Immunity Boosters: ફરી વધી રહ્યો છે કોરોનાનો કહેર, આ ચીજોને કરો આહારમાં સામેલ, ઈમ્યૂનિટી થશે મજબૂત
Health Tips: દેશમાં કોરોનાના કેસ (Corona Cases) ફી વધી રહ્યા છે. હાથ ધોવા, માસ્ક (Mask) પહેરવા અને સામાજિક અંતર (Social Distancing) જાળવવું જરૂરી છે તેની સાથે ઘાતક વાયરસ સામે લડવા માટે અન્ય કેટલીક રીત પણ અપનાવવી જોઈએ.
Health Tips: દેશમાં કોરોનાના કેસ (Corona Cases) ફી વધી રહ્યા છે. હાથ ધોવા, માસ્ક (Mask) પહેરવા અને સામાજિક અંતર (Social Distancing) જાળવવું જરૂરી છે તેની સાથે ઘાતક વાયરસ સામે લડવા માટે અન્ય કેટલીક રીત પણ અપનાવવી જોઈએ. રસોડામાં કે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને ઈમ્યૂનિટી વધારી (Immunity Booster) શકો છો.
તુલસી - તુલસી એક શ્રેષ્ઠ ઔષધીય જડી બુટી પૈકીની એક છે. આ ઔષધિમાં ચમત્કારિક ગુણધર્મો છે. તુલસીનું સેવન કરવાથી તમે ચેપ, ખાંસી, શરદી અને અન્ય વાયરલ સંક્રમણથી બચી શકો છો. તુલસી તેના એન્ટી વાયરલ ગુણધર્મો માટે જાણીતી છે. રોગ પ્રતિકારક શક્તિવધારવા માટે તુલસીનું સેવન રોજ કરવું જોઇએ. દરરોજ 4 થી 5 તુલસીના પાન ખાલી પેટે ખાવા જોઈએ.
લસણઃ લસણ હૃદય રોગ, હાઈ કોલેસ્ટરોલ અને શરદી અને ફ્લૂ સહિત અનેક પ્રકારની તબીબી સમસ્યાઓમાં મદદ કરી શકે છે. લસણ સંક્રમણ સામે લડવા અને રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કા કરે છે. રોગપ્રતિકારક શક્તિને વધારવા લસણનો દૈનિક વપરાશ કરવો જોઈએ.
આદુઃ પ્રાચીન કાળથી, લોકો રસોઈ અને દવાઓમાં આદુનો ઉપયોગ કરે છે. પેટમાં દુખાવો સહિત અનેક સમસ્યાઓ માટે તે એકસીર ઈલાજ છે. આદુમાં રહેલા એન્ટીઓકિસડન્ટ અને અન્ય પોષક તત્વો સંધિવા, બળતરા અને વિવિધ પ્રકારના સંક્રમણને રોકવા અથવા તેની સારવાર કરવામાં મદદ કરી શકે છે.
વિટામીન સીઃ સંતરા, આંબળા, જમરૂખ, પપૈયા જેવા ફળોમાં ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે. જેમાં એન્ટી ઓક્સીડેંટ અને ઈમ્યુનિટી વધારનારા ગુણ હોય છે.
Aadhaar Card ડાઉનલોડ કરવું છે? ફોલો કરો આ 5 સરળ સ્ટેપ્સ
અમદાવાદમાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર ચલાવનારા નહી પાળે આ નવો નિયમ તો થશે તોતિંગ દંડ, જાણો વિગત
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )