![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મેદસ્વિતાથી મુક્તિ જોઇએ છે તો આ કોકોનટ રાઇસને ડાયટમાં કરો સામેલ, જાણો રેસિપી
નારિયેળ ઘણા જરૂરી વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, હેલ્ધી ફેટ, મેગ્નેશિયમ, કોપર, સેલેનિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, આયર્ન અને પોટેશિયમ જેવા તત્વો હોય છે
![મેદસ્વિતાથી મુક્તિ જોઇએ છે તો આ કોકોનટ રાઇસને ડાયટમાં કરો સામેલ, જાણો રેસિપી Learn the recipe of delicious and healthy coconut rice which will help in weight loss મેદસ્વિતાથી મુક્તિ જોઇએ છે તો આ કોકોનટ રાઇસને ડાયટમાં કરો સામેલ, જાણો રેસિપી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/3d56782febf5a1ed747db8a671c9c677170792727875881_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Coconut Rice Recipe: ભાત બિલકુલ જ અનહેલ્ધી ડિશ નથી. જો તને શાક અને સીડ્સ સાથે મિક્સ કરીને ખાવામાં આવે.. ચાલો જાણીએ આવી જ એક રેસિપી જેને તૈયાર કરવામાં ઘણો ઓછો સમય લાગે છે અને તે ખૂબ જ હેલ્ધી છે.
આજે અમે ભાત ખાવાના શોખીન લોકો માટે એક રેસિપી લાવ્યા છીએ, જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ભરપૂર છે. તમે તેને લંચથી લઈને ડિનર સુધી ખાઈ શકો છો. આ ખાવાથી તમે ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ પોષક તત્વોથી ભરપૂર નાળિયેર ચોખા બનાવવાની ટેસ્ટી અને હેલ્ધી રેસિપી
નારિયેળ ઘણા જરૂરી વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, હેલ્ધી ફેટ, મેગ્નેશિયમ, કોપર, સેલેનિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, આયર્ન અને પોટેશિયમ જેવા તત્વો હોય છે.
સૂકા નારિયેળના ગોળા (ખમણ - 2 કપ, બાસમતી ચોખા - 1 કપ, મગફળી - 4 ચમચી, કાજુ - 8 થી 10, ચણાની દાળ (પલાળેલી) - 4 ચમચી, અડદની દાળ (પલાળેલી) - 4 ચમચી, સરસવના દાણા - 1 ટીસ્પૂન, જીરું – 1 ટીસ્પૂન, લીમડાના પાન – 5 થી 6, લાલ મરચું – 1, લીલું મરચું (બારીક સમારેલ) – 2, મીઠું (સ્વાદ મુજબ), ઘી – 2 થી 3 ચમચી
કોકોનટ રાઇસ બનાવવાની રીત
- તમે જે પણ ચોખાનો ઉપયોગ કરો છો, તેને ધોઈને સાફ કરો. પછી તેને 15 મિનિટ અથવા અડધો કલાક પાણીમાં પલાળી રાખો.
- - એક પેનમાં ઘી ગરમ કરો.
- - સૌપ્રથમ મગફળી અને કાજુ નાખીને હલકા તળીને બાજુ પર રાખો.
- હવે એ જ પેનમાં એક ચમચી વધુ ઘી ઉમેરો. તેમાં સરસવ, જીરું, કઢી પત્તા, પલાળેલી અડદ અને ચણાની દાળ નાખીને ફ્રાય કરો.
- પછી તેમાં શેકેલા કાજુ અને મગફળીની સાથે છીણેલું નારિયેળ મિક્સ કરો. વધુ 2 મિનિટ માટે બધું ફ્રાય કરો.
- પછી તેમાં સ્વાદ મુજબ મીઠું નાખો. વધુ પાંચ મિનિટ પકાવો.
- - હવે આ આખા મિશ્રણને પ્રેશર કૂકરમાં પકવો, લગભગ 1.5 કપ પાણી ઉમેરો અને 2 સીટી વાગે ત્યાં સુધી પકાવો.
- - કોકોનટ રાઈસ તૈયાર છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)