શોધખોળ કરો

Natural Face Cleanser: શિયાળામાં ચહેરાની શુષ્ક ત્વચાની સમસ્યામાં આ નેચરલ ક્લીંઝરનો કરો ઉપયોગ, બનશે મુલાયમ સ્કિન

શિયાળામાં ડ્રાય સ્કિન મોટી સમસ્યા છે, આપ નેચરલ ક્લિન્ઝરના ઉપયોગથી આ સમસ્યાને દૂર કરી શકો છો. સોફ્ટ સ્કિન મળશે

Natural Face Cleanser: ધૂળ, માટી, પ્રદૂષિત હવાના સંપર્કમાં આવવા અને ચહેરા પર જમા થયેલી ગંદકી દૂર કરવા માટે નિયમિતપણે ચહેરોને વોશ કરતા રહેવું જરૂરી છે. ઉપરાંત, દિવસમાં ઓછામાં ઓછા બે વાર  ફેશ વોશ કરવો જોઇએ  પરંતુ વારંવાર અને વધુ પડતા ફેસવોશના ઉપયોગથી આપણી ત્વચા શુષ્ક બની જાય છે. ખાસ કરીને શિયાળામાં ત્વચાની શુષ્કતા વધુ વધી જાય છે. આવી સ્થિતિમાં, બજારમાં કેમિકલ આધારિત ફેસવોશને બદલે, તમે તમારા ચહેરાને ઘરેલું કુદરતી ક્લીંઝરથી સાફ કરી શકો છો. તેનાથી તમારી ત્વચા સુકાઈ જતી નથી અને ચમકતી પણ રહેશે. તો ચાલો જાણીએ આવા જ કેટલાક હોમ નેચરલ ક્લીન્ઝર વિશે, જે તમને તમારા ચહેરાને હાઇડ્રેટેડ રાખવામાં અને તમને ડાઘ રહિત રાખવામાં  મદદ કરશે.

જૈતુનનું તેલ

શિયાળાની ઋતુમાં અનેક તહેવારોની સાથે  લગ્નસરાની સિઝન પણ હોય છે.  આવી સ્થિતિમાં આપ વારંવાર મેકઅપ પણ કરો છો. પરંતુ મેકઅપ દૂર કરવા માટે મેકઅપ રીમુવર અને ફેસ વોશનો વધુ પડતો ઉપયોગ તમારી ત્વચાને ડ્રાય કરી શકે છે. આવી સ્થિતિમાં ઓલિવ ઓઈલ તમારી મદદ કરી શકે છે. તે એક કુદરતી મેકઅપ રીમુવર છે, જે મેકઅપને સરળતાથી દૂર કરે છે અને તમારા ચહેરાના છિદ્રોને બંધ કરતું નથી. આ માટે તમે પહેલા કોટનની મદદથી આખા ચહેરા પર ઓલિવ ઓઈલ લગાવો અને પછી બીજા કોટન બોલની મદદથી ચહેરા પર જમા થયેલ તમામ મેકઅપ અને ગંદકી દૂર કરો.

કાચું દૂધ

વિટામિન A, B, K, પ્રોટીન, લેક્ટિક એસિડથી ભરપૂર, કાચું દૂધ તમારી ત્વચા માટે શ્રેષ્ઠ ક્લીંઝર અને ટોનર માનવામાં આવે છે. કાચું દૂધ તમારી ત્વચાને નરમ બનાવે છે, એક્સ્ફોલિયેટ કરે છે અને હાઇડ્રેટ કરે છે. તમારા ચહેરાને સાફ કરવા માટે, એક બાઉલમાં થોડું કાચું દૂધ લો અને તેને કોટન સ્વેબની મદદથી તમારા ચહેરા પર લગાવો. જ્યારે તે થોડું સુકાઈ જાય, ત્યારે તે જ પ્રક્રિયાને વધુ 1-2 વખત પુનરાવર્તિત કરો. ત્યાર બાદ સાદા પાણીથી ચહેરો ધોઈ લો.

મધ

મધનો ઉપયોગ ચહેરા માટે ક્લીંઝર તરીકે કરી શકાય છે. આ સાથે, તે ચહેરાના મોશ્ચરને પણ બરકરાર રાખે છે.  આ માટે તમે અડધી ચમચી મધને એટલું પાણીમાં મિક્સ કરો કે તે પાતળું થઈ જાય. આ પછી, તેને તમારા ચહેરા પર પેસ્ટની જેમ લગાવો, તેને 10-15 મિનિટ માટે રહેવા દો અને પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. જે લોકોની ત્વચા વધુ શુષ્ક છે તેઓ પાણીને બદલે દૂધનો ઉપયોગ કરી શકે છે.

કાકડી

આપણે  સલાડમાં કાકડી લઇએ છીએ.  પરંતુ તમારી ત્વચાને સાફ કરવા માટે ફેસ વોશને બદલે કાકડીનો ઉપયોગ કરી શકાય છે. વિટામિન-એથી ભરપૂર કાકડી તમારી ત્વચાને શુષ્કતાથી બચાવે છે અને સાથે જ તેને ચેપથી પણ દૂર રાખે છે. આ માટે અડધી કાકડી કાપીને છીણી લો અને પછી આખા ચહેરા પર ઘસો. આ સિવાય તમે કાકડીનો રસ દહીંમાં મિક્સ કરીને ચહેરા પર 5 મિનિટ સુધી લગાવી શકો છો. ત્યાર બાદ સાદા પાણીથી ચહેરો ધોઈ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો
શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
Embed widget