Gym Diet Plan: વેઇટ લોસ માટે ડાયટિંગ અને વર્કઆઉટમાં આ ફૂડને રૂટીનમાં અચૂક કરો સામેલ, જાણો કારણો
ઇંડા માત્ર પ્રોટીનનો સારો સ્ત્રોત નથી, પરંતુ તે તમારા સ્નાયુઓની વૃદ્ધિમાં પણ ઘણી મદદ કરી શકે છે. વેજીટેબલ સ્ટફ ઓમેલેટ વર્કઆઉટ પછી ટેસ્ટ અને ન્યુટ્રીશનનું સારું કોમ્બિનેશન સાબિત થઈ શકે છે.
Gym Diet Plan: સ્વસ્થ શરીર માટે ફિટ બોડી માટે લોકો જિમમાં જવાનું પસંદ કરે છે. યોગ્ય રીતે વર્કઆઉટ કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને ઘણી બીમારીઓથી પણ દૂર રહી શકાય છે. જિમ પછી તમારા સ્નાયુઓ બનાવવા માટે, તમારા માટે વર્કઆઉટ પછી યોગ્ય ભોજન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જીમમાં વ્યાયામ કર્યા પછી યોગ્ય પોષક તત્વો મેળવવાથી તમારા સ્નાયુ પ્રોટીન અને ગ્લાયકોજેન સ્ટોર્સને ફરીથી બનાવવામાં મદદ મળી શકે છે. કસરત કર્યા પછી પુનઃ એનર્જી રિકવર કરવા માટે ડાયટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘણા લોકો જિમ જોઇન કરે છે, પરંતુ તેઓ સમજી શકતા નથી કે જિમ કર્યા પછી તેમનો ડાયટ પ્લાન શું હોવો જોઇએ, તો ચાલો અમે આપને જણાવીએ કે જિમ ગયા પછી તમારે તમારા આહારમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.
ઇંડા
ઇંડા માત્ર પ્રોટીનનો સારો સ્ત્રોત નથી, પરંતુ તે તમારા સ્નાયુઓની વૃદ્ધિમાં પણ ઘણી મદદ કરી શકે છે. વેજીટેબલ સ્ટફ ઓમેલેટ વર્કઆઉટ પછી ટેસ્ટ અને ન્યુટ્રીશનનું સારું કોમ્બિનેશન સાબિત થઈ શકે છે.
બ્રાઉન રાઇસ
જીમમાં વર્કઆઉટ કરતા લોકોએ સફેદ ચોખાને બદલે બ્રાઉન રાઇસ ખાવા જોઈએ. બ્રાઉન રાઈસ માત્ર એન્ટીઓક્સીડેન્ટનો સારો સ્ત્રોત નથી, પરંતુ તેમાં ફાઈબર પણ ભરપૂર હોય છે. તે મેટાબોલિઝમ સુધારીને વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે.
પ્રોટીન ડાયટમાં સામેલ કરો
જીમ પછી પ્રોટીનનું સેવન કરવાથી મસલ્સ રિપેર અને બિલ્ડ કરવામાં મદદ મળે છે. પ્રોટીનનું સેવન કરવાથી આપણા શરીરને આવશ્યક એમિનો એસિડ મળે છે. તે માંસપેશેન મજબૂત બનાવીને જરૂરી ઊર્જા પણ આપે છે.
બ્રાઉન બ્રેડ
બ્રાઉન બ્રેડની સેન્ડવીચમાં કેલરી ઓછી અને પ્રોટીન વધુ હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. હેલ્ધી સેન્ડવીચ બનાવવા માટે બને તેટલા શાકભાજીનો ઉપયોગ કરો.
શું કહે છે એક્સ્પર્ટ
હેલ્થ અને ફિટનેસ કોચ અરુણ સિંહ કહે છે કે વર્કઆઉટ કર્યા પછી દરેક વ્યક્તિએ પ્રોટીન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. જો તમે આ કરો છો, તો તમારા સ્નાયુઓ મજબૂત થશે અને શરીરનો આકાર સારો થશે. લોકોએ તેમના આહારમાં ફળો, શાકભાજી, દૂધ, ઈંડા, કઠોળ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. જો તમે સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ ખાઓ છો, તો તમને કસરતનો પૂરો લાભ મળશે અને વર્કઆઉટ પછી તમારું શરીર સારું થઈ જશે.
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )