(Source: ECI/ABP News/ABP Majha)
સામુદ્રીક શાસ્ત્ર : ચહેરા પર તલ જીવનામાં થનાર આ ઘટનાના આપે છે સંકેત
સામુદ્રીક શાસ્ત્ર અનુસાર આપણા શરીરમાં રહેલા દરેક તલનું પોતાનું મહત્વ હોય છે. પરંતુ શરીર પરના દરેક તલ અશુભ નથી હોતા. કેટલાક તલ શુભતાનો સંકેત આપે છે.
સામુદ્રીક શાસ્ત્ર :હસ્તરેખાશાસ્ત્ર અનુસાર આપણા શરીરમાં રહેલા દરેક તલનું પોતાનું મહત્વ હોય છે. પરંતુ શરીર પરના દરેક તલ અશુભ નથી હોતા. કેટલાક તલ શુભતાનો સંકેત આપે છે.
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર આપણા શરીરમાં રહેલા દરેક તલનું પોતાનું મહત્વ હોય છે. પરંતુ શરીર પરના દરેક તલ અશુભ નથી હોતા. કેટલાક તલ શુભતાનો સંકેત આપે છે. કેટલાક તલ તમારી કારકિર્દી અને ભવિષ્ય વિશે પણ જણાવે છે. આજે અમે તમને જણાવીશું કે ગાલ પર તલ ધરાવતી વ્યક્તનો સ્વાભાવ અને વ્યવહાર કેવો હોય છે.
જે લોકોના ગાલની મધ્યમાં તલ હોય છે, આવા લોકો ખૂબ જ ભાવુક હોય છે. એવું માનવામાં આવે છે કે, આ લોકોનું ભાગ્ય ખૂબ જ ઝડપી હોય છે. તે જિંદગીમાં બહુ ઝડપથી બધું જ હાંસિલ કરવામાં સક્ષમ હોય છે. તે સમયથી આગળ ચાલે છે. જો કે તે સેન્સેટિંવ હોય છે બહુ જલ્દી નારાજ થઇ જાય છે.
ગાલના ઉપરના ભાગમાં તલ
સમુદ્ર શાસ્ત્રનું માનવું છે કે, જે લોકોના ગાલના ઉપરના ભાગમાં તલ હોય છે, આવા લોકો ખૂબ જ રચનાત્મક હોય છે. જો તમને કોઈ કામ સામાન્ય રીતે કરવાનું પસંદ નથી. તે દરેક કામમાં પોતાની કલાકારી બતાવવા માંગે છે. તેઓ જીવન પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે છે. તેમના જીવનમાં પૈસાની સ્થિતિ પણ સારી રહે છે. આવા લોકો હંમેશા પોતાની સાથે લોકોને ખુશ કરવાનો પ્રયાસ કરે છે.
આવા લોકો સહનશીલ હોય છે:
સામુદ્રિક શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે, જે લોકોના ગાલના નીચેના ભાગમાં તલ હોય છે, આવા લોકો ખૂબ સહનશીલ હોય છે. આ લોકોને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ તેમ છતાં, તેઓ જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓ સાથે લડીને આગળ વધે છે. તેઓ માને છે કે જીવન દુ:ખનો મહાસાગર છે જેમાં દરેકને ભોગવવું પડે છે.
ગાલની જમણી અને ડાબી બાજુએ તલ
એવું માનવામાં આવે છે કે જે લોકોને ગાલની જમણી બાજુ પર તલ હોય છે તે લોકો ખૂબ જ ધનવાન હોય છે. તેમને કોઈ વસ્તુની કમી નથી હોતી. હંમેશા આ ખુશનુમા વાતાવરણ જાળવી રાખવાનો પ્રયાસ કરો.જ્યારે ડાબી બાજુ તલ ધરાવતા લોકો એકાંત પ્રિય હોય છે. તેમને લોકો સાથે મળવું રહેવું પસંદ નથી. એવું કહેવાય છે કે જે લોકોના જમણા ગાલ પર તલ હોય છે તેમના લગ્ન જીવનમાં પ્રેમ અને રોમાંસ અકબંધ રહે છે. જો કે ડાબા ગાલ પર તસ વિશ્વાઘાત અને છેતરપિંડીને સૂચવે છે.
Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )