Garlic Bajra-Jowar Roti Recipe: મારવાડી રીતે બનાવો બાજરી-જુવારની લહસૂની રોટલી, ઠંડીમાં ખૂબ ફાયદાકારક
Marwari Style Garlic Bajra-Jowar Roti Recipe: બાજરી અને જુવાર બંને હેલ્થ માટે ઘણું ફાયદાકારક છે. જુવારમાં ફાઈબર અને બાજરીમાં પ્રોટીન હોય છે
Marwari Recipe in Hindi: શિયાળામાં વિવિધ ગ્રીન ભાજી સરળતાથી મળી રહે છે. જેને લીધે લોકો અવનવી વાનગીઓ પણ બનાવે છે. ઉનાળા કરતાં શિયાળામાં વિવિધ વાનગીઓ આરોગવાની મજા જ કૈંક અલગ હોય છે. તેવામાં રોટલા રોટલી પણ અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ. વિવિધ લોટમાંથી તૈયાર થતાં રોટલા અને રોટલી તેમાં પણ બજારમાં મળતી વિવિધ ગ્રીન ભાજી ઉમેરી તૈયાર થતા રોટલા અને રોટલીનો ચટાકો જ કૈંક અલગ હોય છે. ત્યારે આજે અમે તમને એવો જ એક ચટાકો જણાવીશું જે ટ્રાય કર્યા પછી આખો શિયાળો તમે તેને બનાવવાનું પસંદ કરશો. અને તે છે જુવાર- બાજરીમાંથી બનતી લહસૂની રોટલી.જો કે તમે આ રોટલીને અલગ ટ્વિસ્ટ સાથે તૈયાર કરી શકો છો. સ્વાસ્થ્યની વાત કરીએ તો બાજરી અને જુવાર બંને ખૂબ જ ફાયદાકારક છે. જુવારના લોટમાંથી સારી માત્રામાં ફાઇબર મળે છે અને તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે. બાજરીના લોટમાંથી પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળે છે.
બાજરી-જુવારની રોટલી બનાવવા માટેની સામગ્રી
બાજરીનો લોટ - બે કપ
જુવારનો લોટ - 1 કપ
ઘઉંનો લોટ - એક કપ
તાજા મેથીના પાન - 2/4 કપ
લસણ - 9 થી 10 લવિંગ
લીલા મરચા - 3 થી 4
તલ - 1 ચમચી
અજમો- 1/2 ચમચી
સ્વાદ માટે મીઠું
પાણી
ઘી
લસણ, બાજરી-જુવારની રોટલી બનાવવાની રેસિપી
લસણ બાજરી-જુવારની રોટલી બનાવવા માટે સૌ પ્રથમ મેથીના પાનને સાફ કરી ધોઈ નાના નાના કાપી લો ત્યારબાદ લીલા મરચાંને ધોઈને બારીક કાપો અને લસણને ફોલીને તેને પીસી લો. હવે કણક બાંધવા માટે એક મોટા બાઉલ અથવા થાળીમાં બાજરીનો લોટ, જુવારનો લોટ, ઘઉંનો લોટ, મેથીના પાન, લસણ- લીલા મરચાંની પેસ્ટ તલ, મીઠું અને અજમો ઉમેરો. પછી તેને સારી રીતે મિક્સ કરો. તમારે નરમ લોટ બાંધવાનો છે તેથી થોડું થોડું પાણી ઉમેરવું. તમે હૂંફાળા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે કણકમાંથી નાના-નાના બોલ તૈયાર કરી લો. તેને ચપટા કરો અને રોટલી બનાવવા માટે રોલ કરો. તેની સાઈઝ તમારી પસંદગી પ્રમાણે રાખો. ધીમી આંચ પર બંને બાજુથી સારી રીતે પકાવો. ઉપર ઘી અને માખણ લગાવો અને લસણની ચટણી અથવા કોઈપણ શાક સાથે ગરમા-ગરમ સર્વ કરો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )