Extra marital affairs: એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના આ 5 છે મુખ્ય સંકેત, લગ્નજીવનમાં અનુભવાય તો સાવધાન
Extra marital affairs: આજકાલ લગ્નેતર સંબંધોના સતત કિસ્સા વધી રહ્યાં છે. શું આપ પણ કોઇ દગાખોર સાથી સાથે નિભાવી રહ્યાં છો જો આ સંકેતો સંબંધોમાં અનુભવાય તો સમજી લો કે કોઇ થર્ડ પર્સનની એન્ટ્રી થઇ ચૂકી છે.

Extra marital affairs:આપણે બધા પ્રેમનું મૂલ્ય સારી રીતે જાણીએ છીએ, પરંતુ તેમ છતાં લગ્નેતર સંબંધો થાય છે. નિષ્ણાતો માને છે કે પ્રેમ ફક્ત એક લાગણી નથી, પરંતુ તેની પાછળ આપણું મગજ મોટી ભૂમિકા ભજવે છે. જ્યારે પ્રેમની વાત આવે છે, ત્યારે આપણું મગજ તેને ત્રણ ભાગમાં વહેંચે છે. પહેલો ભાગ કામવાસના, બીજો ભાગ પ્રેમ અને ત્રીજો ભાગ જીવનસાથી સાથે જોડાણની લાગણીનો હોય છે. આપણું મગજ એવી રીતે કાર્ય કરે છે કે આપણે એક વ્યક્તિ સાથે જોડાણ અને બીજા માટે અપાર પ્રેમ અનુભવી શકીએ છીએ. એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના આ 5 છે મુખ્ય સંકેત.
વર્તનમાં અચાનક ફેરફારો:તમારા જીવનસાથીના વર્તન, વલણ અને જીવનશૈલીમાં અચાનક ફેરફાર દેખાઈ શકે છે, જેમ કે પોતાની જાત પર વધુ ધ્યાન આપવું અથવા ફોન પર વધુ સમય વિતાવવો.
ઓછી આત્મીયતા:તમારા જીવનસાથીને શારીરિક રીતે તમારી સાથે ઓછી આત્મીયતા લાગવી એ બીજી નિશાની હોઈ શકે છે.
મોબાઇલ યુઝ કરવા ન આપવો- જે લોકો આ પ્રકારના રિલેશનમાં હોય તો તે જીવનસાથીને ફોન યુઝ કરવા નથી આપતા
પાસવર્ડ શેર ન કરવો- જે લોકો આ પ્રકારના લગ્નતેર સબંધમાં હોય તેઓ લેપટોપ કે મોબાઇલના પાસવર્ડ પાર્ટનર સાથે પણ શેર કરતા નથી.
વારંવાર જુઠુ બોલવી- જો આપનું લાઇફ પાર્ટનર વારંવાર ખોટું બોલે છે તો પણ આ સંકેત સારા નથી. જીવનસાથીને ઓછો સમય આપવો, સમય આપવા માટે બહાના કાઢવા વગેરે સારા સંકેત નથી.
જો તમને આમાંથી કોઈ સંકેત દેખાય, તો તમારા જીવનસાથી સાથે આ વિશે ખુલ્લેઆમ વાત કરો અને પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરો. જો તમને લાગે કે તમારા સંબંધમાં કોઈ સમસ્યા છે, તો તમારે સંબંધ સલાહકારની મદદ લેવી જોઈએ.
નોકરીના તણાવ અને શહેરી જીવનની દોડધામ સંબંઘોમાં સમયનો અભાવ, સંબંઘોમાં પ્રેમ કાળજીનો અભાવ લગ્નતેર સંબંધને નોતરે છે. ફક્ત સમાજશાસ્ત્રીઓ જ નહીં, પરંતુ સામાન્ય લોકોએ પણ બેસીને વિચારવું પડશે કે લગ્ન જીવન પ્રત્યેનો આ અસંતોષ અને કંઈક સારું શોધવાની ઇચ્છા લોકોને આવા અનંત પ્રતિકૂળ પરિણામો તરફ કેમ દોરી ન જાય જ્યાં શરૂઆતમાં તો છેતરપિંડી જે આનંદ આપે છે પરંતુ પછીના જીવનમાં ફક્ત હતાશા અને નિરાશા લાવે છે.





















