Health Tips: કોવિડ પછી હાર્ટ એટેકના કેસ કેમ વધ્યાં? શું આ માટે કોરોના છે જવાબદાર, જાણો એક્સ્પર્ટનો મત
હૃદય આપણા શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. હાર્ટ એટેકના કારણે મૃત્યુના કેસ સતત વધી રહ્યા છે. આખરે, કોવિડ પછી હાર્ટ એટેકના કેસ આટલા કેમ વધ્યા?
Health Tips:આપણા સમયનો સૌથી મોટો પડકાર કોરોના વાયરસ છે. ત્રણ વર્ષ પછી પણ વિશ્વ કોવિડ-19 રોગચાળાની ખરાબ અસરો સામે ઝઝૂમી રહ્યું છે. ઘણા અહેવાલોમાં એવું જોવામાં આવ્યું છે કે કોરોના રોગચાળા પછી, દરેક વયના લોકોમાં હાર્ટ એટેકનું જોખમ વધારે છે, પછી ભલે તે વૃદ્ધ હોય કે યુવાન.
હાર્ટ એટેકનું જોખમ હવે કોઈપણ ઉંમર સુધી મર્યાદિત નથી. શાળાના બાળકોમાં પણ હાર્ટ એટેકના ઘણા કેસો નોંધાઈ રહ્યા છે. 30 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં આ જોખમ વધી રહ્યું છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે લગભગ 5-6 લાખ લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે. આમાંનો મોટો હિસ્સો 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોનો છે.
શું થાય છે, હાર્ટ એટેક કેવી રીતે આવે છે?
હાર્ટ એટેક એક ગંભીર રોગ છે. જ્યારે માનવ હૃદયને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી ત્યારે હાર્ટ એટેક આવે છે. સામાન્ય રીતે નસોમાં બ્લોકેજને કારણે લોહી હૃદય સુધી પહોંચી શકતું નથી. આના કારણે, વ્યક્તિને તેના હૃદયમાં અચાનક દુખાવો થાય છે અને થોડીવારમાં મૃત્યુ પામે છે. ઘણા લોકોને ખ્યાલ પણ નથી હોતો કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. ડૉક્ટરો તપાસ કરે ત્યારે જ ખબર પડે, હાર્ટ એટેકના લક્ષણો- છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, વધુ પડતો પરસેવો, બેચેનીની લાગણી, જડબામાં કે દાંતમાં દુખાવો.
શું કોવિડ છે, હાર્ટ એટેકનું કારણ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઓક્ટોબર 2023માં આપેલા એક નિવેદનમાં હાર્ટ એટેકના વધતા જતા કેસોને કોવિડને જવાબદાર ગણાવ્યા હતા. તેમનું કહેવું છે કે, જે લોકો કોરોના વાયરસથીગંભીર રીતે સંક્રમિત હતા તેવા લોકોમાં હૃદય રોગ અને કાર્ડિયાક અરેસ્ટનું જોખમ વધુ છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, જે લોકો કોરોના વાયરસથી ગંભીર રીતે પ્રભાવિત થયા છે તેમને હાર્ટ એટેકનું જોખમ વધારે છે. આવા લોકોને હાર્ટ એટેકથી બચવા માટે એક કે બે વર્ષ સુધી વધુ મહેનત કે કસરત ન કરવાની સલાહ આપવામાં આવે છે. વ્યક્તિએ એવી કોઈ કસરત ન કરવી જોઈએ જે પહેલા ન કરી હોય.
કોવિડ પહેલા પણ યુવાનોમાં હાર્ટ એટેકના કેસ હતા?
નેશનલ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડો. ઓ.પી. યાદવે બીબીસીને જણાવ્યું કે બે-ત્રણ દાયકા પહેલા હાર્ટ એટેકના કેસ 40 વર્ષથી ઓછી ઉંમરના 10 ટકા લોકોમાં જ જોવા મળતા હતા. ડૉ. ઓ.પી.નું કહેવું છે કે યુવકને અગાઉ પણ હાર્ટ એટેક આવતા હતા. હાલમાં જ કેટલીક સેલિબ્રિટીઝના હાર્ટ એટેકના કારણે મોતના સમાચાર આવ્યા બાદ તેની ચર્ચા ઘણી વધી ગઈ છે.
ડૉ.ઓ.પી.નું કહેવું છે કે જો કોઈ વ્યક્તિનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થાય છે તો તેની અગાઉની પ્રોફાઇલ શું હતી તેનું પણ મૂલ્યાંકન કરવું જોઈએ. શું તેને ડાયાબિટીસ, હાયપરટેન્શન, સ્થૂળતા પરિવાર હિસ્ટ્રી વગેરે જેવી અગાઉની કોઈ સમસ્યા હતી? તે પણ ચકાવસવું જરૂરી છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )