શોધખોળ કરો

Health Tips: આ લોકો માટે રામબાણ છે અખરોટનું સેવન, ફાયદા જાણશો તો આજથી જ ખાવાનું શરુ કરી દેશો

Health Tips: અખરોટ એક એવું ડ્રાય ફ્રુટ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને ઘણી રીતે આહારમાં સામેલ કરી શકાય છે.

Health Tips:  શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે અનેક પ્રકારની વસ્તુઓનું સેવન કરીએ છીએ અને તેમાંથી એક છે ડ્રાયફ્રૂટ્સ. સુકા મેવાને પોષણનો ખજાનો કહેવામાં આવે છે. કેટલાક ડ્રાય ફ્રુટ્સ એવા છે જેના સેવનથી શરીરને સમસ્યાઓથી બચાવવામાં મદદ મળે છે. અખરોટ એક એવું ડ્રાય ફ્રુટ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ડ્રાયફ્રુટનું રોજ સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થઈ શકે છે. અખરોટમાં ફાઈબર, મેંગેનીઝ, મેગ્નેશિયમ, કોપર, આયર્ન, કેલ્શિયમ, ઝિંક, પોટેશિયમ, વિટામિન બી6, ફોલેટ અને થાઈમીન જેવા પોષક તત્ત્વો મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદરૂપ થાય છે. તો ચાલો જાણીએ આ ડ્રાયફ્રુટ ખાવાના ફાયદા અને રીત.

ખોરાકમાં અખરોટનો સમાવેશ કેવી રીતે કરવો ?
અખરોટને આહારમાં ઘણી રીતે સામેલ કરી શકાય છે. તમે તેને સીધું ખાઈ શકો છો અથવા તેને પલાળી શકો છો. અખરોટને સલાડમાં ઉમેરીને પણ ખાઈ શકાય છે. તમે તેને નાસ્તામાં ઓટ્સમાં ઉમેરીને પણ ખાઈ શકો છો. શિયાળામાં તમે ઈચ્છો તો અખરોટને પલાળ્યાં વગર ખાઈ શકો છો, પરંતુ ઉનાળામાં તમારે અખરોટને પલાળ્યાં પછી જ ખાવા જોઈએ. અખરોટને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેને ખાઓ. આ રીતે અખરોટ ખાવાથી તમને ઘણા ફાયદા થાય છે.

અખરોટ ખાવાના ફાયદા

1. હૃદય-

અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે.

2. બ્રેન હેલ્થ

અખરોટનો આકાર મગજ જેવો છે અને તે યાદશક્તિ વધારવામાં મદદરૂપ છે.

3. સ્થૂળતા

અખરોટમાં ઉચ્ચ ફાઇબર અને પ્રોટીન હોય છે, જે લાંબા સમય સુધી પેટ ભરી રાખે છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

4. ડાયાબિટીસ

દરરોજ અખરોટ ખાવાથી બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

5. હાડકાં

અખરોટમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજો હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

6. ત્વચા

અખરોટમાં હાજર આવશ્યક ફેટી એસિડ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં અને વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે.

દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઇએ?

દિવસમાં 2થી3 અખરોટ ખાવા જોઇએ, જો કે તેનાથી વધુ અખરોટ ખાવાથી નુકસાન પણ થઇ શકે છે.

આ પણ વાંચો...

Health: શું સ્નાન કર્યા બાદ તરત જ સૂઈ જવાથી મગજ નબળું પડે છે? જાણો શું છે સચ્ચાઈ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Embed widget