મીડિયા અહેવાલ પ્રમાણે સુરતની 12 સ્કૂલોમાં એક અનોખો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. જેમાં દસ હજાર જેટલા યુવક-યુવતીઓ અનોખી શપથ લેશે કે, જો તેમના માતા-પિતાને લવ મેરેજ સામે વાંધો હોય તો તેઓ પ્રેમી સાથે લગ્ન નહીં કરે, પછી તેમના પોતાના પ્રેમને કેમ ના ભૂલવો પડે.
2/4
આ અનોખા કાર્યક્રમનુ આયોજન હાસ્યમેવ જયતે નામથી ઓર્ગેનાઇઝેશન ચલાવતા લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાળાએ કર્યું છે. આ કાર્યક્રમનો હેતુ એ છે ઘણીવાર યુવાનો પ્રેમમાં પડી જાય છે અને આવેગમાં લગ્નનો નિર્ણય લઇ લે છે. કેટલાક તો ઘરેથી ભાગીને લગ્ન કરે છે, બાદમાં કેટલાક કારણોથી એ સંબધ ટકતા નથી. એવામાં કાર્યક્રમના આયોજકો ઇચ્છે છે કે જીવનમાં જ્યારે લગ્નનો નિર્ણય લેવાની વાત આવે ત્યારે બાળકો તેમના માતા-પિતાની મંજૂરી લે.
3/4
આ કાર્યક્રમને અનેક વિદ્યાર્થીઓ સમર્થન આપી રહ્યાં છે. આ ઇવેન્ટ માટે 15 સ્કૂલોને સામેલ કરવામાં આવી છે. જેમાંથી અત્યાર સુધી 12 સ્કૂલોને સકારાત્મક પ્રતિક્રિયા આપી દીધી છે.
4/4
સુરત: જ્યારે કોઈને પ્રેમ થઇ જાય છે ને ત્યારે તેને પામવા માટે એ વ્યક્તિ પરિવાર સાથે બગાવત કરવા તૈયાર થઈ જાય છે. પ્રેમ માટે પરિવારને છોડનારા લોકોની અનેક કહાનીઓ આપે સાંભળી હશે પરતું શું પોતાના પરિવાર માટે પ્રેમને ભૂલી જવાની કસમ ખાનારાઓ વિશે તમે સાંભળ્યું છે. હવે વેલેનટાઇન્સ ડેના પણ ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વેલેનટાઇન્સ ડેના દિવસે સુરતમાં 10 હજાર વિદ્યાર્થીઓએ માતા પિતાની મરજી વિરુદ્ધ લગ્ન નહીં કરવાના શપથ લેવા જઈ રહ્યાં છે.