શોધખોળ કરો

Chandipura Virus: ગુજરાતમાં બાળકોમાં ફેલાઈ રહ્યો છે આ જીવલેણ વાયરસ, જાણો કેવી રીતે થાય છે અને શું હોય છે લક્ષણો

ચાંદીપુરા કોઇ નવો રોગ નથી વર્ષ ૧૯૬૫ માં પ્રથમ કેસ નોંધાયો હતો, વરસાદી ઋતુમાં સામાન્યત: જોવા મળતો રોગ છે. રેત માંખ કરડવાથી આ રોગ થાય છે.

Chandipura vesiculovirus: રાજ્યના અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી બાળકોના મોત થયા હોવાના રિપોર્ટ બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ રોગથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. આ કોઇ નવો રોગ નથી . સામાન્ય પણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે.

શું છે આ રોગના મુખ્ય લક્ષણો અને કેવી રીતે થાય છે

જે વેકટર –અસરગ્રસ્ત સેન્ડ  ફ્લાયના  (રેત માંખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને ૯ મહિનાથી ૧૪ વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે.  હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો અને ખેંચ આવવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ.

રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલા નોંધાયા છે શંકાસ્પદ કેસ

ઋષિકેશ પટેલે રાજ્યમાં આ રોગની સ્થિતિ વિષે જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના ૧૨ જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જેમાંથી ૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.  સાબરકાંઠા જિલ્લામાં ૪ , અરવલ્લી જિલ્લામાં ૩, મહીસાગર અને ખેડા જિલ્લામા એક- એક શંકાસ્પદ કેસ જ્યારે રાજસ્થાન ૨ દર્દીઓ અને મધ્યપ્રદેશના એક દર્દીઓ કે જેઓએ ગુજરાતમાં સારવાર મેળવી હોય આમ કુલ ૧૨ શંકાસ્પદ કેસ નોંધાયા છે.  જે તમામ ના સેમ્પલ પુના ખાતેની લેબમા પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે જેનું પરિણામ સરેરાશ ૧૨ થી ૧૫ દિવસમાં આવે છે.  તેમણે જણાવ્યું કે, ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ૬ મૃત્યુ રાજ્યમાં નોંધાયા છે પરંતુ સેમ્પલના પરિણામ આવ્યા બાદ જ ચાંદીપુરા રોગના આ કેસ હતા કે નહીં તેની પુષ્ટિ થશે.

શું આ રોગ ચેપી છે?

વધુ વિગતો આપતા ઋષિકેશ પટેલે  કહ્યું કે, ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. જેના પરિણામે અત્યારસુધીમાં કુલ ૪૪૮૭ ઘરોમાં કુલ ૧૮૬૪૬ વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું છે. સેન્ડ ફ્લાય કંટ્રોલ માટે કુલ ૨૦૯૩ ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે. રાજ્ય આરોગ્ય વિભાગે અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે.  રાજ્યના નાગરિકોને આ રોગ થી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી જોઈએ અને પ્રાથમિક લક્ષણો જણાઇ આવે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરાવવા પણ અનુરોધ કર્યો છે.

દેશમાં સૌથી પહેલાં ક્યાં નોંધાયો હતો આ કેસ

મગજના તાવ (સી.એચ.પી.વી.) નો રોગચાળો તાવના લક્ષણો સાથે વર્ષ ૧૯૬૫ માં મહારાષ્ટ્ર રાજ્યના ચાંદીપુરા જિલ્લામાં નોંધાયો હતો. ત્યારબાદ આંધ્રપ્રદેશ અને ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પણ આ રોગચાળો નોંધાયો હતો. આ વાયરસ જીન્સ વેસિક્યુલોવાયરસ કુટુંબને અનુસરે છે. ગુજરાતમાં દર વર્ષે આ રોગના કેસ જોવા મળે છે ખાસ કરીને ઉત્તર-મધ્યગુજરાતના જિલ્લાઓમાં આ રોગના કેસ નોંધાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો
શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
Honda Activa કે TVS Jupiter,કિંમત,માઇલેજ અને ફીચર્સની દ્રષ્ટિએ કયું સ્કૂટર છે બેસ્ટ?
Honda Activa કે TVS Jupiter,કિંમત,માઇલેજ અને ફીચર્સની દ્રષ્ટિએ કયું સ્કૂટર છે બેસ્ટ?
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
Embed widget