(Source: ECI/ABP News/ABP Majha)
Trip to Pune: મહારાષ્ટ્રનું પુના ફરવા માટે છે બેસ્ટ સ્થળ આસપાસના સુંદર પર્યટન સ્થળો તમને કરશે આકર્ષિત
પુણેમાં ઘણી મોટી કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ હોવાથી, દેશ-વિદેશના લોકો અહીં આવે છે અને તેથી તેઓ વીકએન્ડ દરમિયાન નજીકના સ્થળોએ જઈ એન્જોય કરવાનું પણ પસંદ કરે છે.
વિકાસ અને વૈભવની સાથે પુના ટેક્નોલોજી અને ફૂડ માટે પણ પ્રખ્યાત છે. શુદ્ધ મરાઠી બોલવાથી લઈને મહારાષ્ટ્રીયન સંસ્કૃતિ સાથે જોડાઈને રહેવાથી લઈને, મસાલેદાર ભાખરવડી બનાવવાની ટેવ અને બપોરે દુકાન બંધ કરીને આરામ કરવા સુધી, પુનાવાસીઓ પાસે બધું જ વિશેષ છે. આ શહેરમાં, તમે લશ્કરી જીવનની કડક શિસ્ત અને ઝડપથી વિકસતી મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરતા નવ યુવાનો બંનેનો કલ્ચરનો અહીં અનુભવ થશે. જો નવા વર્ષમાં લોન્ગ વિકેન્ડ માટે ક્યાંય જવા ઈચ્છો છો તો અહીં ચોક્કસ જઈ શકાય.
બેસ્ટ વિકેન્ડ પ્લેસ:
પુણેમાં ઘણી મોટી કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ હોવાથી, દેશ-વિદેશના લોકો અહીં આવે છે અને તેથી તેઓ વીકએન્ડ દરમિયાન નજીકના સ્થળોએ જઈ એન્જોય કરવાનું પણ પસંદ કરે છે. મોટાભાગના સ્થળો 50-60 કિલોમીટરના વિસ્તારમાં છે, તેથી સવારે જઈ અને સાંજ સુધી પાછા ફરવું પણ શક્ય છે.
લોનાવાલા અને ખંડાલા
લોનાવાલા અને ખંડાલાનું નામ તમે મોટાભાગની ફિલ્મોમાં આ નામો સાંભળ્યા જ હશે. બોલિવૂડના કેટલાક દિગ્ગજ કલાકારોના ફાર્મહાઉસ પણ અહીં જોવા મળશે. આ બંને સ્થાનો હરિયાળી અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. પુનાથી ખંડાલાનું અંતર 65-70 કિમી છે અને લોનાવલાનું અંતર 60-65 કિમી છે. અહીં તમે કેટલાક અનોખા સ્થાનિક સ્વાદનો સ્વાદ પણ મેળવી શકો છો. કુદરતી ધોધને જોતી વખતે તમને અહીં બોલિવૂડના ઘણા ગીતોના દ્રશ્યો ચોક્કસપણે આંખ સમક્ષ આવી જશે. આ બંને સ્થળો માત્ર 3 કલાકના અંતરે છે. તેથી તમે એક દિવસમાં બંને સ્થળોની મુલાકાત લેવાનું પણ પ્લાન કરી શકો છો.
લવાસા અને ઇમેજિકા
ટેક્નોલોજી અને બહુરાષ્ટ્રીય કંપનીઓની સાથે સાથે માનવસર્જિત મનોરંજન અને પર્યટન સ્થળો પણ શહેરોમાં ભરપુર છે. જો તમે પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત ઐતિહાસિક વારસાથી અલગ કોઈ સ્થળની મુલાકાત લેવા માંગતા હોવ તો હાઈટેક અને મોજમસ્તીથી ભરપૂર આ બે સ્થળો તમારી એડ્રેનાલિન ધસારો વધારવાની અને લક્ઝરીમાં જીવવાની ઈચ્છા પૂરી કરી શકે છે. આ બંને જગ્યાઓ પોતાનામાં એક અલગ જ દુનિયા ખોલે છે. જ્યાં સાહસ, ભવ્યતા અને આનંદ તેની ટોચ પર છે. લવાસા પુણેથી 55-60 કિમી અને ઇમેજિકા લગભગ 100 કિમીના અંતરે આવેલું છે. જો તમે તમારા સંતાનો સાથે રજાઓમાં ગળવાના છો અથવા તમે કોલેજનમાં ભણી રહ્યા છો ને મિત્રો સાથે જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ બંને જગ્યા પર અચૂક જજો.