Milk Benefits : વજન ઘટાડવા માટે કયાં સમયે પીવું જોઇએ દૂધ, જાણો ક્યાં સમયે પીવાથી વધે છે વેઇટ
Milk Benefits : દૂધને લઇને બે મત જોવા મળે છે. કેટલાક લોકો દૂધનું સેવન વેઇટ લોસમાં જરૂરી માને છે જ્યારે કેટલાક ડાયટના એવા પ્રકાર છે, જેમાં ડેરી પ્રોડક્ટ લેવાની મનાઇ કરવામાં આવે છે.

Milk Benefits :આપણે બધા જ બાળપણથી જ દૂધ પીતા હોઇએ છીએ. બાળપણમાં પેરેન્ટસ જબરદસ્તી ગમે તેમ કરીને બાળકને દૂધ પીવડાવવાનો આગ્રહ રાખે છે. કારણ કે દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન અને આવશ્યક વિટામિન હોય છે. જે ઉર્જા પ્રદાન કરે છે અને આપણા શરીરને સ્વસ્થ રાખે છે. પરંતુ શું તમે દૂધ પીવાનો યોગ્ય સમય જાણો છો, જે આપણને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે?
વજન ઓછું કરવા માટે દૂધ પીવાનો યોગ્ય સમય
વજન ઘટાડવા માટે દૂધ પીવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે. સવારનું દૂધ તમારા ચયાપચયને વેગ આપે છે, જે આખા દિવસ દરમિયાન ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વધુમાં, સૂતા પહેલા ક્યારેક ક્યારેક દૂધ પીવાથી મોડી રાતની ભૂખ ઓછી થાય છે અને રાત્રે સ્નાયુઓની મરામત થાય છે. વજન ઘટાડવા માટે ઓછી ચરબીવાળા દૂધ અથવા સ્કિમ મિલ્કના વિકલ્પો સારા માનવામાં આવે છે.
વજન વધારા માટે ક્યાં સમયે પીશો દૂધ
વજન વધારવા માટે દૂધ પીવાનો શ્રેષ્ઠ સમય ભોજન વચ્ચે અથવા સૂતા પહેલાનો હોય છે. ભોજન વચ્ચે દૂધ પીવાથી શરીરને વધુ કેલરી અને પોષક તત્વો મળે છે. એ નોંધવું યોગ્ય છે કે, સૂતા પહેલા દૂધ પીવાથી પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ પૂર્તિ થાય છે પરંતુ આ આદત વજન વધારવામાં મદદ કરે છે.
જો આપ મસલ્સ બનાવા માંગતા હો તો દૂધ પીવાનો શ્રેષ્ઠ સમય કસરત પછીનો છે. દૂધમાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સનું મિશ્રણ મલસ્લ રિકવરી અને તેના ગ્રોથમાં મદદ કરે છે. કસરત કર્યાના 30 મિનિટથી એક કલાકની અંદર દૂધનું સેવન સ્નાયુઓની વૃદ્ધિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ગ્લોઇંગ સ્કિન માટે દૂધનું સેવન ક્યાં સમયે કરવું
ગ્લોઇંગ સ્કિન માટે, દૂધ પીવાનો શ્રેષ્ઠ સમય સૂતા પહેલાનો છે. દૂધમાં વિટામિન A, વિટામિન D અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે, જે ત્વચાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. સૂતા પહેલા દૂધ પીવાથી આ પોષક તત્વો રાતભર કામ કરે છે, ત્વચાના રિપેર થવામાં મદદ મળશે છે અને તમારા ચહેરાને કુદરતી ચમક મળે છે. વધુમાં જો આપ રૂટિન સ્કિન કેરમાં દૂધનો સમાવેશ કરો છો તો તમારા ચહેરાને વધુ તેજસ્વી અને સ્વસ્થ દેખાવામાં મદદ કરે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )



















