Office Outfit Ideas: ઓફિસમાં દેખાવું છે બધાથી અલગ, તો આ રીતના આઉટફિટ પર આપો ધ્યાન
Office Outfit Ideas: ઓફિસની તૈયારી કરતી વખતે પહેલું ટેન્શન શરૂ થાય છે કે આજે ઓફિસમાં શું પહેરવું. રોજ એક સરખા પોશાક પહેરવાથી તમે પણ કંટાળી જાઓ છો.
Office Outfit Ideas: રોજે રોજ ઓફિસ જતાં લોકોને એક જ વાતનું ટેન્શન હોય છે કે રોજ ઓફિસ શું પહેરીને જવું. એમાંય જો તમારી પાસે ચોઈસ ના હોય ત્યારે તો ખૂબ જ કંટાળો આવે. ઓફિસમાં બધાથી અલગ પણ દેખાવું હોય અને વધુ ચોઈસ પણ ના હોય ત્યારે તમે અકળાઇ જાઓ છો. અમે તેમાં પણ હાલ શિયાળો ચાલી રહ્યો છે. ત્યારે ઓફિસ જતી વખતે શું કપડાં પહેરવા જોઈએ તે બાબતે ખાસ કરીને છોકરીઓ ટેન્શનમાં આવી જાય છે. ઉનાળામાં છોકરીઓ પાસે ઘણાં કપડાં હોય છે, પરંતુ શિયાળાની ઋતુની વાત કરીએ તો શિયાળામાં કપડાંનું એટલું કલેક્શન નથી મળતું. આ સાથે દરેક વ્યક્તિ દરરોજ તૈયાર થઈને ઓફિસ જાય છે. પરંતુ રોજે રોજ એક સરખા કપડાં પહેરીને જવું કોઈને પણ નથી ગમતું. ત્યારે આજે અમે તમને શિયાળામાં ઓફિસ માટે કેટલીક એવી ટિપ્સ જણાવીશું, જેના દ્વારા તમે પણ આઈડિયા લઈ શકો છો અને ઓફિસમાં બિલકુલ અલગ દેખાઈ શકો છો.
ઓફિસમાં અલગ દેખાવા માટે આ કપડાં ટ્રાય કરો
ઠંડીથી બચવા માટે પફર જેકેટ પણ આજકાલ ખૂબ જ ટ્રેન્ડી છે. તે ઓફિસ માટે પણ પરફેક્ટ સાબિત થઈ શકે છે. તમે જીન્સ સાથે પફર જેકેટ પહેરી શકો છો. તમને ઘણા રંગોમાં પફર જેકેટ્સ મળશે. આ પ્રકારના જેકેટમાં તમે ખૂબ જ સુંદર દેખાશો. તમે શિયાળામાં લોંગ કોટ પણ કેરી કરી શકો છો, ઓફિસ માટે જીન્સ અને બુટ સાથેનો કોટ ખૂબ જ હાઈ ક્લાસ લુક આપે છે. આ લુકમાં તમે ખરેખર સુંદર દેખાશો.
જીન્સ સાથે હાઈ નેક ટોપ પણ ક્લાસી લુક આપે છે
શિયાળાની ઋતુમાં ઓફિસ માટે તમે હૂડી પણ અજમાવી શકો છો. હૂડીઝ તમને સ્માર્ટ દેખાવ આપે છે. જીન્સ સાથે પેર કરીને ઓફિસ જવા માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે. હૂડીઝ તમને સ્ટાઇલિશ હોવા સાથે તમારી જાતને ઠંડીથી બચાવવામાં મદદ કરશે. તમે તેની સાથે બ્લેક પેન્ટ અને બૂટ કેરી કરી શકો છો. શિયાળામાં વૂલન ટોપ કે સ્વેટર પણ સારો વિકલ્પ છે. જો તમે રોજ ઓફિસમાં આ આઉટફિટ્સ પહેરો છો, તો તે ઓફિસમાં એક અલગ વ્યક્તિત્વ દર્શાવે છે. ખાસ વાત એ છે કે આ આઉટફિટ્સની મદદથી તમે ઠંડીથી પણ બચી શકો છો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )