Summer fruits:ગરમીની સિઝનમાં આ ફળ છે ઉત્તમ, જાણો તેની ન્યુટ્રિશિયન વેલ્યૂ અને ફાયદા
ગરમીની સિઝનમાં હાઇડ્રેઇટ રહેવા માટે સાકર ટેટી અને તરબૂચ બેસ્ટ ફળ છે. ઉનાળામાં રાહત તરીકે કામ કરે છે. તો ચાલો ઉનાળાની ઋતુના આ બે ફળોની સરખામણી કયું ફળ ખાવાથી વધુ ફાયદા થાય છે અને ક્યુ ફળ સ્વાસ્થ્ય માટે વધુ હિતકારી છે.
Summer fruits:ગરમીની સિઝનમાં હાઇડ્રેઇટ રહેવા માટે સાકર ટેટી અને તરબૂચ બેસ્ટ ફળ છે. ઉનાળામાં રાહત તરીકે કામ કરે છે. તો ચાલો ઉનાળાની ઋતુના આ બે ફળોની સરખામણી કયું ફળ ખાવાથી વધુ ફાયદા થાય છે અને ક્યુ ફળ સ્વાસ્થ્ય માટે વધુ હિતકારી છે.
સાકર ટેટીમાં 90% પાણી હોય છે. તેમાં ડાયેટરી ફાઈબર પણ હોય છે. સાકર ટેટીમાં ઓછી કેલરી અને ચરબી હોય છે જે તેને વજન ઘટાડવા માટે ઉત્તમ વિકલ્પ બનાવે છે. તે લ્યુટીન, બીટા-કેરોટીન અને ઝેક્સાન્થિન જેવા એન્ટીઑકિસડન્ટોમાં પણ વધારે છે. આ તમામ આંખની રોશની પણ વધારે છે. સાકર ટેટીમાં વિટામિન સી પણ ભરપૂર હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેમાં સોજા વિરોધી ગુણધર્મો પણ છે જે સંધિવાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે.
સાકર ટેટીની સરખામણીમાં તરબૂચમાં 92 ટકા પાણી હોય છે. તરબૂચ પોષક તત્વો અને ખનિજોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન એ અને સી હોય છે. આ બંને પોષક તત્વો એકંદરે આરોગ્ય જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિટામિન સીની સારી માત્રા અને એન્ટીઑકિસડન્ટો જેવા કે લાઇકોપીન, કેરોટીનોઇડ્સ અને કુકરબીટાસિન શરીરમાં મુક્ત રેડિકલને કારણે થતા ઓક્સિડેટીવ નુકસાન અને તણાવથી શરીરને રોકવામાં મદદ કરે છે. તરબૂચમાં મોજૂદ કુકર્બિટાસિન અને લાઇકોપીન કેન્સરના જોખમને ઘટાડે છે.
એલોવેરા જ્યુસનો આ એક સપ્તાહનો પ્લાન અપનાવો, ગ્લોઇંગ સ્કિનની સાથે મળશે આ અદભૂત ફાયદા
- ત્વચા, વાળ અને પેટ માટે એલોવેરા ખૂબ જ ગુણકારી છે. એલોવેરા લગાવવાથી ત્વતાના ડાઘ દૂર થાય છે. પિમ્પલ દૂર થાય છે. ગ્લોઇંગ સ્કિન માટે પણ એલોવેરા બેસ્ટ છે.
- એલોવેરા જ્યુસ પીવાથી પેટ સંબંધિત બીમારી દૂર થઇ જાય છે. એલોવેરાનો ઉપયોગ કરવાથી આશ્ચર્યજનક પરિણામ મળે છે, સતત સાત દિવસ સુધી એલોવેરાનું જ્યુસ પીવાથી અદભૂત રિઝલ્ટ મળે છે.
- પહેલા દિવસે એલોવેરાના પ્લાન્ટનું એક પાન કાપી લો. તેના સારી રીતે ધોઇ લો. વચ્ચેથી કાપીને ચમ્મચથી હલાવો,. હવે તેમાં થોડું પાણી નાખીને જ્યુસ બનાવી લો. પહેલા દિવસે આપને આ જ્યુસ પીવાનું છે.
- એલોવેરા જ્યુસ પીવાથી બીજા દિવસે જ આપની સ્કિનમાં થોડો ફરક દેખાશે. એલોવેરાનું જ્યુસ પીવાથી અનેક ફાયદા મળે છે. ત્વચાનો સોજો ઓછો થાય છે. બીજા દિવસે પેટ અને ત્વચા બંને સાફ થઇ જશે.
- ત્રીજા દિવસે એલોવેરાનું જ્યુસ પીવાથી આપની સ્કિનની ટેનિંગ ઓછી થવા લાગશે,. ગરમીમાં સનબર્નના કારણે ત્વચા કાળી થઇ જાય છે. જે એલોવેરાના જ્યુસથી ક્લિન થાય છે. એલોવેરાના એન્ટીઓક્સિડન્ટ ગુણ છે. જેનાથી બર્ન સ્કિન ઠીક થઇ જાય છે.
- હવે ચોથા દિવસે આપને મહેસૂસ થવા લાગશે કે, આપની સ્કિનની ડ્રાઇનેસ ખતમ થઇ રહી છે. આપની સ્કિનમાં મોશ્ચરાઇઝ થશે. આવું રિઝ્લ્ટ એટલા માટે મળે છે કે, એલોવેરાના પ્લાન્ટમાં 98 ટકા પાણી હોય છે. એલોવેરાનું જ્યુસ પીવાથી અને લગાવવાખથી સ્કિન હાઇડ્રેઇટ રહે છે.
પાંચમા દિવસે આપની આખી બોડીમાં તેની અસર જોવા મળશે. આપની સ્કિન ગ્લો કરવા લાગશે. પેટની સમસ્યા પણ દૂર થશે. વાળ પણ સોફ્ટ અને ગ્લોઇંગ બનશે. - 6 દિવસમાં જ આપને એલોવેરા જ્યુસના અનેક ફાયદા જોવા મળશે. તેનાથી આપનું બ્લડ ફ્લો પણ સારૂ રહેશે અને બેક્ટેરિયા પણ દૂર થઇ જશે. પિમ્પ્લની સમસ્યા દૂર થઇ જશે.
સાતમા દિવસે એલોવેરાના જ્યુસના સેવનનું અદભૂત રિઝલ્ટ જોવા મળશે. તેને પીવાથી ત્વચા હળવી ગ્લોઇંગ, નરમ અને ક્લિન થવા લાગે છે. તો આપ નિયમિત રીતે એલોવેરાનું જ્યુસ નથી પીતા તો શરૂ કરી દો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )