(Source: ECI/ABP News/ABP Majha)
Health tips:ગુણોનો ખજાનો છે આ ચીજના ફોતરા, જાણો ક્યાં રોગમાં છે રામબાણ ઇલાજ
ભોજનનો સ્વાદ વધારવા માટે હોય કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે, દરેક ઘરમાં લસણનો ઉપયોગ થાય છે પરંતુ શું તમે જાણો છો કે માત્ર લસણ જ નહીં, તેના ફોતરા પણ સ્વાસ્થ્ય અને સુંદરતા બંનેને જાળવી રાખવામાં તમારી મદદગાર છે.
Health tips:ભોજનનો સ્વાદ વધારવા માટે હોય કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે, દરેક ઘરમાં લસણનો ઉપયોગ થાય છે પરંતુ શું તમે જાણો છો કે માત્ર લસણ જ નહીં, તેના ફોતરા પણ સ્વાસ્થ્ય અને સુંદરતા બંનેને જાળવી રાખવામાં તમારી મદદગાર છે. લસણની છાલ, જેને ઘણીવાર નકામી ગણીને કચરામાં ફેંકી દેવામાં આવે છે, તે એન્ટી-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ અને એન્ટિ-ફંગલ ગુણોથી ભરપૂર હોય છે. ત્વચાની તંદુરસ્તી જાળવવાની સાથે તે વ્યક્તિને ઘણી બીમારીઓથી દૂર રહેવામાં પણ મદદ કરે છે.આવો જાણીએ લસણની છાલના આવા જ કેટલાક અદ્ભુત ફાયદાઓ વિશે
લસણ સ્વાસ્થ્યવર્ધી ગુણોનો ભંડાર છે. લસણની કળી વેઇટ લોસ, બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા સહિતની અનેક સમસ્યાના નિવારણમાં રામબાણ ઇલાજ છે. તો લસણના ફોતરા પણ કમ ફાયદાકારક નથી. લસના ફોતરા પણ સ્વાસ્થવર્ધી અને સૌદર્યવર્ધી ગુણો ઘરાવે છે. ફોતરાને કચરો સમજીને ફેંકી દેવાની બદલે તેનો શરીરની ખાસ કરીને ત્વચાની કેટલીક સમસ્યામાં ઉપયોગ કરી શકાય છે. તો ચાલો જાણીએ કઇ સમસ્યામાં લસણના ફોતરાનો કેવી રીતે ઉપયોગ કરવો
જો સૂપ, સ્ટોક અને શાકભાજીમાં લસણના ફોતરાનો ઉપયોગ કરવામાં આવે તો તે ખોરાકને વધારાનું પોષણ આપે છે. તે ભોજનમાં સ્વાદ પણ વધારે છે.
લસણમાં એન્ટિફંગલ ગુણો જોવા મળે છે. જેના કારણે ત્વચાની ખંજવાળની સમસ્યા ઓછી થાય છે. રાહત મેળવવા માટે, લસણના પાણીનો ઉપયોગ ખંજવાળ આવતી હોય તે જગ્યાએ કરી શકો છો.
જો લસણની છાલને પાણીમાં ઉકાળીને તેનો ઉપયોગ વાળમાં કરવામાં આવે તો તેનાથી વાળ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
લસણની છાલને પીસીને મધમાં ભેળવીને સવાર-સાંજ ખાવાથી અસ્થમાના દર્દીઓને ફાયદો થાય છે.
પગમાં સોજો આવે ત્યારે લસણની છાલને પાણીમાં ઉકાળો. આ પાણીમાં તમારા પગને થોડીવાર માટે પલાળી રાખો.
લસણની છાલની પેસ્ટ બનાવી તેમાં લીંબુનો રસ મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો. થોડા જ દિવસોમાં વાળમાં પડેલી જૂથી છૂટકારો મળશે.
લસણમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ પિમ્પલ્સની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
લસણની છાલને પાણીમાં નાખીને ઉકાળો. આ પાણીથી વાળ ધોઈ લો, વાળ સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે.
લસણની છાલનો ભૂકો કરીને અથવા પાણીમાં ઉકાળીને તેનો ઉપયોગ કરો. તેને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખવાથી તેના પોષક તત્વોમાં ઘટાડો થાય છે. તેથી સ્ટોર કરીને ઉપયોગ કરવાનું ટાળો,
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, abp અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )