Chaitr Navratri 2022: નવરાત્રીના ઉપવાસ દરમિયાન આ ચાર ડ્રિન્કનું કરો સેવન,નહિ આવે વીકનેસ
હવે ગણતરી કલાકો બાદ ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ રહી છે. આ માસની શૂરૂઆત થતાં વ્રત અને ઉપવાસ શરૂ થઇ જશે. ગરમીની ઋતુમાં ઉપવાસમાં વીકનેસ ન આવે અને ઇમ્યૂનિટી પણ બની રહે તે જરૂરી છે. આ 4 ડ્રિન્કના સેવનથી વ્રતમાં પણ સ્વાસ્થ્ય જળવાય રહેશે.
Chaitr Navratri 2022:હવે ગણતરી કલાકો બાદ ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ રહી છે. આ માસની શૂરૂઆત થતાં વ્રત અને ઉપવાસ શરૂ થઇ જશે. ગરમીની ઋતુમાં ઉપવાસમાં વીકનેસ ન આવે અને ઇમ્યૂનિટી પણ બની રહે તે જરૂરી છે. આ 4 ડ્રિન્કના સેવનથી વ્રતમાં પણ સ્વાસ્થ્ય જળવાય રહેશે.
નારિયેળ પાણી:વ્રત દરમિયાન જરૂરી છે કે, આપ શરીરને હાઇડ્રેટ રાખો. જેના માટે આપની મદદ નારિયેળ પાણી કરશે, નારિયેળ પાણી થકાવટથી દૂર રાખવાની સાથે ગરમીથી પણ બચાવે છે. નારિયેળ પાણી ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. તો વ્રત દરમિયાન શરીરને હાઇડ્રેટ રાખવા નારિયેળ પાણી અવશ્ય પીવો.
ટામેટાં અને કાકડીનું શરબત પીવો:વ્રતમાં આપ કાકડી અને ટામેટાનું પણ શરબત પી શકો છો. તેને તૈયાર કરવા માટે આપ ટામેટા અને કાકડીના નાના-નાના પીસ કરી લો. તેમાં સિંઘા નમક નાખીને તેનું સેવન કરો. તેના આપને ફાયદો થશે. પેટ ભરેલું રહશે અને ભૂખ પણ નહીં સતાવે. ટામેટામાં મોજૂદ વિટામીન-સી અને ઇ એન્ટીઓક્સિડન્ટ, પોટેશિયમ શરીરને જરૂરી પોષણ આપે છે.
સંતરાનું જ્યુસ
સંતરાનું જ્યુસ ચહેરા પર નિખાર લાવે છે. સંતરા એન્ટીઓક્સિડન્ટ હોવાની સાથે વિટામિનથી ભરપૂર છે. આપ વ્રતમાં પણ આ જ્યુસ પી શકો છો. જે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે તેમજ ઇમ્યૂનિટી બૂસ્ટર છે.
લસ્સી
લસ્સીનું સેવન આપ વ્રત દરમિયાન કરી શકો છો. જુદી જુદી ફ્લેવરની લસ્સી સ્વાદની સાથે આપનું સ્વાસ્થ્ય પણ જાળવશે. તેનાથી એનર્જી મળશે અને શરીરમાં તાજગી બની રહેશે. ગરમીમાં તો તે વધુ ફાયદાકારક છે.
- કાળઝાળ ગરમીમાં આ રીતે રાખો આપના ઘરને કૂલ-કૂલ
- કાળઝાળ ગરમીમાં આપના ઘરને કેવી રીતે રાખશો કૂલ?
- કેટલાક રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રી પાર પહોંચી જાય છે
- આ રીતે ઘરને ગરમીમાં પ્રાકૃતિક રીતે રાખો કૂલ-કૂલ
- ઘરને ઠંડુ રાખવા છોડથી બીજો કોઇ સારો વિકલ્પ નથી.
- ઘરની બહારની બાજુ આસપાર વૃક્ષારોપણ અચૂક કરો
- ઘરની અંદર પુષ્કળ માત્રામાં ઇનડોર પ્લાન્ટ લગાવો
- છત પર ફોલ્સ સીલિગ લગાવો જેનાથી ઘર તપતું નથી
- ઘરમાં ઓન લાઇટસ પણ રૂમ ટેમ્પરેચરમાં કરે છે વધારો
- જરૂરત ન હોય તો લાઇટસ બંધ રાખવાનો આગ્રહ રાખો
- સવારે તાપ વધતા પહેલા જ ઘરના બધા જ પડદા પાડી દો.