શોધખોળ કરો

અતુલ સુભાષ અને નિકિતાની આ રીતે થઇ હતી મુલાકાત, પછી બેંગલુરુમાં શું થયું, ભાઈએ ખોલ્યું ડાર્ક સિક્રિટ

બિહારના સમસ્તીપુરના અતુલ સુભાષ અને યુપીના જૌનપુરની નિકિતા સિંઘાનિયા… બંને વર્ષ 2019માં એક મેટ્રિમોનિયલ સાઇટ પર મળ્યા હતા. નિકિતાએ B.Tech કોમ્પ્યુટર સાયન્સ અને MBA ફાયનાન્સનો અભ્યાસ કર્યો હતો. અતુલ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર હતો. જ્યારે સંબંધ નક્કી થયો ત્યારે નિકિતાના પરિવારે કહ્યું કે તેઓ જલ્દી લગ્ન કરવા માંગે છે.

એન્જિનિયર અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં 4 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં તેમની પત્ની નિકિતા સિંઘાનિયાનું નામ પણ સામેલ છે. બંને કેવી રીતે અને ક્યાં મળ્યા? કેવી રીતે લગ્ન થયા પછી તેમની વચ્ચે સમસ્યાઓ ઉભી થવા લાગી. આવો જાણીએ આખી વાત અતુલના પિતરાઈ ભાઈના શબ્દોમાં...

બિહારના સમસ્તીપુરના અતુલ સુભાષ અને યુપીના જૌનપુરની નિકિતા સિંઘાનિયા… બંને વર્ષ 2019માં એક મેટ્રિમોનિયલ સાઇટ પર મળ્યા હતા. નિકિતાએ B.Tech કોમ્પ્યુટર સાયન્સ અને MBA ફાયનાન્સનો અભ્યાસ કર્યો હતો. અતુલ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર હતો. જ્યારે સંબંધ નક્કી થયો ત્યારે નિકિતાના પરિવારે કહ્યું કે તેઓ જલ્દી લગ્ન કરવા માંગે છે. કારણ હતું નિકિતાના પિતાની તબિયત. તે ખૂબ જ બીમાર રહેતા હતા.  તેથી જ તેઓ ઈચ્છતા હતા કે તેઓ જીવતા હોય ત્યારે તેમની પુત્રીના લગ્ન ઝડપથી થાય.

બંનેએ વારાણસીની એક હોટલમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ નિકિતા તેના સાસરે આવી હતી. અતુલ (પિતરાઈ ભાઈના જણાવ્યા અનુસાર, નિકિતા માત્ર બે દિવસ જ તેના સાસરિયાના ઘરે રહી હતી. ત્યારબાદ તે તેના પતિ સાથે બેંગ્લોર ગઈ હતી. શરૂઆતમાં બધું બરાબર હતું. પરંતુ બાળક થયા બાદ તેમની વચ્ચે ઝઘડા થવા લાગ્યા. નિકિતા પણ તેના પુત્ર વ્યોમ સાથે જૌનપુરમાં તેના માતાપિતાના ઘરે આવી હતી. અહીં આવ્યા પછી પણ તેમના સંબંધો સુધર્યા નહિ.

ત્યારબાદ નિકિતાએ જૌનપુરમાં અતુલ અને તેના પરિવાર વિરુદ્ધ 9 કેસ દાખલ કર્યા હતા. નીચલી કોર્ટમાં છ અને હાઈકોર્ટમાં ત્રણ, જેના કારણે તેને ઘણી વખત જૌનપુર જવું પડ્યું. પોતાની 24 પાનાની સુસાઈડ નોટમાં અતુલ સુભાષે ટોર્ચરનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે, દહેજનો કેસ નોંધાયા બાદ તે બેંગલુરુ, તેનો નાનો ભાઈ દિલ્હી અને તેના વૃદ્ધ માતા-પિતા બિહારથી લગભગ 120 વખત જૌનપુર કોર્ટમાં ગયો હતો. અતુલે કહ્યું કે જે વ્યક્તિને એક વર્ષમાં માત્ર 23 રજાઓ મળે છે તેને 40 વખત કોર્ટમાં હાજર રહેવું પડે છે.

જીવનનો અંત લાવતા પહેલા રેકોર્ડ કરાયેલા તે વીડિયોમાં સુભાષે કહ્યું, '2022થી વસ્તુઓને હેન્ડલ કરવી તેના નિયંત્રણની બહાર હતી. તેણીએ હત્યાનો, બીજો દહેજ ઉત્પીડનનો અને ત્રીજો અકુદરતી સેક્સનો કેસ દાખલ કર્યો હતો. જો કે તેની પત્ની દ્વારા કેટલાક કેસ પાછા ખેંચવામાં આવ્યા હતા. આવા અન્ય એક કેસમાં, સુભાષે દાવો કર્યો હતો કે ઊલટતપાસ દરમિયાન તેની પત્નીએ કબૂલ્યું હતું કે ,તેમણે  અગાઉ કરેલા હત્યાના આક્ષેપો કે તેણીના પિતાનું મૃત્યુ તેના પતિ દ્વારા મોટી રકમની માંગણી કરવામાં આવતા આઘાતને કારણે થયું હતું તે તમામ આરોપો ખોટો      હતા.

સોશિયલ મીડિયા પર નિકિતા સિંઘાનિયાની જોરદાર ટીકા થઈ રહી છે. કારણ કે તેણે પહેલા અતુલ પર કેટલાક આરોપો લગાવ્યા હતા અને પછી તેને પાછા ખેંચી લીધા હતા, જે જોતા પ્રથમ દ્રષ્ટીએ એવું લાગે છે કે તેણે મહિલા સુરક્ષા કાયદાનો દુરુપયોગ કર્યો હશે.

અતુલના પિતાએ શું કહ્યું?

મૃતકના પિતા પવન કુમારે કહ્યું- અતુલે અમને કહ્યું હતું કે, આર્બિટ્રેશન કોર્ટમાં લોકો કાયદા પ્રમાણે કામ કરતા નથી, સુપ્રીમ કોર્ટના નિયમો મુજબ પણ ત્યાં પ્રક્રિયાનું પાલન થતું નથી. પુત્રને વારંવાર જૌનપુર જવું પડ્યું. તે ઓછામાં ઓછા 40 વખત ઉપરગયો હશે. મારી પુત્રવધૂ અને તેની પત્ની એક પછી એક ખોટા આક્ષેપો કરતી રહી. તે કદાચ નિરાશ થઇ ગયો હશે પણ તેણે અમને ક્યારેય તેનો અહેસાસ થવા દીધો નથી. અચાનક અમને ઘટના વિશે ખબર પડી - તેણે અમારા નાના પુત્રને એક મેઇલ મોકલ્યો. જેમાં લખેલી વાતો સાચી છે. અમારો પુત્ર કયા સ્તરના તણાવમાં હશે તે અમે કહી શકતા નથી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Amazon Prime Video પર કન્ટેન્ટને લઇને કેવી રીતે કરી શકશો ફરિયાદ? જાણો સરળ પ્રોસેસ
Amazon Prime Video પર કન્ટેન્ટને લઇને કેવી રીતે કરી શકશો ફરિયાદ? જાણો સરળ પ્રોસેસ
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
પુષ્પા 2એ કલ્કિને આપી ધોબી પછાડ,બની ગઇ  ઇન્ડિયાની સૌથી ચોથી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
પુષ્પા 2એ કલ્કિને આપી ધોબી પછાડ,બની ગઇ ઇન્ડિયાની સૌથી ચોથી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
Embed widget