Health Tips: કોરોના બન્યો છે બેકાબૂ, શાકાહારી લોકો ડાયટમાં આ વસ્તુ સામેલ કરીને ઈમ્યુનિટી બનાવી શકે છે મજબૂત
Immunity Boosting Food: કોરોના મહામારીમાં ઈમ્યુનિટી મજબૂત હોવી કેટલી જરૂરી છે તે આપણે સૌ જાણીએ છીએ. સ્વાસ્થ્ય નિષ્ણાતોના કહેવા મુજબ જે લોકોની ઈમ્યુનિટી નબળી હોય છે તેમને કોરોનાનું સંક્રમણ થવાનો વધારો ખતરો હોય છે. કોરોના કાળમાં શરદી-ઉધરસથી પણ લોકોની ઉંઘ ઉડી જાય છે. આ સ્થિતિમાં સંક્રમણથી બચવાનો ઉપાય જરૂરી છે.
Immunity Boosting Food: કોરોના મહામારીમાં (Corona Pandemic) ઈમ્યુનિટી (Immunity) મજબૂત હોવી કેટલી જરૂરી છે તે આપણે સૌ જાણીએ છીએ. સ્વાસ્થ્ય નિષ્ણાતોના (Health Experts) કહેવા મુજબ જે લોકોની ઈમ્યુનિટી નબળી હોય છે તેમને કોરોનાનું સંક્રમણ થવાનો વધારો ખતરો હોય છે. કોરોના કાળમાં શરદી-ઉધરસથી પણ લોકોની ઉંઘ ઉડી જાય છે. આ સ્થિતિમાં સંક્રમણથી બચવાનો ઉપાય જરૂરી છે. કેટલાક રિસર્ચમાં એવો ખુલાસો થયો છે કે ઘણા શાકાહારી ખાદ્ય પદાર્થ ઈમ્યુનિટી (Immunity Boosting Food) વધારવામાં કારગર સાબિત થાય છે.
બ્રોકલીઃ બ્રોકલીને (broccoli) પોષક તત્વનો ભંડાર માનવામાં આવે છે. આ કારણે ઈમ્યુનિટી વધારનારા ખાદ્ય પદાર્થમાં તેનો સમાવેશ કરી શકાય છે. તેમાં વિટામિન એ, સી અને ઈ મળે છે. ઉપરાંત એન્ટી ઓક્સીડેંટ્સ પણ હોય છે. એક કટોરી બ્રોકલીમાં બીટા કેરાટીન, જિંક અને સેલેનિયમ પણ હોય છે.
મશરૂમઃ રોગ પ્રતિકારક શક્તિને વધારવા મશરૂમને (mushroom) ડાયટમાં જરૂર સામેલ કરવું જોઈએ. તેમાં વિટામિન ડી ભરપૂર માત્રમાં હોય છે. તેના સેવનથી શરીરમાં પૂરતી માત્રામાં શ્વેતકણ બને છે. જે કોઈપણ પ્રકારના સંક્રમણથી બચાવે છે.
ફુદીનાઃ ફુદીનાના (pudina) પત્તામાં ભરપૂર માત્રામાં ફોસ્ફરસ, કેલ્શિયમ અને વિટામિન સી હોય છે. જે રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત કરે છે. શરીરમાં જોવા મળતી કોશિકામાં કોઈપણ પ્રકારના નુકસાનને ઠીક કરવામાં ફુદીનાના પત્તા સક્ષમ છે.
પાલકઃ પાલકમાં (palak) ઈમ્યુનિટી વધારનારા દરેક ગુણો છે. પાલકમાં ફોલેટ હોય છે, જે શરીરમાં નવા સેલ્સનું નિર્માણ કરે છે. ઉપરાંત ડીએનએ રિપેર કરવામાં પણ મદદ કરે છે. તમે પાલકનું શાક, સૂપ, પાસ્તા કે સલાટ બનાવીને પણ ખાઈ શકો છો.
કોલ્ડ પ્રેસ્ડ વર્જિન કોકોનટ ઓયલઃ સ્વાસ્થ્ય માટે કૂકિંગ ઓયલ ખૂબ જરૂરી છે. આ સ્થિતિમાં વર્જિન કોકોનટ ઓયલને (cold pressed coconut oil) પ્રાકૃતિક સુપરફૂડ કહેવાય છે. તેમાં મીડિયમ ચેન ટ્રાઈગ્લિસરાઈડ્સ હોય છે. જે ઈમ્યુન બૂસ્ટિંગ એજન્ટ કરીકે કામ કરે છે. નારિયેળ તેલમાં મોનો-એલ્યુરિન મળે છે, જે એન્ટી વાયરલ હોય છે. તેથી નારિયેળ તેલનું સેવન ફાયદાકારક છે.
Immunity Boosters: ફરી વધી રહ્યો છે કોરોનાનો કહેર, આ ચીજોને કરો આહારમાં સામેલ, ઈમ્યૂનિટી થશે મજબૂત
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )