(Source: ECI/ABP News/ABP Majha)
Eye Care: હવે AIથી થશે આંખની લેસર સર્જરી, બીજા જ દિવસથી શરૂ કરી શકાશે નિયિમિત પ્રવૃત્તિ
રમતવીરો, લશ્કરી જવાનો અન્ય સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે આ સલામત સર્જરી છે કારણ કે તેમાં ફ્લેપમાં ઇજાની કોઇ સંભાવના નથી હોતી.
Lifestyle: અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરાવે છે. આ મશીન રિફ્રેક્ટિવ સુટ (આલ્કોન, USFDA દ્વારા માન્ય) જેવી રિફ્રેક્ટિવ સર્જરીનાં ક્ષેત્રમાં શ્રેષ્ઠ છે. CSLC પાસે વિશ્વનાં સૌથી ઝડપી એક્સાઇમર લેસર વેવલાઇટ EX 500 જે આંખનો એક નંબર ફક્ત 1.4 સેકન્ડમાં કાઢી શકે છે તથા વિશ્વનાં સૌથી ઝડપી ફેમતોસેકન્ડ લેસર (બ્લેડ લેસ) વેવલાઇટ FS 200 જે ફક્ત 6 સેકન્ડમાં કીકીનો ફ્લેપ બનાવી શકે છે. આ અત્યાધુનિક લેસર મશીનની ટેકનોલોજીનો ઉપયોગ CSLCમાં છેલ્લા 15 વર્ષથી થાય છે.
ડો. આદિત્ય દેસાઇએ જણાવ્યું, અમે અત્યાધુનિક સિલ્ક એલિટા લેસર મશીન પણ વસાવ્યું છે, જે નેક્સ્ટ જનરેશન એઆઇ ઓપરેટેડ સિસ્ટમ છે. આ ટેકનોલોજી મેળવનાર CSLC ગુજરાતનું પ્રથમ અને ભારતનું પાંચમું સેન્ટર છે, જેની મદદથી અમે અસાધારણ અને નોંધપાત્ર પરિણામ સાથે ફ્લેપલેસ (લેન્ટિકલ આધારિત) લેસર આય સર્જરી કરવા સક્ષમ છીએ.
સિલ્ક એલિટા 6/5 વિઝનની ચડિયાતી ગુણવત્તા ધરાવે છે, એટલું જ નહીં તેની અનોખી ફ્લેપલેસ મેથડોલોજી નવા માપદંડો પ્રસ્થાપિત કરે છે, જેમાં લેસિક લેસર પ્રોસિજર (ફ્લેપ આધારિત)ની સરખામણીમાં વધુ સારી વિઝન કરેક્શન ટેકનિક છે, જેને કારણે સર્જન સિલ્ક પ્રોસિજર દ્વારા અસ્પષ્ટ દ્રષ્ટિ સાથે કે તેનાં વગર માયોપિયા (ટૂંકી દ્રષ્ટિ)નાં દર્દી પર રિફ્રેક્ટિવ કરેક્શન કરી શકે છે. સિલ્ક એલિટા દ્વારા ખૂબ સારી રીતે સર્જરી થઈ શકે છે અને દર્દીને પણ સારા પરિણામ મળે છે.
આ ટેકનિકથી સર્જરી દ્વારા દર્દી બીજા જ દિવસથી તેની નિયિમિત પ્રવૃત્તિ શરૂ કરી શકે છે, જ્યારે પાંચથી સાત દિવસ બાદ રમતગમતની પ્રવૃત્તિમાં પણ જોડાઈ શકે છે. રમતવીરો, લશ્કરી જવાનો અન્ય સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે આ સલામત સર્જરી છે કારણ કે તેમાં ફ્લેપમાં ઇજાની કોઇ સંભાવના નથી હોતી.
આ સર્જરીમાં બ્લેડનો ઉપયોગ નથી થતો અને ટાંકા નથી લેવામાં આવતા. આને કારણે દુખાવો નથી થતો. સમગ્ર પ્રક્રિયા ચોક્સાઇ, કાર્યક્ષમ અને આરામદાયક રીતે થાય છે. આંખની સર્જરીમાં સામાન્ય રીતે ઓપરેશન બાદ આંખો સુકી થવાની ફરિયાદ રહેતી હોય છે, પણ સિલ્ક પ્રોસિજરમાં આ સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
CSLC તેનાં ICL (ઇમ્પ્લાન્ટેબલ કોલામર લેન્સ) ઇમ્પ્લાન્ટેશનને કારણે અન્ય આય સેન્ટરથી અલગ તરી આવે છે. ડો. આદિત્ય દેસાઇ ICL ઇમ્પ્લાન્ટેશનમાં નિષ્ણાત છે અને દર્દીની આંખમાં માત્ર ચાર મિનિટમાં ICLઇમ્પ્લાન્ટેશન કરે છે, જેનાં માટે તેમને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે.
ડો. પરિમલ દેસાઇ અને ડો. આદિત્ય દેસાઇનાં નેતૃત્વ હેઠળ CSLCની ટીમે ભારત અને વિશ્વભરમાં PRK મેથડ, લેસિક લેસર પ્રોસિજર, કોન્ટુરા વિઝન કરેક્શન, ફેમટો કોન્ટુરા પ્રોસિજર (બ્લેડ ફ્રી લેસિક) અને સિલ્ક (સ્મુધ ઇનસિઝન લેન્ટીકલ કેરાટોમિલેસિસ) પ્રોસિજર દ્વારા મોટી સંખ્યામાં લેસર વિઝન કરેક્શન્સ કર્યા છે. CSLC ખાતે ભારત તેમજ વિશ્વનાં 80 દેશોનાં ત્રણ લાખથી વધુ દર્દીને સારવાર આપવામાં આવી છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )