શોધખોળ કરો

Relationship Tips: તમારા સંબંધોની આ 5 વાતો બની શકે છે ડિવોર્સનું કારણ, સમય રહેતા થઈ જાઓ સજાગ

કોઈપણ કપલ માટે ડિવોર્સ  ખૂબ જ દુઃખદ અને મુશ્કેલ અનુભવ છે. પરસ્પર તાલમેલ અને વિશ્વાસના અભાવને કારણે આજકાલ છૂટાછેડાની સંખ્યામાં પણ વધારો થયો છે.

Relationship Tips: કોઈપણ કપલ માટે ડિવોર્સ  ખૂબ જ દુઃખદ અને મુશ્કેલ અનુભવ છે. પરસ્પર તાલમેલ અને વિશ્વાસના અભાવને કારણે આજકાલ છૂટાછેડાની સંખ્યામાં પણ વધારો થયો છે. પરંતુ તે સારું રહેશે જો તેના સંકેતો યોગ્ય સમયે જોવામાં આવે અને તમે તમારા સંબંધોને છૂટાછેડા સુધી પહોંચતા રોકી શકો. 

વિવાદોને ઉકેલતા નથી - અનુભવી લોકો ઘણીવાર શીખવે છે કે વ્યક્તિએ રાત્રે સૂતા પહેલા તેમના તમામ વિવાદોનો અંત લાવો જોઈએ. આગલી સવાર તાજી અને નવી હોવી જોઈએ. અનુભવથી મળેલ આ જ્ઞાનને જો ખરેખર અપનાવવામાં આવે તો અડધાથી વધુ છૂટાછેડા અટકાવી શકાય છે. લડાઈ ગમે તેટલી ખરાબ હોય પણ રાત્રે સૂતા પહેલા તેનો ઉકેલ લાવવો જોઈએ. આનાથી સંબંધોમાં ઊભી થતી ઘણી મોટી સમસ્યાઓનું સમાધાન શક્ય બને છે.

એકબીજા પર બ્લેમ કરતા રહે છે - જો તમે સંબંધમાં તમારાથી થયેલી ભૂલોને નજરઅંદાજ કરો છો અને તમારા પાર્ટનરની ભૂલોને અતિશયોક્તિ કરીને અવાજ ઉઠાવશો તો તમારા સંબંધમાં તિરાડ પડતાં વધુ સમય નહીં લાગે. તમારા જીવનસાથીને થોડા સમય પછી દોષારોપણ કરવાથી કંટાળી જશે અને તમારા સંબંધ માટે આ ખૂબ જ કડવો અનુભવ હશે. તેથી, દોષારોપણ કરતા પહેલા તમારી પોતાની ભૂલોને સમજવાનો પ્રયાસ કરો અને તમારી ખામીઓને સુધારવાનો પ્રયાસ કરો.

પોતાના પાર્ટનરને બદલવા માંગે છે- તમારુ પાર્ટનર કોઈ નાનુ બાળક નથી, જેને ઠપકો આપીને તમે તેને સારી અને ખરાબ આદતોનું જ્ઞાન આપશો. તેઓ પણ તમારા જેવા પુખ્ત છે અને તેમના પોતાના અંગત મંતવ્યો છે. તેથી તમે તેમના કુદરતી વર્તનને બદલી શકતા નથી. હા, તેમને તમારી અપેક્ષાઓ અને આદતો કહો અને તેમની સાથે શેર કરો કે તમે તેમની આ આદતથી પરેશાન થઈ રહ્યા છો, આ તેમને સમજવામાં મદદ કરશે કે તમે શું કહી રહ્યા છો અને તમારા બંને વચ્ચે કોઈ સંઘર્ષ નહીં થાય.

તમારી પ્રાથમિકતાઓ એકબીજાથી અલગ પડે છે - જ્યારે નવા લગ્ન થાય છે, ત્યારે બંને કપલની પ્રાથમિકતાઓ એકબીજાની પસંદ અને નાપસંદ જેવી જ હોય ​​છે. ખાવું, પીવું, કપડાં પહેરવા, મુસાફરી, બધું જીવનસાથીની મરજી મુજબ થાય છે. પણ આવી કાલ્પનિક જીંદગી લાંબો સમય ચાલે તો એ બહુ નસીબની વાત છે. મોટાભાગના યુગલોની પ્રાથમિકતાઓ સમય સાથે બદલાતી રહે છે. તેઓ બાળકો, કરિયર અને પરિવારમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમનું ધ્યાન તેમના પાર્ટનર પરથી હટી જાય છે અને તેમનું મહત્વ ઘટી જાય છે, જેના કારણે છૂટાછેડા પણ થઈ શકે છે.

એક સમય બાદ એકબીજાને સમજવાનું બંધ કરી દે - તમારા બંને વચ્ચે એટલા બધા તફાવતો છે કે તમારા જીવનસાથીનું રડવું અને બૂમો પાડવી તમને અસર કરશે નહીં. આ એક મોટો સંકેત છે કે તમારો સંબંધ તૂટી જવાની આરે છે. જો તમે કંઈ કરી શકતા નથી તો મેરેજ કાઉન્સેલરને મળો અને તમારા સંબંધને બચાવો. છૂટાછેડાએ એક મોટો નિર્ણય છે જે ખૂબ કાળજીથી લેવો જોઈએ.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
Embed widget