શરીરમાં વધી રહેલા બેડ કોલેસ્ટ્રોલથી પરેશાન છો તો ડાયટમાં સામેલ કરો આ 4 ડ્રાય ફ્રૂટસ
જો તમે વધેલા કોલેસ્ટ્રોલથી પરેશાન છો, તો આપ આ 4 હેલ્ધી ડ્રાયફૂડને ડાયટમાં સામેલ કરવા જ જોઈએ. તેનાથી તમારું ખરાબ કોલેસ્ટ્રોલ ઘટશે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
Health tips:જો તમે વધેલા કોલેસ્ટ્રોલથી પરેશાન છો, તો આપ આ 4 હેલ્ધી ડ્રાયફૂડને ડાયટમાં સામેલ કરવા જ જોઈએ. તેનાથી તમારું ખરાબ કોલેસ્ટ્રોલ ઘટશે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
આજકાલ લોકો ખાવા-પીવાની બાબતમાં ખૂબ જ બેદરકાર થઈ ગયા છે, જેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. ઘણી વખત લોકો કંઈપણ વિચાર્યા વગર કંઇ પણ ખાઈ લે છે. જે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ખરાબ ખાનપાન અને જીવનશૈલીના કારણે કોલેસ્ટ્રોલનું સ્તર વધવા લાગે છે, જે પાછળથી હૃદય અને બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓનું કારણ બને છે. ખાવાથી આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ બને છે, એક સારું કોલેસ્ટ્રોલ અને બીજું ખરાબ કોલેસ્ટ્રોલ. જ્યારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે, ત્યારે હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની સમસ્યાઓ શરૂ થાય છે. એટલા ડાયટ લેતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. ખોરાકનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. જો તમે વધારે ન કરી શકો તો તમારા ડાયટમાં આ 4 ડ્રાય ફ્રુટ્સને ચોક્કસ સામેલ કરો. આ વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરશે.
ડાયટમાં આ 4 ફ્ર્ટસને સામેલ કરો
અખરોટ
અખરોટ પણ ફિટ રહેવા માટે ઉત્તમ છે. અખરોટ ખાવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થાય છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ અને મોનોસેચ્યુરેટેડ ફેટ પણ ભરપૂર માત્રામાં હોય છે. તેથી રોજ અખરોટ ખાવાથી તમને ઘણી બીમારીઓ થતી નથી.
બદામ
ફિટ રહેવા માટે દરરોજ બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે. બદામમાં એમિનો એસિડ હોય છે જે શરીરમાં નાઈટ્રિક ઓક્સાઈડ બનાવે છે. રોજ મુઠ્ઠીભર બદામ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઝડપથી ઘટે છે.આ ટિપ્સ વેઇટ લોસ માટે પણ કારગર છે.
પિસ્તા
રોજ થોડા પિસ્તા ખાવાથી સારા કોલેસ્ટ્રોલ વધે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે. વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે પિસ્તા પણ ખાવા જોઈએ.
સીડ્સ
સીડસ આપના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વધતા જતાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે અળસીના બીજનું સેવન કરો. તેમાં ભરપૂર માત્રામાં ઓમેગા -3 ફેટી એસિડ હોય છે. હાઇ બ્લડપ્રેશર અને હાર્ટના દર્દીઓ માટે અળસીનો બીજ ખાવા ફાયદાકારક છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )