શોધખોળ કરો

Passive Smoking:શું સિગરેટ કરતા લોકો સાથે રહેવાથી પણ થઇ શકે છે કેન્સર?જાણો એક્સ્પર્ટનો મત

WHOના એક રિપોર્ટ અનુસાર તમાકુના સેવનથી દર વર્ષે લગભગ 80 લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામે છે. આમાં 12 લાખ લોકો એવા છે જેઓ તમાકુના સેવનથી પરોક્ષ રીતે મૃત્યુ પામે છે.

Passive Smoking:WHOના એક રિપોર્ટ અનુસાર તમાકુના સેવનથી દર વર્ષે લગભગ 80 લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામે છે. આમાં 12 લાખ લોકો એવા છે જેઓ તમાકુના સેવનથી પરોક્ષ રીતે મૃત્યુ પામે છે.

'તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને કેન્સરનું કારણ બની શકે છે.' તમને દરેક સિગારેટ બોક્સ પર આ લાઈન જોવા મળશે. પરંતુ આ તેમ છતાં પણ લોકોનું સિગારેટ પીવાનું બંધ નથી કરતા. અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે જે લોકો સિગારેટ પીવે છે, તેમને જ કેન્સર થાય છે... પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે જે લોકો સિગારેટ પીનારાઓ સાથે રહે છે તેમને પણ કેન્સર થાય છે. આવો જ એક કિસ્સો હૈદરાબાદની નલિનીનો ચર્ચામાં હતો. જેને તેના પતિની સિગારેટની લતના કારણે કેન્સર થયું હતું. ચાલો તમને જણાવીએ કે તમારી સાથે રહેતી વ્યક્તિ સિગારેટ પીતી હોય તો તમે મૃત્યુની કેટલી નજીક આવો છો.

શું છે હૈદરાબાદની નલિનીનો મામલો?

બીબીસીમાં છપાયેલા સમાચાર મુજબ નલિની સત્યનારાયણ નામની મહિલા હૈદરાબાદમાં રહે છે. વર્ષ 2010 માં, જ્યારે તેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી અને તેમનો ટેસ્ટ કરાવ્યો ત્યારે ખબર પડી કે તેમને કેન્સર છે. જોકે, તેણે જીવનમાં ક્યારેય તમાકુનું સેવન કર્યું ન હતું. હવે સવાલ એ થાય છે કે, આ કેવી રીતે થયું. બીબીસીને આપેલા ઈન્ટરવ્યુમાં નલિનીએ જણાવ્યું કે, તેના લગ્નને 33 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેનો પતિ ચેઈન સ્મોકર છે, આ કારણે તે ઈચ્છા વગર પણ દરરોજ સિગારેટનો ધુમાડો શ્વાસમાં લે છે. તેને ખાલી એવી રીતે સમજો કે જો તમે તમારી આસપાસ હોય ત્યારે સિગારેટ પીનારા કોઈની સાથે હોવ તો તેના દ્વારા નીકળતો ધુમાડો તમારા ફેફસામાં પણ જાય છે અને પછી તમે સિગારેટ પીધા વિના પણ કેન્સરનો શિકાર બની જાઓ છો.

કેટલા લોકો આ રીતે જીવ ગુમાવે છે?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક અહેવાલ મુજબ, તમાકુના સેવનને કારણે દર વર્ષે લગભગ 8 મિલિયન લોકો કેન્સરથી મૃત્યુ પામે છે. આમાં 12 લાખ લોકો એવા છે, જેઓ તમાકુના સેવનથી પરોક્ષ રીતે મૃત્યુ પામે છે. એટલે કે, આ લોકો સિગારેટ પીનારાઓ સાથે રહેતા હોવાને કારણે જ પોતાનો જીવ ગુમાવે છે. બીજી તરફ જો ભારતની વાત કરીએ તો WHOના રિપોર્ટ અનુસાર દર વર્ષે તમાકુના સેવનથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 13.5 લાખથી વધુ છે. મતલબ હવે તમારે સમજવું પડશે કે ભલે તમે સિગારેટ ન પીતા હો, પરંતુ જો તમારી આસપાસ કોઈ સિગારેટ પીતું હોય તો તે તમને મૃત્યુની નજીક લઈ જઈ રહ્યું છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના એક અહેવાલ મુજબ, સમગ્ર વિશ્વમાં લોકો હવે તમાકુના જોખમો વિશે જાગૃત થઈ રહ્યા છે. આ જ કારણ છે કે હવે પહેલાની સરખામણીમાં તમાકુનું સેવન કરનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ 2000 થી 2020 ની સરખામણી કરીએ તો તમાકુના વપરાશકારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2000ની જેમ, જ્યાં 15 વર્ષથી વધુ ઉંમરના લગભગ 32 ટકા લોકો તમાકુનો ઉપયોગ કરતા હતા.  વર્ષ 2020 માં, આ સંખ્યા ઘટીને 20 ટકા થઈ ગઈ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Firing Case : સુરતમાં સામાન્ય બબાલમાં યુવકે 3 લોકોને ધરબી દીધી ગોળી, જુઓ અહેવાલSurat Train Accident : સુરતમાં ટ્રેન નીચે આવી જતાં યુવકનું મોત, જુઓ અહેવાલKutch Murder Case : કચ્છમાં 21 વર્ષીય યુવતીની જાહેરમાં તલવારના ઘા મારી હત્યા, થઈ ગયો હાહાકારRajasthan Accident : રાજસ્થાનમાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
Surat: સુરતમાં ક્રિકેટ રમવા મામલે બબાલ બાદ ફાયરિંગ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત
Surat: સુરતમાં ક્રિકેટ રમવા મામલે બબાલ બાદ ફાયરિંગ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત
Ration Card Rules:  એક જાન્યુઆરીથી બદલાઇ રહ્યો છે રાશન કાર્ડ સંબંધિત આ નિયમ, તમે પણ જાણી લો કામની વાત
Ration Card Rules: એક જાન્યુઆરીથી બદલાઇ રહ્યો છે રાશન કાર્ડ સંબંધિત આ નિયમ, તમે પણ જાણી લો કામની વાત
Jio vs Airtel vs Vi vs BSNL: વર્ષ સુધી રિચાર્જ કરવામાં મળશે રાહત, જાણો કઇ કંપનીનું રિચાર્જ છે બેસ્ટ?
Jio vs Airtel vs Vi vs BSNL: વર્ષ સુધી રિચાર્જ કરવામાં મળશે રાહત, જાણો કઇ કંપનીનું રિચાર્જ છે બેસ્ટ?
Embed widget