મોર્નિંગ વોક કરતા સમયે આ બાબતોનું રાખો ધ્યાન, ત્યારે મળશે તેના ફાયદા
મોર્નિંગ વોક સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે. તે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેનું ધ્યાન રાખે છે.
Right way to do Morning walk : મોર્નિંગ વોક સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે. તે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેનું ધ્યાન રાખે છે. વૉકિંગને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવવાથી તમારા સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે. આ સાથે જ શરીરનું રક્ત પરિભ્રમણ પણ સુધરે છે. જોકે વૉકિંગના આ બધા ફાયદા ત્યારે જ મળે છે જ્યારે તમે તમારી મોર્નિંગ વૉક યોગ્ય રીતે કરો.
મોર્નિંગ વોક આપણા સ્વાસ્થ્ય અને ફિટનેસ બંને માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ ઠંડા વાતાવરણમાં મોટાભાગના લોકો કસરત કરવામાં આળસ અનુભવે છે. જેના કારણે લોકોનું વજન ઝડપથી વધવા લાગે છે, જો તમે તમારી જાતને એકદમ ફિટ રાખવા માંગતા હોય તો આ સિઝનમાં તમે પણ મોર્નિંગ વોક ચોક્કસ કરો. પરંતુ તેની સાથે, તમારે ઠંડીથી બચવા માટે ચાલતી વખતે આ ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તેથી, જ્યારે પણ તમે બહાર વોકિંગ કરવા જાવ તો અહીં જણાવેલી ભૂલો કરવાથી ચોક્કસપણે બચો.
ચાલતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું
ચાલતી વખતે તમારા શરીરને ક્યારેય નીચેની તરફ ન વાળો. આ કારણે શરીર તણાવમાં આવે છે અને સંતુલન ખોરવાય છે. કેટલાક લોકો ચાલતી વખતે હાથ ફેરવતા નથી, જ્યારે આ દરમિયાન હાથ ફેરવવા સ્વાસ્થ્ય માટે સારું છે. તેનાથી ચાલવાની ક્ષમતા સુધરે છે અને શરીરનું સંતુલન પણ જળવાઈ રહે છે.
જો તમે વોકિંગ કરવા જઈ રહ્યા છો, તો વધુ પડતું પાણી ન પીવો. આ સિવાય ચાલવા માટે યોગ્ય શૂઝ પસંદ કરો. કારણ કે ખરાબ શૂઝથી પગમાં દુખાવો થઈ શકે છે.
કેટલાક લોકો ચાલતી વખતે નીચું જુએ છે અથવા મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા રહે છે. આવી સ્થિતિમાં ચાલવાથી થયેલો ફાયદો ખોટમાં ફેરવાઈ શકે છે. તો હવેથી બહાર ફરવા જતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો.
ક્યારે ન પીવું જોઈએ હળદરવાળું દૂધ ? આ લોકોના સ્વાસ્થ્ય પર પડી શકે છે ખરાબ અસર
Disclaimer: એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )