સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
શાળાએ વિદ્યાર્થીઓને લેવા બસ મોકલી પણ કારમાં આવ્યાનો સંચાલકોએ દાવો કર્યો હતો

સુરતમાં નબીરાઓ બેફામ બન્યા હતા. મળતી જાણકારી અનુસાર, સુરતમાં નબીરાઓએ 30 લક્ઝરી કાર સાથે સ્ટંટ કર્યા હતા. નબીરાઓએ BMW, મર્સિડિઝ, સ્કોડા જેવી કાર સાથે રેલી યોજી હતી. નબીરાઓની સ્ટંટબાજી કરતો વીડિયો વાયરલ થયો હતો. વિદ્યાર્થીઓએ કારના રૂફટોપમાંથી બહાર નીકળી જોખમી સ્ટંટ કર્યા હતા. વિદ્યાર્થીઓએ લકઝરી કાર સાથે સીનસપાટા કરી કાયદાના ધજિયા ઉડાવ્યા હતા. જોકે આ સમગ્ર ઘટના અંગે પોલીસ અજાણ જોવા મળી હતી.
ઓલપાડના કુંકણીની ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ હતી. ફેરવેલમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ સ્ટંટ કર્યા હતા. સરકારી મંત્રીના કાફલામાં કાર ન હોય તેટલી કારના કાફલા સાથે નબીરાઓ નીકળ્યા હતા. નબીરાઓનો વીડિયો વાયરલ થતા શાળાએ હાથ અધ્ધર કરી દીધા હતા. શાળાએ વિદ્યાર્થીઓને લેવા બસ મોકલી પણ કારમાં આવ્યાનો સંચાલકોએ દાવો કર્યો હતો. એક પણ કારને સ્કૂલ કેમ્પસમાં પ્રવેશવા ન દેવાયાનો શાળા સંચાલકોએ દાવો કર્યો હતો. સરકારી મંત્રીના કાફલામાં કાર ન હોય એટલી કારના કાફલા સાથે નબીરાઓ નીકળ્યા હોવા છતા પોલીસને આ બાબતની કોઈ જાણકારી નથી. સુરતના રાંદેરના ડી માર્ટથી શરૂ થયેલો આ રોડ શો ઓલપાડના દાંડી રોડ પર આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી ચાલ્યો હતો. તેમ છતાં આ સમગ્ર બાબતે પોલીસ અજાણ જોવા મળી રહી છે.
આ મામલે પોલીસને પૂછતાં તેઓએ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓ કે સ્કૂલે કોઈ મંજૂરી લીધી નહોતી. પાલ અને રાંદેર પોલીસે જણાવ્યું કે, “અમે આ અંગે કોઈ જાણ કરી નહોતી. જો વાહન વ્યવહારના નિયમો તોડવામાં આવ્યા હશે તો તપાસ કરીશું. બીજી તરફ ફાઉન્ટેન હેડ સ્કૂલે પણ જવાબદારી લેવાનો ઇનકાર કર્યો હતો. સ્કૂલના એડમિન હેડે સ્પષ્ટ કહ્યું હતું કે, “આ આયોજન અમારૂ નહોતું. વાલીઓ અને વિદ્યાર્થીઓ કોઈ પણ મંજૂરી વગર કાર લઇને આવ્યા હતા. અમે તો સ્કૂલ બસ મોકલી હતી, પણ કોઈએ તેનો ઉપયોગ કર્યો ન હતો. અમે એક પણ કારને સ્કૂલના કેમ્પસમાં પ્રવેશવા દીધી નહોતી.
Surat Accident: સુરતમાં નબીરા બન્યા નિર્દોષો માટે યમરાજ! બે ભાઈઓના જીવ લઈ લીધા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
