National deworming day: કૃમિની સમસ્યા બાળકોમાં ક્યાં કારણે થાય છે? જાણો લક્ષણ અને ઉપચાર
કૃમિનો રોગ એટલે પેટમાં કૃમિ થવો એ એક સાધારણ રોગ માનવામાં આવે છે, પરંતુ જો તેની સારવાર ન કરવામાં આવે તો આ રોગમાં એનિમિયા, કુપોષણ, આંતરડામાં અવરોધ, એલર્જી વગેરે જેવી અનેક મુશ્કેલીઓ અને જીવલેણ રોગો પણ થઈ શકે છે.
National deworming day:કૃમિનો રોગ એટલે પેટમાં કૃમિ થવો એ એક સાધારણ રોગ માનવામાં આવે છે, પરંતુ જો તેની સારવાર ન કરવામાં આવે તો આ રોગમાં એનિમિયા, કુપોષણ, આંતરડામાં અવરોધ, એલર્જી વગેરે જેવી અનેક મુશ્કેલીઓ અને જીવલેણ રોગો પણ થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા જૂન 2018માં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, સમગ્ર વિશ્વમાં 1.3 અબજ લોકો હેલ્મિન્થિયાસિસથી પીડિત છે. જેમાંથી 1 થી 14 વર્ષની વયના 241 મિલિયન બાળકો એકલા ભારતમાં ચેપગ્રસ્ત છે.
કૃમિના રોગને રોકવા માટે ભારત સરકાર દ્વારા દર વર્ષે બે વાર 10 ફેબ્રુઆરી અને 10 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં 1 થી 19 વર્ષના બાળકોને દવાઓ આપવામાં આવે છે. વારાણસીની સરકારી પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના કાયાચિકિત્સા અને પંચકર્મ વિભાગના વૈદ્ય ડૉ. અજય કુમાર આયુર્વેદમાં કૃમિના રોગને કેવી રીતે અટકાવી શકાય તેના ઉપાયો જણાવી રહ્યા છે-
આયુર્વેદમાં કૃમિ રોગનું વર્ણન લગભગ પાંચ હજાર વર્ષ પહેલાંના ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા જેવા ગ્રંથોમાં પણ જોવા મળે છે. આયુર્વેદમાં 20 વિવિધ પ્રકારના કૃમિનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાંથી રક્તજ, પુરીષજ, કફજ જેવા વિવિધ પ્રકારના કૃમિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ક્રૃમિ રોગના લક્ષણો ક્યાં છે
- અચાનક ઉબકા કે ઉલટી થવી,
- ઝાડા થવા
- પેટમાં દુખાવો એ એક સામાન્ય લક્ષણ છે
- બાળક દુર્બળ અને નબળું થઇ જવું
- ક્યારેક આ કીડા ઉલ્ટીમાં મોં કે નાક કે સ્ટૂલમાંથી પણ નીકળવા
- કેટલાક બાળકો અથવા પુખ્ત વયના લોકો કૃમિના રોગને કારણે અસ્થમા જેવા લક્ષણો એટલે કે શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ વગેરેનો શિકાર બને છે.
બચાવ માટે શું કરશો?
1- શાકભાજી અને ફળોને સારી રીતે ધોયા પછી તેનો ઉપયોગ કરો, શાકભાજીને બે-ત્રણ વાર પાણીમાં બોળીને સારી રીતે સાફ કરો, નળની ધારની નીચે સાફ કરો.
2- માંસાહારી લોકોએ ડુક્કરનું માંસ અને બીફ ટાળવું જોઈએ અને ઓછું રાંધેલો ખોરાક ન ખાવો જોઇએ.
3- સ્વચ્છ પાણી જ પીવો, આ માટે ફિલ્ટરનો ઉપયોગ કરો અથવા જરૂર મુજબ પાણી ઉકાળીને પીવો.
4- ઘરમાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવો. ટોઇલેટ અને બાથરૂમને સ્વચ્છ રાખો
5- ડૉક્ટરની સલાહ લઇને વર્ષમાં એક અને બે વાર પણ ક્રૃમિનાશક મેડિસિન લઇ શકાય.
આયુર્વેદમાં સારવાર
1- નાગરમોથા, દેવદાર, દારુહલડી, વાવડિંગ, પીપળ, હરડે, બહેડા અને આમળાના સેવનથી કૃમિનો રોગ થતો નથી.
2-કૃમિ કુઠારનો રસ, કૃમિ મુદ્ગરનો રસ, વિડંગ પાવડર અને વિડંગારિષ્ટનું સેવન કરવાથી કૃમિ નીકળી જાય છે.
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )