરફાર અમારી પ્રોડક્ટ કેટેગરીમાં વધુ ચોકસાઈ અને પારદર્શિતા પ્રદાન કરશે.

કેટેગરી કેમ બદલવામાં આવી

વાસ્તવમાં ફૂડ ફાર્મર નામના એક સોશિયલ મીડિયા ઇન્ફ્યુએન્સરે લોકોનું ધ્યાન બોર્નવિટામાં હાઇ સુગર હોવા તરફ ધ્યાન આકર્ષિત કર્યુ હતું. આ પછી નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR) એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા તપાસનો આદેશ આપ્યો ત્યારબાદ કંપનીઓએ તેમના પ્રોડક્ટની કેટેગરીમાં ફેરફાર કરવો પડ્યો હતો.

HUL અનુસાર, 'ફંક્શનલ ન્યુટ્રિશનલ ડ્રિંક્સ' કેટેગરીનો હેતુ પ્રોટીન અને બહુવિધ પોષક તત્વોની ઉણપની જરૂરિયાતોને પહોંચી વળવા માટે છે. FND ને કોઈપણ બિન-આલ્કોહોલિક પીણા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શનિવારે તમામ ઈ-કોમર્સ કંપનીઓને તેમના પ્લેટફોર્મના હેલ્થ ડ્રિંક વિભાગમાંથી બોર્નવિટા સહિત ઘણી કંપનીઓના પીણાં દૂર કરવા નિર્દેશ આપ્યો છે.

આવા પીણાં અને બેવરેજેસને હેલ્થ ડ્રિંકની શ્રેણીમાંથી દૂર કરવા પડશે

મંત્રાલયની સૂચના અનુસાર, બાળ અધિકાર સંરક્ષણ અધિનિયમ હેઠળ રચાયેલી સમિતિ એનસીપીસીઆર (NCPCR)એ તેની તપાસ બાદ નિર્દેશ આપ્યો છે કે FSA કાયદા હેઠળ હેલ્થ ડ્રિંકની વ્યાખ્યા સ્પષ્ટ રીતે આપવામાં આવી છે. તેથી, તમામ ઈ-કોમર્સ કંપનીઓ અને પોર્ટલે બોર્નવિટા સહિત તમામ પ્રકારના પીણાં અને વેબરેજેસને હેલ્થ ડ્રિંકની શ્રેણીમાંથી દૂર કરવા પડશે.                             

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget