(Source: ECI/ABP News/ABP Majha)
Health: ICMR રિપોર્ટ, આ કારણે વધી રહ્યાં છે હાર્ટ અટેકના કેસ, આ લોકોમાં પણ જોવા મળ્યું જોખમ
છેલ્લા બે વર્ષના ડેટા પર નજર કરીએ તો ખબર પડે છે કે વૈશ્વિક સ્તરે સડન હાર્ટ એટેકના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. ચિંતાજનક બાબત એ છે કે તેના મોટાભાગના પીડિતો 25-44 વર્ષની વયના લોકો છે,
Health: છેલ્લા બે વર્ષના ડેટા પર નજર કરીએ તો ખબર પડે છે કે વૈશ્વિક સ્તરે સડન હાર્ટ એટેકના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. ચિંતાજનક બાબત એ છે કે તેના મોટાભાગના પીડિતો 25-44 વર્ષની વયના લોકો છે, જેઓ થોડા દાયકાઓ પહેલા સુધી હૃદય રોગના જોખમોથી એકદમ સુરક્ષિત માનવામાં આવતા હતા. ડાન્સ કરતી વખતે કે પાર્ટીમાં મસ્તી કરતા અચાનક હાર્ટ એટેકના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પરંતુ આખરે તેનું સાચું કારણ શું છે? હાર્ટ એટેક કેમ આટલો સામાન્ય બની રહ્યો છે તે સમજવા માટે સંશોધકોએ એક અભ્યાસમાં મોટો ખુલાસો કર્યો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના નિષ્ણાતોએ તાજેતરના એક અભ્યાસમાં જણાવ્યું છે કે કોવિડ-19 પછી અચાનક હાર્ટ એટેકના કેસમાં ઝડપથી વધારો થયો છે. સંક્રમણની આડઅસરને કારણે યુવાનો પણ તેનો શિકાર બન્યા છે. તેનું જોખમ કોવિડના પીડિતો અથવા જેમને ચેપ લાગ્યો નથી તેમાં પણ જોવા મળી રહ્યો છે.
કોરોનાએ હાર્ટ-ફેફસાને અસર કરી
સંશોધકોએ હાર્ટ એટેકના કારણો શોધવા માટે 100 થી વધુ લોકોનું પરીક્ષણ કર્યું જેઓ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા. એવું જાણવા મળ્યું હતું કે હાર્ટ એટેકનો ભોગ બનેલા મોટાભાગના લોકો એવા હતા જેઓ કોરોનાના રોગચાળા દરમિયાન કોરોનાના સંકંજામાં આવી ગયા હતા. મૃતદેહોની એમઆરઆઈ તપાસમાં કોરોનાને કારણે હૃદય-ફેફસાની સમસ્યા હોવાનું બહાર આવ્યું છે. અગાઉના અભ્યાસોએ પણ સ્પષ્ટ કર્યું હતું કે કોરોના વાયરસ હૃદય માટે સમસ્યાઓ વધારી રહ્યો છે.
હૃદય પર કોરોનાની અસર
ડિસેમ્બર 2022માં કરવામાં આવેલા સંશોધનમાં વૈજ્ઞાનિકોની એક ટીમે અહેવાલ આપ્યો કે કોરોના હૃદય અને ફેફસા બંનેને નુકસાન પહોંચાડે છે. વાયરસ સામાન્ય રીતે ફેફસાંને અસર કરે છે પરંતુ તે ગંભીર હૃદયની સમસ્યાઓ પણ તરફ દોરી શકે છે. વાયરસના કારણે ફેફસાના નુકસાનને કારણે, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હૃદયના સ્નાયુ સુધી પહોંચતું નથી, જે કારણે હૃદયની પેશીઓને નુકસાન પહોંચાડે છે.
રસીકરણથી જોખમ વધે છે?
કેટલાક અહેવાલો કહે છે કે, કોવિડ રસીકરણની આડ અસરોથી હાર્ટ એટેકનું જોખમ પણ વધી ગયું છે. જોકે ICMRની તપાસમાં તેનો કોઇ સંદર્ભ મળ્યો નથી. સંશોધકોનું કહેવું છે કે અગાઉના અભ્યાસોએ પણ હૃદય પર કોરોનાની આડઅસરની પુષ્ટિ કરી છે, જો કે એવું ન કહી શકાય કે રસીકરણને કારણે તેમાં વધારો થયો છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )