છાતીમાં જમણી બાજુ થાય છે દુખાવો, તો કેટલી છે ચિંતાજનક વાત, જાણો એક્સ્પર્ટે શું આપી સલાહ
છાતીના જમણા ભાગમાં દુખાવો સ્ટ્રેસ, એસિડીટિ, અંગ્જાઇટીના કારણે પણ થઇ શકે છે. ડોક્ટરની સલાહ મુજબ છાતીના કોઇ પણ ભાગમાં દુખાવાને નજર અંદાજ ન કરવો જોઇએ.
Health Tips: છાતીના જમણા ભાગમાં દુખાવો સ્ટ્રેસ, એસિડીટિ, અંગ્જાઇટીના કારણે પણ થઇ શકે છે. ડોક્ટરની સલાહ મુજબ છાતીના કોઇ પણ ભાગમાં દુખાવાને નજર અંદાજ ન કરવો જોઇએ.
ડોક્ટરની સલાહ મુજબ છાતીના કોઇ પણ ભાગમાં દુખાવાને નજર અંદાજ ન કરવો જોઇએ. આ પેટ, ફેફસા અને હાર્ટની બીમારીના સંકેત આપે છે. એક્સ્પર્ટના જણાવ્યાં અનુસાર છાતીની જમણી બાજુ દુખાવાના અનેક કારણો છે. આ દુખાવો ક્યાં કારણે થાય છે. તે જાણવું જરૂરી છ. જ્યારે જમણી બાજુ દુખાવો થાય અને હાર્ટ બીટ વધી જાય શ્વાસ ફુલી જાય. બ્લડ પ્રેશર લો જેવી સમસ્યા થાય છે.કેટલીક વખત દર્દીના તાવ પણ આવે છે.
કેટલીક વખત જમણી બાજુ છાતીમાં દુખાવાનું કારણ માત્ર એસિડીટિ પણ હોઇ શકે છે. ગંભીર એસિડીટિ પણ આ દુખાવાનું કારણ બને છે. આ સ્થિતિ સામાન્ય રીતે ઓવર ઇટિંગ અને ઉપવાસ કરવાથી પણ થાય છે.
ગોલબ્લેડરમાં પથરી હોય તો પણ આ રીતે છાતીમાં જમણી બાજુ દુખાવો થાય છે. જો કોઇ દુર્ઘટનામાં ફેફસાં ડેમેજ થયા હોય તો પણ દર્દીને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ઉલ્લેખનિય છે કે, પ્લેઉરા નામનું એક કવર ફેફસા પર હોય છે. જે ફેફસાનું રક્ષણ કરે છે. જ્યારે તે ડેમેજ થાય છે ત્યારે પણ આ પ્રકારનો દુખાવો થાય છે. આ પરતમાં જ્યારે પ્રવાહી એકઠું થાય છે ત્યારે આ પ્રકારની સમસ્યા થાય છે.
જે દર્દીઓને છાતીની જમણી બાજુએ અચાનક દુ:ખાવો થાય છે, જે થોડા કલાકો સુધી ચાલુ રહે છે અને ઘરગથ્થુ ઉપચારોથી ઠીક થતો નથી, તેવા લોકોએ વિલંબ કર્યાં વિના ચેકઅપ માટે હોસ્પિટલમાં જવું જોઈએ. આ સિવાય જો તમને શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી, અસામાન્ય બ્લડ પ્રેશર, ઉલ્ટી અને ઉબકા આવે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ. કેટલીક વખત માત્ર એસિડિટી અને ગેસના કારણે પણ આ દુખાવો થતો હોય છે. જો કે ચેસ્ટ પેઇન સમાન જ હોવાથી તેનો તફાવત કરવો મુશ્કેલ છે. જેથી વિલંબ કર્યાં વિના આ તકલીફમાં ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.