Health Tips: શિયાળામાં સતત રહે છે તમારા હાથ પગ ઠંડા, તો અવગણશો નહી
શિયાળામાં ઠંડા પગ હાઈપોથાઈરોડિઝમની નિશાની હોઈ શકે છે. જ્યારે શરીર પૂરતા પ્રમાણમાં હોર્મોન્સ બનાવી શકતું નથી, ત્યારે તેને હાઇપોથાઇરોડિઝમ કહેવામાં આવે છે.
Health Tips: શિયાળામાં તાપમાન નીચું જવાને કારણે ઠંડી લાગવી સામાન્ય બાબત છે. ઘણા લોકોના તો હાથ-પગ સતત ઠંડા રહેતા હોય છે. શિયાળાની ઋતુમાં તમારા શરીરના ખુલ્લા ભાગ જેવા કે હાથ-પગ અને નાક-કાન ઠંડા થઈ જાય છે. પરંતુ કેટલાક લોકોને ગરમ કપડા પહેર્યા પછી પણ આ સમસ્યામાંથી છુટકારો મળતો નથી. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જો તમને પણ આવી જ સમસ્યા છે તો આ સમસ્યાને અવગણશો નહીં. કારણ કે તે તમારા શરીરમાં કોઈ બીમારી હોવાનો સંકેત પણ હોઈ શકે છે. ઘણા લોકો આ લક્ષણોને શિયાળાની સામાન્ય અસર માને છે, પરંતુ એવું નથી, જો તમારા હાથ-પગ હંમેશા બરફની જેમ ઠંડા રહે છે, તો સમજો કે તે તમારા શરીરમાં થતી કોઈ બીમારીના લક્ષણો દર્શાવે છે.
શિયાળામાં પગ હંમેશા બરફની જેમ ઠંડા રહે છે તે પણ હાઈપોથાઈરોડિઝમ રોગની નિશાની હોઈ શકે છે. હવે તમને પ્રશ્ન થશે કે હાઈપોથાઈરોડિઝમ શું છે? તો તમને જણાવી દઈએ કે જ્યારે શરીર પૂરતા પ્રમાણમાં હોર્મોન્સ નથી બનાવી શકતું ત્યારે તેને હાઈપોથાઈરોડિઝમ કહેવામાં આવે છે. આ રોગ તમારા શરીરને ઘણી રીતે અસર કરે છે અને તેમાંથી એક શિયાળામાં ઠંડા પગ રહેવા. આ માટે ટેસ્ટ કરાવી લેવી ખૂબ સારોજેથી એ ખ્યાલ આવશે કે તમે પણ આ બીમારીથી પીડિત છો કે નહિ ?
તણાવ તો નથી હાઈપોથાઈરોડિઝમનું કારણ ?
તમારા હાથ-પગ ઠંડા રહેવાનું એક કારણ એ પણ હોઈ શકે છે કે તમે વધુ પડતો તણાવ કે ટેન્શન લો છો. નોંધ લો કે સ્ટ્રેસ લેવાથી આપણા શરીરના લોહીના પ્રવાહને પણ અસર થાય છે. આ કારણથી જ્યારે શરીરમાં લોહીનો પ્રવાહ ખરાબ થઈ જાય છે, તો તમારી આંગળીઓ અને અંગૂઠો ઠંડા થવાનું મુખ્ય કારણ આ પણ હોઈ શકે છે.
હાર્ટ એટેકનું જોખમ
જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે હોય છે, ત્યારે તમારા શરીરમાં પરિભ્રમણની સમસ્યા થાય છે. આ કારણે પણ તમારા પગ હંમેશા ઠંડા રહી શકે છે. એટલા માટે ધ્યાનમાં રાખો કે સમયસર તમારા શરીરની તપાસ કરાવતા રહો જેથી એ જાની શકાય કે તમે પણ આ રોગથી પીડિત છો કે નહિ. તમને જણાવી દઈએ કે શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે હોવાથી સ્ટ્રોક અને હાર્ટ એટેકનો ખતરો પણ વધી જાય છે. આ બાબતે તમે તમારા નજીકના ડોક્ટરની સલાહ પણ લઈ શકો છો.
હાથ પગ ઠંડા પડવા એ ડાયાબિટીસની નિશાની
આજના સમયમાં મોટાભાગના લોકો ડાયાબિટીસ જેવી બીમારીઓથી ઝઝૂમી રહ્યા છે, જેના કારણે આવા દર્દીઓને ખાસ કરીને હાઈ બ્લડ શુગર લેવલની સમસ્યાનો સામનો કરવો પડે છે. ડાયાબિટીસના મોટાભાગના દર્દીઓને પેશાબ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે આ રોગમાં વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય છે. આ ઉપરાંત, જો તમારા ઘા રૂઝાઈ રહ્યા નથી, તો આ પણ તે ડાયાબિટીસ સૂચવે છે. તેમજ આ બીમારીમાં પણ ઠંડીના કારણે લોકોના હાથ-પગ સુન્ન થઈ જાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )