(Source: ECI/ABP News/ABP Majha)
Patidar Leader Attack : શું નરેશ પટેલે કરાવ્યો જયંતિ સરધારા પર હુમલો? ખોડલધામ પ્રવક્તાએ શું કર્યો ખુલાસો?
Patidar Leader Attack : શું નરેશ પટેલે કરાવ્યો જયંતિ સરધારા પર હુમલો? ખોડલધામ પ્રવક્તાએ શું કર્યો ખુલાસો?
કાલે રાત્રે જયંતિભાઈ સરધારા ઉપર જે હુમલો થયો એ ખરેખર એક કમનસીબ બાબત છે સમાજમાં આવું થાય એ યોગ્ય નથી. પ્રસંગે એ લોકો મળ્યા અને હુમલો થયો, એમની અમને જાણ થતાં એ ઘટના યોગ્ય નથી એવું તો કહીએ છીએ પણ હાલ અમારા ચેરમેન આદરણીય નરેશભાઈ પટેલ આઉટ ઓફ કન્ટ્રી છે. આ વાતની જાણ અમે એમને પણ કરી કે આવું બન્યું છે. ત્યારે નરેશભાઈ પટેલે પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી અને આ ઘટનાને કમ નસીબ ગણાવી છે. નરેશભાઈએ એવું કીધું કે ભાઈ આવું થવું ન જોઈએ જ્યારે આપણે સર્વ સમાજને સાથે રાખીને ચાલવાની વાત કરતા હોય ત્યારે સમાજમાં અને સમાજમાં આવું બને એવું તો આપણે કલ્પી પણ ના શકીએ. જે કંઈ બન્યું છે એ અંગત બાબતોને લઈને બન્યું હોય, શું બન્યું હોય એ બંને મિત્રોને બંને લોકોને ખબર હોય આમાં ખોડલધામ હોઈ ના શકે અને આમાં ખોડલધામ ના હોય અને નરેશભાઈએ એ પણ ચિંતા વ્યક્ત કરી છે કે હું જ્યારે બી મારો વિદેશ પ્રવાસ પૂરો કરી અને ઇન્ડિયામાં આવું છું ત્યારે સમાજના આગેવાનો સાથે સાથે બેસી આ બાબત ચોક્કસ ચિંતા અને વિચાર વિમર્શ કરીશું. જયંતીભાઈએ નરેશભાઈનું ખુલ્લેઆમ નામ લીધું છે કે નરેશભાઈના કહેવાથી હુમલો સીધો આક્ષેપ કર્યો. આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, એમનો અંગત મામલો છે. હું આપ મિત્રોને એ જ કહું છું કે જ્યારે નરેશભાઈ અને ખોડલધામ સર્વ સમાજને રાખી અને કોઈપણ પ્રકારના પ્રેઝ્યુડાઈઝ પૂર્વગ્રહ વગર કોઈ કુભાવ ન રાખતા હોય કોઈપણ સમાજ સાથે ત્યારે સમાજના દીકરા સાથે આવું બને એવું ક્યારેય નરેશભાઈ એવું ઈચ્છે બી નહીં. એવું કલ્પે બી નહીં, એટલે એ એમનો અંગત બાબત છે.