Viral Video: વ્હેલનો ડરામણો વીડિયો વાયરલ, હોડીનો પીછો કરતી જોવા મળી હમ્પબેક વ્હેલ માછલી
Bondi Beach Viral Video: ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર એક હમ્પબેક વ્હેલ બોટનો પીછો કરતી જોવા મળી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ ઘણા યુઝર્સે તેના વિશે ચિંતા પણ વ્યક્ત કરી હતી.
Bondi Beach Viral Video: હમ્પબેક વ્હેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ડ્રોનથી શૂટ કરવામાં આવ્યો છે. જેમાં જોવા મળે છે કે એક હમ્પબેક વ્હેલ એક બોટનો પીછો કરી રહી છે. સોશિયલ મીડિયા પર વ્હેલના આવા ઘણા વીડિયો ઉપલબ્ધ છે. જે જોઈને તમને આશ્ચર્ય થશે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હમ્પબેક વ્હેલ એક બોટનો પીછો કરી રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ હવે યુઝર્સ પણ સતત કોમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
હમ્પબેક વ્હેલનો વાયરલ વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો ઓસ્ટ્રેલિયાનો છે. ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર એક હમ્પબેક વ્હેલ બોટનો પીછો કરતી જોવા મળી હતી. ડ્રોન દ્વારા કેપ્ચર કરાયેલા આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક બોટ ચાલાક તેની બોટને કિનારા તરફ લઈ જઈ રહ્યો છે તેવામાં તેની પાછળ એક વિશાલ વ્હેલ જોવા મળી રહી છે. દૂરથી દેખતા એવું લાગી રહ્યું છે કે જાણે વ્હેલ બોટનો પીછો કરી રહી હોય. આ સાથે જ નજીકમાં એક વ્યક્તિ સ્વિમિંગની મજા માણતો પણ જોવા મળી રહ્યો છે. ત્રણમાંથી કોઈને કોઇની ખબર નથી બધા પોતાની મોજમાં છે. જો કે થોડા સમય પછી આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે હમ્પબેક વ્હેલ તે બોટની ખૂબ નજીક આવી અને તેને અચાનક પોતાનો માર્ગ બદલી નાખ્યો. સદનસીબે તેણે બોટને કોઈ નુકસાન પહોંચાડ્યું ન હતું. થોડી વાર પછી બંને અલગ-અલગ જોવા મળ્યા. આ ડરામણો વીડિયો જોઇને યુઝર્સ કોમેન્ટનો મારો ચલાવ્યો છે .
યુઝર્સ ટિપ્પણી કરી રહ્યા છે
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે થોડીવાર પછી બોટમેન ફરીથી હમ્પબેક વ્હેલ પાસે પહોંચે છે. જો કે સદનસીબે તેને કોઈ નુકસાન થયું નથી. આ વીડિયો વાયરલ થયા બાદ ઘણા યુઝર્સે તેના વિશે ચિંતા પણ વ્યક્ત કરી હતી. આ અંગે એક યુઝરે લખ્યું, 'એવું લાગે છે કે બંને સાથે ચાલી રહ્યા છે'. અન્યએ લખ્યું બોટ ચાલકણા નસીબ સારા હતા. તો અન્યએ કહ્યું;- માંડ માંડ બચ્યો. જોકે ઓસ્ટ્રેલિયાના બીચ પર હમ્પબેક વ્હેલ જોવાનું સામાન્ય છે.