Black Fungusથી બચવા માટે મોઢાની સફાઇ છે બહુ જરૂરી, જાણો શું-શું સાવધાની રાખવી જોઇએ?
બ્લેક ફંગસના કેટલાય ખતરનાક કેસો સામે આવી ચૂક્યા છે. મ્યૂકૉરમાયકૉસીસ (Mucormycosis) જેને બ્લેક ફંગસ (Black Fungus) કહે છે, કોરોનાના દર્દીઓમાં વધુ જોવા મળી રહ્યો છે. ડૉક્ટરોનુ માનીએ તો જે લોકો કોઇ બિમારીથી ગ્રસિત છે તેઓને આનો ખતરો વધુ રહે છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની સાથે સાથે હવે બ્લેક ફંગસ અને યલો ફંગસ સાથે જોડયેલા કેટલાક કેસો સામે આવતા લોકોમાં ડર ઘૂસી ગયો છે. બ્લેક ફંગસના કેટલાય ખતરનાક કેસો સામે આવી ચૂક્યા છે. મ્યૂકૉરમાયકૉસીસ (Mucormycosis) જેને બ્લેક ફંગસ (Black Fungus) કહે છે, કોરોનાના દર્દીઓમાં વધુ જોવા મળી રહ્યો છે. ડૉક્ટરોનુ માનીએ તો જે લોકો કોઇ બિમારીથી ગ્રસિત છે તેઓને આનો ખતરો વધુ રહે છે.
વળી, તમે જો લાંબા સમયથી હૉસ્પીટલમાં એડમિટ છો, ઓક્સિજન માસ્ક કે વેન્ટિલેટર દ્વારા ઓક્સિજન સપોર્ટ પર રહી રહ્યાં છો તો ખરાબ હાઇઝીનના કારણે બ્લેક ફંગસનો ખતરો વધી જાય છે. આ બિમારીનો જો સમયસર ઇલાજ કરવામાં નથી કરવામાં આવતો તો તેને ખતરો વધુ ગંભીર બની જાય છે. ડૉક્ટરોનુ કહેવુ છે ફંગસના કેસો તે લોકોમાં વધુ સામે આવી રહ્યાં છે, જેમને પહેલાથી કોઇને કોઇ પ્રકારની બિમારી છે.
આવા લોકોની ઇમ્યૂનિટી પહેલાથી જ કમજોર હોય છે, આ ઉપરાંત કૉવિડમાં આપવામાં આવેલી દવાઓ પણ બ્લડ સુગર વધારી દે છે, જેમાં ફંગસના ચાન્સ વધી જાય છે. જોકે કેટલીક ઘરેલુ ટિપ્સ અપનાવીને તમે બ્લેક ફંગસના ખતરાને ઓછો કરી શકો છે. ડેન્ટિસ્ટનુ કહેવુ છે કે એવા દાંત સ્વચ્છતાના નિયમ છે જેને ફોલો કરવાથી બ્લેક ફંગસ અને બીજા વાયરસ અને ફંગસ ઇન્ફેક્શનોનો ખતરો ઓછો થઇ જાય છે.
1. દિવસમાં બે થી ત્રણ વાર બ્રશ કરો.
2. સવારે સાંજે ખાદ્યા બાદ કોગળા કરો.
3. એન્ટીફંગસ માઉથ સ્પેનો ઉપયોગ કરીને મોઢાની સફાઇ કરો.
4. કૉવિડનો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પોતાનુ ટૂથબ્રેશ બદલી નાંખો.
5. નિયમિત રીતે મોઢા અને ચહેરાની સાફ-સફાઇ કરો.
6. બ્રશ અને ટંગ ક્લિનરને નિયમિત રીતે એન્ટીસેપ્ટિક માઉથવૉશથી સાફ કરો.
ઉલ્લેખનીય છે કે કોરોનાથી સાજા થયા બાદ સ્ટેરૉઇડ અને બીજી દવાઓનુ સેવન કરવાથી મોઢામાં બેક્ટેરિયા અને ફંગસ વધવાનો ખતરો વધી જાય છે. આનાથી સાયનસ, ફેફસા અને બ્રેન સાથે જોડાયેલી સમસ્યાઓ પણ થઇ શકે છે.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, બ્લેક ફંગસનો ખતરો કોરોનાથી સાજા થનારા લોકો ઉપરાંત બીજા લોકોમાં પણ થઇ રહ્યો છે. આનુ કારણ છે ઇમ્યૂનિટી કમજોર પડવી, ડાયાબિટીસ થવો, સ્ટેરૉઇડનુ વધુ સેવન, લાંબા સમય સુધી આઇસીયુમાં રહેવુ, વૉરિકોનાલૉઝ થેરાપી અને ગંદકીના કારણે બ્લેક ફંગસના કેસો સતત વધી રહ્યાં છે. આવામાં તમારે સાફ-સફાઇનુ વધુ ધ્યાન રાખવાની જરૂર છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )