Weight Loss: એગની સાથે આ 3 ચીજોનું કરો સેવન, સપ્તાહમાં ઘટી જશે વજન
Egg Weight Loss Diet : તંદુરસ્ત રહેવા માટે, દરરોજ 1 ઇંડા ખાવાની ભલામણ કરવામાં આવે છે, તેનાથી હેલ્થ જળવાઇ રહે છે. અને આવશ્યક વિટામિન્સની ઉણપને પૂર્ણ કરે છે. વજન ઘટાડવા માટે ઈંડા સાથે આ 3 વસ્તુઓ મિક્સ કરીને ખાઓ.
Egg Weight Loss Diet : તંદુરસ્ત રહેવા માટે, દરરોજ 1 ઇંડા ખાવાની ભલામણ કરવામાં આવે છે, તેનાથી હેલ્થ જળવાઇ રહે છે. અને આવશ્યક વિટામિન્સની ઉણપને પૂર્ણ કરે છે. વજન ઘટાડવા માટે ઈંડા સાથે આ 3 વસ્તુઓ મિક્સ કરીને ખાઓ.
સ્થૂળતા એક એવી સમસ્યા છે. જે શરીરમાં અનેક રોગોને જન્મ આપે છે. સ્થૂળતાના કારણે શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થાય છે. વજન વધવાથી ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનું જોખમ વધે છે. જો આપ સ્થૂળતાથી પરેશાન છો અને વજન ઘટાડવા માટે દરરોજ ઈંડા ખાઓ છો, તો તમારે ઈંડા ખાવાની સાચી રીત જાણવી જોઈએ. વાસ્તવમાં એવી ઘણી વસ્તુઓ છે જેને ઈંડામાં ભેળવીને ખાવાથી ઝડપથી વજન ઘટે છે.
ઇંડા ખાવાથી વજન કેવી રીતે ઓછું કરવું?
ઇંડા એક સુપરફૂડ છે જે પ્રોટીન, વિટામિન્સ અને ઓમેગા-3 જેવા હેલ્ધી ફેટ્સથી ભરપૂર છે. વજન ઘટાડવા માટે, તમારે દરરોજ નાસ્તામાં ઇંડા ખાવા જોઈએ. જેના કારણે શરીરને જરૂરી પ્રોટીન મળે છે. તમે ઘણી રીતે ઈંડા ખાઈ શકો છો. તમે બાફીને, આમલેટ, ભુર્જી અને ઈંડાની કરી બનાવીને ખાઈ શકો છો. ઈંડા ખાધા પછી તમને લાંબા સમય સુધી ભૂખ નહિ લાગે. જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો ઈંડામાં આ 3 વસ્તુઓ મિક્સ કરીને ખાઓ.
નારિયેળ તેલ
આપણે બધા જાણીએ છીએ કે નારિયેળ તેલ કેટલું ફાયદાકારક છે. જો તમે ઈંડાનું શાક અથવા આમલેટ ખાતા હોવ તો રસોઈમાં નારિયેળ તેલનો ઉપયોગ કરો. નાળિયેર તેલમાં સંતૃપ્ત ચરબી નહિવત હોય છે. જો તમારે ચરબી ઓછી કરવી હોય તો ઈંડાને નાળિયેર તેલમાં જ રાંધો.
કાળી મરી
કેટલાક લોકો લાલ મરચું ઉમેરીને આમલેટ અથવા ઈંડા ખાય છે, પરંતુ તમારે લાલ મરચાને બદલે કાળા મરીના પાવડરનો ઉપયોગ કરવો પડશે. આનાથી માત્ર સ્વાદમાં જ વધારો નહીં થાય, પરંતુ ઈંડા વધુ હેલ્ધી બનશે અને વજન પણ ઘટશે. કાળા મરીમાં પિપરીન નામનું તત્વ હોય છે, જે પેટ અને કમરની ચરબી ઘટાડે છે.
કેપ્સિકમ
ઈંડા સાથે કેપ્સિકમનું કોમ્બિનેશન એકદમ મજેદાર લાગે છે. વિટામિન સીથી ભરપૂર કેપ્સિકમ ઈંડામાં નાખીને ખાવું જોઈએ. તેનાથી ઈંડાનો સ્વાદ હેલ્ધી અને ટેસ્ટી બનશે. કેપ્સિકમ ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે.
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )