Ladoo benefits :લાડુ હેલ્ધી ફૂડ છે પરંતુ શિયાળામાં કયા લાડુ ખાવા વધારે ફાયદાકારક છે, જાણો
શિયાળામાં જાતને નિરોગી રાખવા માટે ભારતીય પરિવારોમાં મોટાભાગે લાડુ ખાવાની પરંપરા ચાલતી આવી છે. લાડુ હેલ્ધી ખોરાક છે પરંતુ શિયાળા માટે કયા લાડુ ઉત્તમ છે. ચાલો જાણીએ.
Ladoo benefits :શિયાળામાં જાતને નિરોગી રાખવા માટે ભારતીય પરિવારોમાં મોટાભાગે લાડુ ખાવાની પરંપરા ચાલતી આવી છે. લાડુ હેલ્ધી ખોરાક છે પરંતુ શિયાળા માટે કયા લાડુ ઉત્તમ છે. ચાલો જાણીએ.
વર્ષોથી પરંપરા રહી છે કે શિયાળાની ઋતુમાં લાડુ બનાવવામાં આવે છે. શા માટે ? તેની પાછળના કારણો પણ છે. જે વસ્તુઓથી લાડુ બનાવવામાં આવે છે, તે રોગપ્રતિકારક શક્તિ વધારીને આપણને શિયાળામાં ઠંડીથી થતાં રોગથી પણ બચાવે છે. આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને આ વાત ઘણી હદ સુધી સાચી પણ છે. જો કે લાડુના ઘણા પ્રકાર છે, પરંતુ શું તમે જાણો છો કે શિયાળામાં કયા લાડુ ખાવા વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ગુંદરના લાડુ-
ગુંદરના લાડુ શિયાળામાં ખાવા જ જોઈએ, ગુંદરના લાડુમાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ અને અન્ય પોષક તત્વો મળી આવે છે, જે ખાસ કરીને હાડકાની નબળાઈને દૂર કરે છે. હાડકાના દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે. શિયાળામાં સ્નાયુ અને હાડકાના દુખાવાની સમસ્યા ઘણી વખત વધી જાય છે. તેથી જ લોકો તેનાથી બચવા માટે ગુંદરના લાડુ ખાય છે. તેને બનાવવા માટે તમારી પાસે લોટ, ગુંદર, ગોળ અથવા ઘી હોવું જરૂરી છે આ સિવાય તમે તમારી જરૂરિયાત મુજબ ડ્રાયફ્રુટ્સ પણ સામેલ કરી શકો છો.
અળસીના લાડુ
ફ્લેક્સસીડ ઔષધીય ગુણોથી ભરપૂર છે.તેમાં વિટામિન્સ, એન્ટિઓક્સિડન્ટ્સ ઓમેગા 3 ફેટી એસિડ્સ અને વિટામિન બી જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. તેના લાડુ બનાવવા માટે વપરાતી સામગ્રીઓ પણ ખૂબ જ પૌષ્ટિક હોય છે, જેમ કે અળસીના લાડુ બનાવવા માટે ગુંદર, ડ્રાયફ્રૂટ્સ અને ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી જ વસ્તુને ઘીમાં શેકીને લાડુ બનાવવામાં આવે છે, જે શિયાળાની ઠંડીમાં બેસ્ટ છે.
તલના લાડુ
શિયાળામાં તલ ખાવાના પોતાના ફાયદા છે, તેથી જ શિયાળો આવતાની સાથે જ બજારમાં તલની ચિક્કી વેચાવા લાગે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમાં મેગ્નેશિયમ, કોપર, આયર્ન વિટામિન્સ, નિયાસિન, ફોસ્ફરસ પ્રોટીન અને અન્ય મિનરલ્સ મળી આવે છે. તે શરીરને અંદરથી ગરમ રાખે છે. તેને બનાવવા માટે સફેદ કે કાળા તલ, ગોળ, ઘી, ઈલાયચી પાવડર હોવો જોઈએ અને તમારા અદભૂત તલના લાડુ તૈયાર થઈ જશે.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે જ લો, abp અસ્મિતા તેની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )