Hot vs Cold Showers: ગરમ કે ઠંડુ કયાં પાણીથી સ્નાન કરવું આપને રાખશે તંદુરસ્ત, જાણો એક્સ્પર્ટનો મત
Hot vs Cold Showers: આપણે દરરોજ સ્નાન કરીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કયા પાણીથી સ્નાન કરવું, ઠંડુ કે ગરમ, આપણી તંદુરસ્ત જીવનશૈલી માટે વધુ ફાયદાકારક શું છે?
Hot vs Cold Showers: આપણે દરરોજ સ્નાન કરીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કયા પાણીથી સ્નાન કરવું, ઠંડુ કે ગરમ, આપણી તંદુરસ્ત જીવનશૈલી માટે વધુ ફાયદાકારક શું છે?
આપણે દરરોજ સ્નાન કરીએ છીએ પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઠંડા કે ગરમ ક્યાં પાણીથી સ્નાન કરવું આપણી તંદુરસ્ત જીવનશૈલી માટે વધુ ફાયદાકારક છે. શરીરને સ્વચ્છ રાખવા માટે દરરોજ સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે. સ્નાન કરવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કયું પાણી, ઠંડુ કે ગરમ, સ્નાન માટે યોગ્ય છે? તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે દરરોજ સ્નાન કરવાથી ડિપ્રેશન, ચિંતા અને તણાવ જેવી બીમારીઓ સામે લડવામાં પણ મદદ મળે છે. માનસિક એકાગ્રતા માટે દરરોજ સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે. કેટલાક લોકો હમેશા હૂંફાળા પાણીથી નહાવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો ઠંડા પાણીથી નહાવાનું પસંદ કરે છે. કેટલાક લોકો હવામાન અનુસાર પાણી પસંદ કરે છે. ઉદાહરણ તરીકે, જો ગરી હોય તો ઠંડા પાણીથી સ્નાન કરવું પસંદ કરે છે. અને જો ઠંડું હોય તો ગરમ પાણીથી સ્નાન કરે છે. સ્વાસ્થ્ય માટે ક્યું શ્રેષ્ઠ જાણીએ
ઠંડુ કે ગરમ ક્યાં પાણીથી ન્હાવું હિતાવહ
ઠંડા પાણીથી સ્નાન કરવાથી આળસ દૂર થાય છે અને આખા શરીરમાં ઉર્જાનો અનુભવ થાય છે.ડિપ્રેશનમાંથી પણ રાહત મળે છે. ફેફસાં યોગ્ય રીતે કામ કરે છે. રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે. જેના કારણે ઈન્ફેક્શનનો ખતરો ઓછો થઈ જાય છે.
ગરમ પાણીથી ન્હાવવાના ફાયદા
ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીર સારી રીતે સાફ થાય છે.સ્નાયુઓમાં દુખાવો દૂર થાય છે.લોહીમાં સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. જેના કારણે ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે.ઉધરસ અને શરદીમાં ગરમ પાણીથી સ્નાન કરવું વધુ ફાયદાકારક છે.
આ ખાસ ટ્રીકથી પસંદ કરો પાણીની ટાઇપ
આ ખાસ યુક્તિઓનો ઉપયોગ કરીને પાણીનો પ્રકાર પસંદ કરી શકો છો. બાળકો અથવા વૃદ્ધોને ગરમ પાણીથી સ્નાન કરવાની સલાહ આપવામાં આવે છે. તમારા શરીર પ્રમાણે પાણીની પસંદ કરો. જો તમારી પિત્ત પ્રકૃતિ છે તો ન્હાવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરો અને જો તમને વધુ પડતા કફની સમસ્યા હોય તો ગરમ પાણીનો ઉપયોગ કરો.જો તમે અપચો અથવા લિવર ડિસઓર્ડરથી પીડિત હોવ તો ઠંડા પાણીથી સ્નાન કરો, જ્યારે તમે વાત સંબંધિત વિકારથી પીડિત હોવ તો ગરમ પાણીથી સ્નાન કરો.જો તમે નિયમિત વર્કઆઉટ કરો છો, તો ગરમ પાણીથી સ્નાન કરો.
જો તમને સવારે વહેલા નહાવાની આદત હોય તો ઠંડા પાણીથી સ્નાન કરો જ્યારે રાત્રે સ્નાન કરો તો ગરમ પાણીથી સ્નાન કરો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )