(Source: ECI/ABP News/ABP Majha)
Women Health:મહિલાઓએ આ કારણે ખાવા જોઇએ સોયાબીન, પીરિયડ્સ સહિત આ સમસ્યામાં કારગર
Healh: સોયા ઉત્પાદનોમાં પ્લાન્ટ એસ્ટ્રોજન જેવા સંયોજનો હોય છે, જે શરીરમાં એસ્ટ્રોજન હોર્મોન્સના નિર્માણમાં મદદ કરે છે. તેના ઉપયોગથી માસિક ધર્મ નિયમિત આવે છે. ઉપરાંત, વંધ્યત્વ અને પ્રી-મેનોપોઝલ સમસ્યાઓથી પણ રાહત મળી શકે છે
Health:પ્રોટીનથી ભરપૂર સોયાબીન્સના સેવનથી સ્વાસ્થ્યને અનેકગણા ફાયદા થાય છે. દિવસ દરમિયાન 100 ગ્રામ સોયાબીન પણ ખાઈ શકો છો. 100 ગ્રામ સોયાબીનમાં પ્રોટીનનું પ્રમાણ લગભગ 36.5 ગ્રામ છે. દિવસમાં 1 વખત તેનો ઉપયોગ કરવાથી તમારા શરીરને ઘણા ફાયદા થાય છે. જે લોકોમાં પ્રોટીનની ઉણપ હોય તેમના માટે તે સારું છે.
સોયાબીનનું સેવન શરીરની ચરબીને ઘટાડીને વેઇટને ઓછું કરે છે. વાસ્તવમાં, સોયાબીન પ્રોટીન ધરાવતો ખોરાક, જેથી તેને પચવા માટે વધુ ઊર્જાની જરૂર હોય છે. આનાથી શરીરની ઊર્જાનો યોગ્ય ઉપયોગ થા છે અને તેના કારણે ચરબીની રચનાને રોકવામાં મદદ મળે છે. પ્રોટીનયુક્ત ખોરાકને થર્મોજેનિક ખોરાકની શ્રેણીમાં ગણવામાં આવે છે. તેના સેવનની સાથે સાથે કસરત પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
સોયાબીન કેન્સર જેવી જીવલેણ બીમારીથી પણ રક્ષણ આપે છે. સોયાબીનમાં આઇસોફ્લેવોન્સ (એક પ્રકારનું રાસાયણિક સંયોજન) પૂરતી માત્રામાં જોવા મળે છે. આ સાથે, સોયાબીનને ફાયટોકેમિકલ્સના સમૂહના મુખ્ય સ્ત્રોત તરીકે પણ ગણવામાં આવે છે. જે બંને તત્વો એન્ટી કેન્સર રૂપે શરીરમાં કામ કરે છે. સોયાબીનનું સેવન સ્તન અને ગર્ભાશયના કેન્સરને રોકવામાં મદદ કરી શકે છે.
સોયાબીનમાં પ્રોટીનનું સારૂ પ્રમાણ છે. તેમાંથી બનાવેલ સપ્લીમેન્ટ્સ લેવાથી સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. એક વૈજ્ઞાનિક અભ્યાસે એ વાતની પણ પુષ્ટિ કરી છે કે હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં લાવવા માટે સોયાબીન પ્રોટીનમાંથી બનેલા સપ્લીમેન્ટ્સનું સેવન કરી શકાય છે.
સોયાબીનનું સેવન ગૂડ કોલેસ્ટ્રોલ માટે પણ ફાયદાકારક છે. સોયાબીનના બીજમાં જોવા મળતા આઇસોફ્લેવોન્સ તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. સોયાબીનના સેવનથી બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે, પરંતુ સારા કોલેસ્ટ્રોલ પર કોઈ નકારાત્મક અસર થતી નથી.
સોયા ઉત્પાદનોમાં પ્લાન્ટ એસ્ટ્રોજન જેવા સંયોજનો હોય છે, જે શરીરમાં એસ્ટ્રોજન હોર્મોન્સના નિર્માણમાં મદદ કરે છે. તેના ઉપયોગથી માસિક ધર્મ નિયમિત આવે છે. ઉપરાંત, વંધ્યત્વ અને પ્રી-મેનોપોઝલ સમસ્યાઓથી પણ રાહત મળી શકે છે. કેટલીક સ્ત્રીઓને માસિક સ્રાવ સમયે ડિસમેનોરિયાનો સામનો કરવો પડે છે. તે એક તબીબી સ્થિતિ છે જેમાં સ્ત્રી ગર્ભાશયમાં અતિશય પીડા અનુભવે છે. આ અંગે કરવામાં આવેલા એક વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ જે મહિલાઓ વધુ સોયા ફૂડનું સેવન કરે છે તેમને ડિસમેનોરિયાથી જલ્દી રાહત મળે છે. આ સાથે માસિક ધર્મ પહેલા પણ રાહત આપે છે. માસિક સ્રાવ પહેલા થતી વિવિધ સમસ્યાઓને પ્રીમેનસ્ટ્રુઅલ કહેવામાં આવે છે.
સોયાબીન્સમાં એન્ટી ઇમ્ફામેટરી અને કોલેજન (પ્રોટીનનો સમૂહ)ના ગુણો જોવા મળે છે. આ બધા મળીને ત્વચાને પોષણયુક્ત અને યંગ બનાવે છે. તેમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ તમારી ત્વચાને અલ્ટ્રા વાયોલેટ કિરણોથી પણ બચાવે છે.
સોયાબીન વાળ માટે પણ ફાયદાકારક છે. સોયાબીનના બીજમાં ફાઈબર, વિટામિન-બી, વિટામિન-સી અને અન્ય ખનિજો મળી આવે છે. આ વાળના વિકાસ અને મજબૂતી માટે ઉપયોગી છે. તેમાં આયર્ન પણ સારી માત્રામાં હોય છે, જે વાળ ખરતા અટકાવવામાં મદદ કરે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )