બલ્લે બલ્લે... નવા વર્ષમાં નહીં પડે રેશન કાર્ડની જરૂર, મોબાઇલમાંથી જ થઇ જશે કામ, જાણો કઇ રીતે
નવા વર્ષમાં રેશન કાર્ડની લગભગ જરૂરિયાત નહીં રહે, કેમ કે આના માટે તમારે એક એપ ડાઉનલૉડ કરવી પડશે અને મોબાઇલથી જ તમારુ બધુ કામ થઇ જશે
Mera Ration 2.0: ભારતમાં અત્યારે રેશન કાર્ડ ઇ-કેવાયસી ચાલી રહી છે. દરેક રેશન કાર્ડ ધારકોએ ફરિજિયાતપણે ઇ-કેવાયસી કરાવવાની છે. પરંતુ આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર પણ સામે આવ્યા છે. નવા વર્ષમાં રેશન કાર્ડની લગભગ જરૂરિયાત નહીં રહે, કેમ કે આના માટે તમારે એક એપ ડાઉનલૉડ કરવી પડશે અને મોબાઇલથી જ તમારુ બધુ કામ થઇ જશે. આ એપ દ્વારા તમામ કામ થશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબોની મદદ માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. આ સંદર્ભમાં ભારત સરકારે એક એપ લૉન્ચ કરી છે.
ભારત સરકારે "મેરા રાશન 2.0" નામની એપ લૉન્ચ કરી છે. આની મદદથી તમે રેશન કાર્ડ વગર પણ રેશન લઈ શકો છો. આ યોજના સમગ્ર દેશવાસીઓને સુવિધા પૂરી પાડશે. તમારે ફક્ત એપમાં તમારો આધાર નંબર દાખલ કરવાનો રહેશે. તમે તમારો આધાર નંબર દાખલ કરતાની સાથે જ તમારી સંપૂર્ણ વિગતો આ એપમાં દેખાશે. આ પછી તમારું કામ પૂર્ણ થઈ જશે. તમે આ એપને ગૂગલ પ્લે સ્ટૉર પરથી ડાઉનલૉડ કરી શકો છો. "મેરા રાશન 2.0" એપ્લિકેશન તમારા કામને સરળ બનાવશે. આ એપ તમને તમારા રેશન કાર્ડને લગતી તમામ જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે. આ સાથે તમારા માટે ઘરે બેસીને અને સમયની બચત સાથે બધું કરવાનું સરળ બનશે. તમે આ એપ કેવી રીતે ડાઉનલૉડ કરી શકો છો તેમજ તેનો ઉપયોગ કેવી રીતે કરશો તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે. તમે તેમને અનુસરી શકો છો.
એપ ડાઉનલૉડ કરવાની અને ઉપયોગ કરવાની રીત નીચે મુજબ છે-સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરો.પછી "Mera Ration 2.0" એપ શોધો.એપ્લિકેશન પસંદ કરો અને ઇન્સ્ટોલ પર ક્લિક કરો. એકવાર ઇન્સ્ટૉલ થઈ ગયા પછી એપ્લિકેશન ખોલો અને "Beneficiary User" વિકલ્પ પસંદ કરો.પછી કેપ્ચા અને આધાર નંબર દાખલ કરો અને સબમિટ કરો. હવે તમારી સામે રેશન કાર્ડ સંબંધિત તમામ સેવાઓનું લિસ્ટ દેખાશે. તેના પર ક્લિક કરો. તે પછી જરૂરી માહિતી ભરો અને સબમિટ કરો.
આ પણ વાંચો
Digital Ration Card: મેરા રાશન 2.0 એપ શું છે ? કઈ રીતે ડાઉનલોડ કરી શકો ડિજિટલ રાશન કાર્ડ ?