Diabetes Diet: માત્ર ખાંડ જ નહિ, આ 6 પોપ્યુલર ફૂડ પણ છે ડાયાબિટિસના દર્દી માટે દુશ્મન સમાન
Diabetes Diet: ખાંડ સિવાય પણ ઘણા એવા ખોરાક છે, જેનું સેવન આપણે લગભગ રોજ કરીએ છીએ અને તે ડાયાબિટીસનું કારણ બની જાય છે.
Diabetes Diet:જ્યારે પણ ડાયાબિટીસની વાત આવે છે, ત્યારે સૌથી પહેલી વસ્તુ જે મનમાં આવે છે તે છે મીઠાઈઓનું સેવન. મોટાભાગના લોકો ખાંડના સેવનને ડાયાબિટીસનો દુશ્મન માને છે, જ્યારે આ સિવાય પણ ઘણા એવા ખોરાક છે જેનું સેવન આપણે લગભગ રોજ કરીએ છીએ અને તે ડાયાબિટીસનું કારણ બની જાય છે.
ખાંડ સિવાય પણ ઘણા એવા ખોરાક છે, જે શરીરના બ્લડ શુગર લેવલને વધારવાનું કામ કરે છે. જો તમે ડાયાબિટીસથી પીડિત છો, તો ખાંડ સિવાય, તમારે આ 5 ખોરાકના સેવન પર પણ ધ્યાન આપવું જોઈએ.
લોટ, વ્હાઈટ બ્રેડ જેવી વસ્તુઓ કે જે શુદ્ધ કાર્બોહાઇડ્રેટથી બનેલી હોય તેને ટાળવી જોઈએ. આ ખોરાકમાં ફાઇબરની માત્રા ઓછી હોય છે અને ડાયાબિટીસ ધરાવતા લોકોમાં બ્લડ સુગરનું સ્તર વધે છે. આ ખોરાકને બદલે, અન્ય કુદરતી વસ્તુઓ ખાઓ, જેમ કે આખા અનાજ, મોસમી ફળો અને શાકભાજી.
ડાયાબિટીસમાં ફળો ખાવાથી ફાયદો થાય છે, પરંતુ તેની માત્રા વધારે ન હોવી જોઈએ. ખાસ કરીને ફળોના રસનું સેવન ટાળવું જોઈએ. સૂકા ફળોની જેમ, ફળોના રસમાં પણ કુદરતી શર્કરાનું પ્રમાણ વધુ હોય છે, જે લોહીમાં શર્કરાના સ્તરને ઝડપથી વધારવાનું કામ કરે છે. જો કે ફળોના રસમાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર હોય છે, પરંતુ તેમાં રહેલી ખાંડની માત્રા ડાયાબિટીસના દર્દીઓને નુકસાન પહોંચાડે છે.
ફ્રાઇડ ફૂડ કેલરીથી ભરપૂર હોય છે, જે બ્લડ સુગર લેવલને ખરાબ કરી શકે છે. આ ખાદ્ય પદાર્થો ખાધા પછી બ્લડ શુગરનું સ્તર વધે છે, કારણ કે ચરબીને પચવામાં સમય લાગે છે. માત્ર ફેટ જ નહીં, આ ફૂડસ ટ્રાન્સ ફેટથી પણ ભારે હોય છે, જે ઘણી બીમારીઓને ટ્રિગર કરવાનું કારણ બને છે.
આવા પેકેજ્ડ નાસ્તા કે જેમાં મીઠાનો સ્વાદ બિલકુલ ન હોય, તે ખરેખર ડાયાબિટીસનું સૌથી મોટું કારણ બની જાય છે. આ રિફાઇન્ડ અનાજમાંથી બનાવવામાં આવે છે, જે બ્લડ સુગરને ઝડપી સ્પાઇક્સનું કારણ બને છે. એટલા માટે હંમેશા પેકેટમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ તપાસો. જો કે ઘણી વખત પેકેટો પર યોગ્ય માત્રાનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. જો તમને બે ભોજન વચ્ચે ભૂખ લાગે છે, તો તમે આ નાસ્તાને બદલે 4-5 બદામ ખાઈ શકો છો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )