શોધખોળ કરો

શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન B-12 ખૂબ જ જરૂરી, ડાયેટમાં સામેલ કરો આ ફૂડ

શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન B-12 ખૂબ જ જરૂરી છે. જ્યારે શરીરમાં વિટામીન B-12 ની ઉણપ હોય ત્યારે  નર્વસ સિસ્ટમને અસર થાય છે.

Vitamin B12 : શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન B-12 ખૂબ જ જરૂરી છે. જ્યારે શરીરમાં વિટામીન B-12 ની ઉણપ હોય ત્યારે  નર્વસ સિસ્ટમને અસર થાય છે. વિટામિન B-12 લાલ રક્તકણોની રચના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિટામિન B-12 શરીરમાં ફોલિક એસિડના પરિવહનમાં પણ મદદ કરે છે. જો શરીરમાં વિટામિન B-12 ની ઉણપ હોય તો તેના કારણે  અનેક સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી માનસિક સમસ્યાઓ, હાડકા અને સાંધાની સમસ્યાઓ અને એનિમિયાનું જોખમ વધે છે. 

આહારમાં વિટામિન B-12 થી ભરપૂર ખોરાકનું સેવન કરીને ઉણપને પુરી કરી શકો છો. જો કે શાકાહારીઓ માટે વિટામિન B-12 ના સ્ત્રોત બહુ ઓછા છે, પરંતુ આપ આ ખોરાકને આહારમાં સામેલ કરીને વિટામિન B-12 ની ઉણપને પૂરી કરી શકો છો.

શરીરને સ્વસ્થ રાખવા અને તેના યોગ્ય કામકાજ માટે આયર્ન, કેલ્શિયમ અને પ્રોટીનની માફક વિટામિન B-12ની પણ એટલી જ જરૂર પડે છે. તેની ઉણપથી શરીર કમજોર અને બીમાર થઇ શકે છે. ભારતમાં વિટામિન B-12ની ઉણપ એક સાયલન્ટ બીમારી તરીકે સામે આવી રહી છે. જેનું સૌથી મોટું કારણ  ખાનપાન અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલ છે.

વિટામિન B-12 કોબાલામિન (Cobalamin) પણ કહેવામાં આવે છે. જે રેડ બ્લડ સેલ્સ બનાવવા, ડીએનએ બનાવવા અને ન્યૂરોલોજિકલ હેલ્થ માટે જરૂરી છે. તેની ઉણપથી અનેક પ્રકારના લક્ષણો અને સ્વાસ્થ્ય સંબંધિત જટિલતાઓ થઇ શકે છે. જેમાં થાક અને કમજોરીથી લઇને ગંભીર તંત્રિકા સંબંધિત વિકાર અને એનિમિયા પણ સામેલ છે.

ભોજનમાં વિટામિન B-12થી ભરપૂર ખાદ્યપદાર્થો સામલે કરવાથી તેની ઉણપ દૂર કરવામાં મદદ મળી શકે છે. આ માટે ડાયટમાં ચિકન, મટન, ફીશ, ઇંડા, બીન્સ, દાળ, ડેરી પ્રોડક્ટ્સ, સાબુત અનાજ , ફળ અને શાકભાજી સામેલ કરવા જોઇએ.

સોયાબીન

સોયા ઉત્પાદનોમાં વિટામીન B-12 ભરપૂર માત્રામાં જોવા મળે છે. તમે સોયા મિલ્ક, ટોફુ   ખાઈ શકો છો.

દહીં

આપને  ભોજનમાં દહીંનો સમાવેશ કરવો જ જોઈએ. દહીંમાં વિટામિન B2, B1 અને B12 મળી આવે છે. વિટામિન B-12ની ઉણપને પૂરી કરવા માટે તમે ઓછી ચરબીવાળા દહીંને આહારમાં સામેલ કરી શકો છો.

 ઓટ્સ

ઓટ્સ ખાવાથી શરીરને ફાઈબર અને વિટામિન્સ મળે છે. ઓટ્સ વિટામિન B12 થી ભરપૂર હોય છે જે આપને સ્વસ્થ રાખે છે.

 દૂધ

વિટામિન B12 માટે  આહારમાં દૂધનો સમાવેશ કરવો જ જોઈએ. દૂધમાં વિટામિન B12 સારી માત્રામાં જોવા મળે છે.

પનીર

 પનીરમાં પણ વિટામીન B12 ભરપૂર માત્રામાં હોય છે. કોટેજ ચીઝમાં વિટામિન બી પણ   હોય  છે. શાકાહારી લોકો માટે આ એક સારો વિકલ્પ છે.

બ્રોકોલી

આપના ભોજનમાં બ્રોકોલીનો પણ સમાવેશ કરવો. તેમાં વિટામિન B12 સાથે ફોલેટ એટલે કે ફોલિક એસિડ પણ હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. 

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનો લાગુ કરતાં પહેલાં કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
Embed widget