દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ ઘણા એવા ફૂડ્સ છે જેનું સેવન દહીં સાથે ક્યારેય ન કરવું જોઈએ. લોકો દહીં અને માછલીનું એકસાથે સેવન કરવાની ના પાડતા હોય છે. આયુર્વેદ અનુસાર દહીંની સાથે અન્ય વસ્તુઓ મિશ્ર કરીને પણ તેનું સેવન ના કરવું જોઈએ.
2/6
દહીં સાથે અમૂક પ્રકારના ફૂડ્સ ખાવામાં આવે તો પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
3/6
દહીં અને માછલી વિરુદ્ધ આહાર છે. દહીં અને માછલીમાં અલગ-અલગ પ્રકારના પ્રોટીન હોય છે. આ પ્રોટીનનું એકસાથે સેવન કરવાથી પાચનમાં સમસ્યા થઈ શકે છે. એસિડિટી અને ગેસની સમસ્યા થાય છે.
4/6
ડુંગળી અને દહીં સાથે ના ખાવા જોઈએ. ડુંગળીની તાસીર ગરમ હોય છે અને દહીંની તાસીર ઠંડી હોય છે. ડુંગળી અને દહીંનું એકસાથે સેવન કરવાથી એલર્જી, ખરજવું અને ફોલ્લીઓ થઈ શકે છે.
5/6
દહીંની સાથે તળેલા ખોરાક ક્યારેય ન ખાવા જોઈએ. પરોઠા, પુરીનું સેવન ના કરવું જોઈએ. જેના કારણે પાચનની સમસ્યા થઈ શકે છે.
6/6
દહીં અને કેરી સાથે ખાવાથી નુકસાન થઈ શકે છે, પેટ ફૂલવા લાગે છે અને ગેસ થાય છે. કેરીની તાસીર ગરમ હોય છે અને દહીં ઠંડક પ્રદાન કરે છે. દહીં કેરી સાથે લેવાથી પાચનની સમસ્યા થઈ શકે છે.