Vegetarian Diet Myths: શું આપ પણ વેજિટેરિયન ડાયટના આ મિથ્સ પર કરો છો વિશ્વાસ, આ હકીકત જાણી લો
Vegetarian Diet Myths: જ્યારે પણ ખોરાકનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે લોકો વારંવાર પ્રશ્ન પૂછે છે કે, શું શાકાહારી ખોરાક શરીરને પૂરતું પોષણ પૂરું પાડે છે. સારા સ્વાસ્થ્ય માટે વેજ આહાર અપનાવવો જોઈએ કે માંસાહારી?
![Vegetarian Diet Myths: શું આપ પણ વેજિટેરિયન ડાયટના આ મિથ્સ પર કરો છો વિશ્વાસ, આ હકીકત જાણી લો Myths and facts related with vegetarian food Vegetarian Diet Myths: શું આપ પણ વેજિટેરિયન ડાયટના આ મિથ્સ પર કરો છો વિશ્વાસ, આ હકીકત જાણી લો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/16/4a4beb27b839ca28a48af35ea63f238b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vegetarian Diet Myths: જ્યારે પણ ખોરાકનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે લોકો વારંવાર પ્રશ્ન પૂછે છે કે, શું શાકાહારી ખોરાક શરીરને પૂરતું પોષણ પૂરું પાડે છે. સારા સ્વાસ્થ્ય માટે વેજ આહાર અપનાવવો જોઈએ કે માંસાહારી? આવો આ સવાલતેનાથી સંબંધિત કેટલીક એવી ગેરસમજો દૂર કરીએ.
મિથ- પુરતી ઊર્જા નથી મળતી
સામાન્ય રીતે લોકોમાં એવું માન્યતા પ્રચલિત છે કે, ખેલાડી, પોલીસ અને સૈન્ય ક્ષેત્ર જેવા ભારે શારીરિક શ્રમ સાથે સંકળાયેલા લોકો માટે માંસાહારીનું સેવન જરૂરી છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. ઘણા સફળ એથ્લેટ્સ અને ખેલાડીઓએ સાબિત કર્યું છે કે વેજ ડાયેટ પણ એનર્જીથી ભરપૂર છે.
મિથ- ઉપલબ્ધતાની સમસ્યા
કેટલાક લોકોને લાગે છે કે શાકાહારી ખોરાક દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ નથી હોતો . આ સાચુ નથી. આજકાલ શાકાહારી ખોરાક દરેક સુપર માર્કેટ, રેસ્ટોરાં અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં પણ સરળતાથી ઉપલબ્ધ છે. બીજું કંઈ ન મળે તો બ્રેડ અને સલાડ બધે જ મળે છે.
મિથ- અપૂરતી પ્રોટીનની માત્રા
આ ધારણા પણ ખોટી છે. શાકાહારી આહારમાં સારી માત્રામાં પ્રોટીન પણ મળે છે, જે કોલેસ્ટ્રોલ મુક્ત અને ફાઈબરથી ભરપૂર હોય છે. આવા પ્રોટીન પાચનને સ્વસ્થ રાખે છે અને હાડકાં માટે પણ ફાયદાકારક છે. નોન વેજમાંથી મળતા પ્રોટીનમાં ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય છે અને તેમાં કોઈ ફાઈબર હોતું નથી. આ કારણસર નોનવેજનું વધુ પડતું સેવન હૃદય, લીવર અને કિડની માટે હાનિકારક છે.
વેજ ડાયટ બેલેન્સ નથી હોતી
આવું વિચારવું ખોટું છે. શાકાહારી ખોરાકમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી અને શરીર માટે ઘણા જરૂરી પોષક તત્વોનો સમાવેશ થાય છે. ફળો, શાકભાજી અને કઠોળમાં સૂક્ષ્મ પોષકતત્ત્વો નોનવેજની તુલનામાં વધુ માત્રામાં જોવા મળે છે. આ કારણોસર, માંસાહારી લોકોને પણ સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના ભોજન સાથે ઓછામાં ઓછા બે સર્વિંગ શાકભાજી અથવા સલાડ લે જેથી તેઓને તમામ પોષક તત્વો મળી રહે.
બાળકો માટે તો વેજથી વધુ નોનવેજ ફાયદાકારક છે
મોટાભાગના લોકોને લાગે છે કે બાળકોના શારીરિક વિકાસ માટે નોન-વેજ વધુ જરૂરી છે. તેમના શરીરને શાકાહારી ખોરાકમાંથી યોગ્ય માત્રામાં પોષક તત્વો મળતા નથી. એ વાત અમુક અંશે સાચી છે કે નોનવેજમાં હાજર પ્રોટીન અને આયર્ન બાળકોના શારીરિક વિકાસમાં મદદરૂપ થાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે શાકાહારી બાળકો નબળા હોય છે. જો તેમને દૂધની બનાવટો, શાકભાજી અને કઠોળ પૂરતા પ્રમાણમાં ખવડાવવામાં આવે તો તેઓ સરળતાથી જરૂરી પ્રોટીન મેળવી શકે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)