Corona new variant: શું NeoCoV ખતરનાક કોરોના વેરિઅન્ટ છે? જાણો શું કહે છે સ્ટડી?
2019માં ચીનમાંથી મળી આવેલા કોરોના વાયરસને બે વર્ષ થઇ ગયા છે છતાં પણ આખી દુનિયામાં કોરોના મોટી સમસ્યા બન્યો છે.
નવી દિલ્હીઃ 2019માં ચીનમાંથી મળી આવેલા કોરોના વાયરસને બે વર્ષ થઇ ગયા છે છતાં પણ આખી દુનિયામાં કોરોના મોટી સમસ્યા બન્યો છે. કોરોનાના કારણે અનેક લોકોના મોત થયા છે. ઓમિક્રોન વચ્ચે કોરોનાના નવા વેરિઅન્ટ NeoCoV દુનિયાભરમાં ફરીથી ડરનો માહોલ પેદા કર્યો છે.
NeoCoV કોરોના વાયરસનો કોઇ નવો વેરિઅન્ટ નથી. આ તમામ વાતો એક પીયર રિવ્યૂ સ્ટડીનો હિસ્સો છે જેને ચીનના વૈજ્ઞાનિકોના એક જૂથે જાહેર કર્યો છે. જેમાં કેટલાક નિષ્ણાંતો વુહાન યુનિવર્સિટીના છે.
શું છે NeoCoV?
NeoCoV શબ્દનો ઉપયોગ વાયરસના એક વેરિઅન્ટના રૂપમાં થઇ રહ્યો છે જે MERS-CoV સાથે જોડાયેલો છે. MERS-CoV કોરોના વાયરસના મોટા પરિવાર સાથે સંબંધિત છે અને એ તે સાત કોરોના વાયરસમાંથી એક છે જે માનવીઓને સંક્રમિત કરી શકે છે. 2010ના દાયકામાં MERS-CoV સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત અને સાઉથ કોરિયામાં મોટુ સંકટનું કારણ બની ચૂક્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મતે MERS-CoV ઇન્ફ્રેક્શનની ઝપેટમાં આવનારા લગભગ 35 ટકા લોકોના મોત થઇ જાય છે. NeoCoV આ વિશેષ કોરોના વાયરસનો જ એક સંભવિત વેરિઅન્ટ છે.
NeoCoV MERS-CoV નો નજીકનો સંબંધી છે જે ચામાચિડિયામાં મળી આવ્યો છે. NeoCoV T510F મ્યૂટેશન બાદ માનવ કોશિકાઓ ACE2ને સંક્રમિત કરી શકે છે. રિસર્ચ પેપરમાં જણાવવામા આવેલી બાબતો અનુસાર NeoCoV જે અત્યાર સુધી ફક્ત ચામાચિડિયામાં જ જોવા મળતો હતો. એક વિશેષ પ્રકારના મ્યૂટેશન બાદ જ માણસોને સંક્રમિત કરી શકે છે. તેમાં ખૂબ પરિકલ્પનાઓ છે જે લેબોરેટરી સ્ટડી પર આધારિત છે અને તેની સમીક્ષા હજુ બાકી છે.
ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન
પરફેક્ટ ફિગર, લૂક્સ પણ શાનદાર છે.......Disha Pataniએ બિકીની લૂકમાં ફેન્સને કર્યા દિવાના, જુઓ એક ઝલક
અજમાવો આ ટ્રિક્સ, તમારી Instagram પૉસ્ટ ઘડીકમાં થઇ જશે ટ્રેન્ડ.........
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )