શોધખોળ કરો

Farali Recipe:નવરાત્રિના વ્રતમાં ટેસ્ટી ફરાળી પેટિસ કરો ટ્રાય, રસોડાની આ થોડી વસ્તુમાં જ બનાવો ટેસ્ટી ડિશ

Navratri Recipe: નવરાત્રિનું પર્વ 3 ઓક્ટોબરથી પ્રારંભ થઇ રહ્યું છે. આ અવસરે જો આપ ઉપવાસ કરી રહ્યાં હો તો ટેસ્ટી ફરાળી પેટિસ ઘર પર કેવી રીતે બનાવશો, રેસિપી જાણી લઇએ

નવરાત્રિના પાવન પર્વ પર ભક્તો માતાજીના ઉપવાસ રાખી આરાધના કરે છે. ઉપવાસ દરમિયાન વિવિધ ફરાળ લોકો આરોગતા હોય છે. લોકો બહારથી જાત જાતની ફરાળી આઈટમ ખાતા હોય છે.. પણ આજે અમે તમને ઘરમાંથી જ મળી રહેતી સાધન સામગ્રીમાંથી ઓછી મહેનતે અને ઓછા સમયમાં તૈયાર થતી રેસિપી બતાવી રહ્યા છીએ.. આજે આપણે જોઈશું ચટપટી સ્વાદિષ્ટ ફરાળી પેટિસની રેસિપિ..

 ફરાળી પેટિસ બનાવવા માટે પહેલા તો આટલી વસ્તુઓને કરી લો એકઠીઃ

* સુકા કોપરાને બારીક ખમણી લો

* શેકેલી શિંગને ફોતરા કાઢી અધકરતો ભૂકો કરી નાંખો

* લીલા મરચા, આદુની અધકચરી પેસ્ટ

* કાજુના ટુકડા

* આખુ જીરુ

* બારીક સમારેલી કોથમીર

* ખાંડ(જરૂર પ્રમાણે)

* કિશમીશ

* ગરમ મસાલો

* મીઠુ સ્વાદ પ્રમાણે

* તેલ(પેટિસને તળવા માટે)

* બાફેલા બટેકા

* આરાલોટ

* લેમન જ્યુસ

હવે જોઈએ પેટિસ બનાવવાની રીત

*એક મોટા બાઉલમાં બાફેલા બટેકાને મેશ કરી લો. તેમાં અડધો કપ આરાનો લોટ, લીંબુનો જ્યુસ અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી તેને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેના બોલ્સ બનાવી લેવા.

*હવે સ્ટફીંગનું મિશ્રણ બનાવવા માટે અડધો કપ સુકા કોપરાના બારીક ખમણ, શેકેલી શિંગના ફોતરા કાઢીને તેનો અધકચરો ભૂકો, આદુની પેસ્ટ, કાજુ, કિશમીશ, ગરમ મસાલો , લીંબુનો જ્યુસ, બારીક સમારેલી કોથમીર, અડધો ટી સ્પુન ખાંડ અને મીઠાને સ્વાદ મુજબ એડ કરીને બરાબર મિક્ષ કરી લો. હવે આ સ્ટફિંગનાં મિશ્રણમાંથી બટેકાના બોલ્સ કરતા થોડા નાના બોલ્સ બનાવી લ્યો.

* બટેકાના મિશ્રણના બોલ્સને હાથ વડે નાનકડી પુરી સાઈઝમાં બનાવી તેમાં સ્ટફિંગ એડ કરી ફરી તેના બોલ્સ બનાવી લેવા. અને આ બોલ્સને બરાબર સીલ કરી લેવા જેથી ફ્રાય કરતી વખતે ખુલી ન શકે.

*હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને આ બોલ્સને ડીપ ફ્રાય કરો. ધ્યાન રાખો ફ્રાય કરતી વખતે થોડીક થોડીક વારે પેટિસ પર તેલ મુકતા જવું અને પેટિસને ફેરવતા રહેવું.. જેથી પેટિસ વ્યવસ્થિત રીતે ફ્રાઈ થઈ શકે. હવે પેટિસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેને ઉતારી લો.

લ્યો હવે આ પેટિસને પ્લેટમાં મૂકી.. લીલા મરચાની તીખી ચટણી કે મસાલા દહીં સાથે તેને સર્વે કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget