(Source: ECI/ABP News/ABP Majha)
Heart attack: હાર્ટ અટેકને લઇને NCRBનો રિપોર્ટ, ભારતમાં હાર્ટ અટેકથી મરનારાઓની સંખ્યામાં 12 ટકાનો વધારો
Heart attack: 2021ની સરખામણીમાં 2022માં હાર્ટ અટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં 12.5 ટકાનો વધારો થયો છે
Heart attack: 'નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો' (NCRB)ના નવા રિપોર્ટ અનુસાર, 2021ની સરખામણીમાં 2022માં હાર્ટ અટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં 12.5 ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2022 માં હાર્ટ અટેકના કારણે 32,457 લોકોના મોત થયા હતા, જે ગયા વર્ષે નોંધાયેલા 28,413 મૃત્યુ કરતા ઘણા વધારે છે. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે કોવિડ-19 પછી હાર્ટ અટેકના કારણે મૃત્યુની સંખ્યા સતત વધી રહી છે. ઘણા સંશોધનોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસને કારણે હાર્ટના ફંક્શનને ખૂબ અસર થઈ છે. માહિતી અનુસાર, વર્ષ 2022માં અચાનક મૃત્યુનો દર પણ વધ્યો છે. વર્ષ 2022માં અચાનક મૃત્યુનો કુલ આંકડો ઘણો આશ્ચર્યજનક છે. અચાનક મૃત્યુની સંખ્યા 56,450 છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં ચિંતાજનક રીતે વધી રહેલા વલણને દર્શાવે છે.
છેલ્લા ત્રણ વર્ષમાં હાર્ટ અટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં વધારો
વર્ષ 2022માં આ આંકડો 56,450 સુધી પહોંચી ગયો હતો જે જે ગયા વર્ષના 50,739ના આંકડા કરતાં 10.1 ટકા વધારે છે. 'NCRB'એ પોતાના રિપોર્ટમાં આકસ્મિક મૃત્યુની વ્યાખ્યા કરી છે. હાર્ટ અટેક અને બ્રેઈન સ્ટ્રોકના કારણે મૃત્યુમાં સતત વધારો થઈ રહ્યો છે. આ આંકડો 2020 માં 28,579 થી ઘટીને 2021 માં 28,413 થયો અને પછી 2022 માં વધીને 32,457 થયો.
આ કારણે આવે છે હાર્ટ અટેક
નિષ્ણાંતોએ ઘણા પરિબળો દર્શાવ્યા છે જે હાર્ટ અટેકનું જોખમ વધારે છે. જેમ કે ઉચ્ચ સોડિયમ ડાયટ, કસરતનો અભાવ, ધૂમ્રપાન, વધુ પડતો દારૂ પીવો, વધુ એક્ટિવ ન રહેવું. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે, હિમોગ્લોબિનનું ઊંચું સ્તર તમારા હૃદયના જોખમને પણ વધારી શકે છે. સ્ટ્રોક અને લોહી જાડુ થવું, જે પોલિસિથેમિયા તરીકે ઓળખાય છે.
આ વધારાના કોષો લોહીને ઘટ્ટ કરે છે. તેના પ્રવાહને ધીમો કરે છે અને લોહી ગંઠાવું જેવી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. 'નેશનલ હેરાલ્ડ' અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર, હિમેટોલોજી અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટના પ્રિન્સિપલ ડાયરેક્ટર ડૉ. રાહુલ ભાર્ગવના મતે હાઈ હિમોગ્લોબિન લેવલને અવગણવું જોઈએ નહીં કારણ કે તેનાથી લોહી ગંઠાઈ જવાનું જોખમ વધી શકે છે અને ક્યારેક ક્યારેક સ્ટ્રોક, હાર્ટ અટેક અને પગ અને પેટમાં લોહીના ગંઠાવા જેવી ખતરનાક સ્થિતિ બની શકે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )