Snake Venom Benefits : અમૃતથી જરાય કમ નથી સાપનું ઝેર, આ બીમારીઓમાં છે અકસીર ઇલાજ
Snake Venom Benefits : સાપનું ઝેર ઘાતક અને જીવલેણ મનાય છે પરંતુ શું તમે જાણો છો કે આ ઝેર અનેક ગંભીર બીમારીમાં ઇલાજનું પણ કામ કરે છે
Snake Venom Benefits : સાપનું ઝેર ઘાતક અને જીવલેણ મનાય છે પરંતુ શું તમે જાણો છો કે આ ઝેર અનેક ગંભીર બીમારીમાં ઇલાજનું પણ કામ કરે છે
સાપનનું નામ લેતા જ તેનું ખતરનાક ઝેર મનમાં આવે છે. સામાન્ય રીતે વર્ષા ઋતુમાં સાપ વધુ દેખાય છે. સાપને ડંખ માર્યાંના કેસ પણ આ સિઝનમાં વધી જાય છે આપની જાણીએ નવાઇ લાગશે કે ભારતને સપેરાનો દેશ કહેવાય છે. જો કે અમેરિકામાં સાપ ડંખની ઘટના વધુ બને છે. જો કે અમેરિકામાં સર્પ દંશનો ઉત્તમ ઇલાજ થતો હોવાથી મોતની સંખ્યા અમેરિકામાં ભારતની તુલનામાં લગભગ નહિવત છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દુનિયાભરમાં દર વર્ષે સર્પદંશની ઘટના 50 લાખ બને છે. જેમાં એક લાખનાં મૃત્યુ થાય છે. સાંપનું ઝેર શરીર માટે જેટલું ખતરનાક છે એટલું જ લાભકારી પણ છે. સાપનું ઝેર અનેક બીમારીને દૂર કરાવાની દવામાં વપરાય છે.
સ્વાસ્થ્ય માટે સાપનું ઝેર કેવી રીતે બને છે ફાયદાકારક
જો આપ સાપના ઝેરથી ડરતા હો તો આપને જણાવું જરૂરી છે કે, સાપનું ઝેર જે રીતે જીવલેણ છે. તેવી જ રીતે તેનો દવામાં ઉપયોગ થતાં તે સંજીવનીનું કામ પણ કરે છે. આપને જણાવી દઇએ કે, સાપના ઝેરના ઉપયોગથી એન્ટી વેનમ સીરમ અથવા એન્ટી ટોક્સિન સીરમ તૈયાર થાય છે. દુનિયાભરમાં અનેક જાતિના સાપ હોય છે. જેને અલગ અલગ સમસ્યા માટે અલગ અલગ રીતે ઉપયોગ કરાઇ છે.
ખેતર માટે કેવી રીતે ફાયદાકારક છે.
ખેતર કે બગીચામાં સાપને જોતા જ તમે ડરીને ભાગી ગયા હશો, પરંતુ શું તમે જાણો છો કે તે બગીચા અને ખેતરો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તવમાં, સાપ ખેતરમાં રહેલા જંતુઓને ખાઈ જાય છે, જે પાકને નુકસાન પહોંચાડે છે. એટલું જ નહીં સાપ ઉંદરોને પણ ખાઈ જાય છે. આ પાક અને અનાજનું રક્ષણ કરે છે. જેનાથી આપનો પાક બરબાદ થતો નથી.
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી વિધિ, દવા, પદ્ધતિઓ અને દાવાની abp અસ્મિતા પુષ્ટી કરતું નથી. આ પ્રકારના કોઇપણ ઉપચાર,ઉપાય, વિધિ વિધાનનને અનુસરતા પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )