Hot Water Spring Of India:એવા રહસ્યમય ગરમ પાણીના ઝરણા,જેનું પાણી શિયાળાની ઠંડીમાં પણ નથી થતું ઠંડું, જાણો ગરમ કુંડનું રહસ્ય
Hot Water Spring Of India: જો તમે શિયાળાની મજા માણવા માંગતા હોવ તો તમે ગરમ પાણીના ઝરણા પર જવાનો પ્લાન બનાવી શકો છો. અહીં આવીને તમારું મન પુલકિત થઇ જશે. ચાલો જાણીએ ભારતના પ્રખ્યાત 'હોટ વોટર સ્પ્રિંગ' વિશે.
Hot Water Spring In India : 'હોટ વોટર સ્પ્રિંગ' પણ શિયાળામાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. 'હોટ વોટર સ્પ્રિંગ' એટલે કુદરતી સ્ત્રોતોમાંથી વહેતા ગરમ પાણીના કુદરતી ઝરણા, અહીં આવવું એ સૌથી આરામની ક્ષણોમાંની એક છે. જો તમે પણ આવી જગ્યાની મુલાકાત લેવા માંગતા હોવ તો આજે અમે તમને ભારતના ખાસ ગરમ પાણીના ઝરણા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ફરવું સૌથી રોમાંચક છે. શિયાળામાં અહીં પ્રવાસીઓની ભીડ જામે છે. આ પાણી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ ભારતના પ્રખ્યાત 'હોટ વોટર સ્પ્રિંગ' વિશે.
ગરમ ઝરણાના પાણીમાં શું છે
હોટ સ્પ્રિન્ગ વોટર પાણીના કુદરતી ઝરણા જેવું છે. પૃથ્વીમાં હાજર ગરમ મેગ્માને કારણે ખડકો ગરમ થઈ જાય છે, તેથી પાણીના સંપર્કમાં આવતાં જ પાણી ગરમ થઈ જાય છે. આ ગરમ પાણી ઝરણા કે તળાવના રૂપમાં બહાર આવે છે. તેમાં સોડિયમ, સલ્ફર અને સલ્ફર ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
અનેક બામારીમાં કારગર
ગરમ ઝરણાના પાણીનો ઉપયોગ માત્ર શિયાળાની મોસમનો આનંદ માણવા માટે જ નથી થતો, પરંતુ તે તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે. ગરમ ઝરણાના પાણીમાં થોડી ક્ષણો વિતાવવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે, સ્નાયુઓમાં દુખાવો ઓછો થાય છે અને ચામડીના ઘણા રોગો મટાડનાની ક્ષમતા પણ આ હોટ સ્પ્રિન્ગમાં છે. ભારતમાં ગરમ ઝરણાના પાણીના કુદરતી સંસાધનો હિમાચલ પ્રદેશ, લદ્દાખ, રાજગીરીમાં છે.
ભારતમાં પ્રખ્યાત ગરમ પાણીના ઝરણા ક્યાં છે
મણિકરણ, હિમાચલ પ્રદેશ
આ એક પ્રખ્યાત ગરમ પાણીનું ઝરણું છે. આ અંગે અહીંના સ્થાનિક લોકોનું માનવું છે કે જો કોઈ વ્યક્તિ તેમાં એકવાર સ્નાન કરે તો તેની ઘણી બીમારીઓ દૂર થઈ જાય છે. કુલ્લુથી લગભગ 45 કિલોમીટર દૂર આવેલા આ તળાવમાં દર વર્ષે લાખો લોકો આવે છે.
પેનામિક પૂલ
લદ્દાખમાં સિયાચીન ગ્લેશિયરથી થોડે દૂર એક ખૂબ જ સુંદર ખીણ છે, જેનું નામ નુબ્રા વેલી છે. અહીંના એક ગામમાં પનામિક કુંડ છે.દરિયાની સપાટીથી લગભગ 10,442 ફૂટની ઉંચાઈ પર સ્થિત આ ગરમ પાણીના ઝરણામાં સ્નાન કરવાના ઘણા ફાયદા છે. જો કે અહીંનું પાણી એટલું ગરમ છે કે, તેમાં સ્નાન કરી શકાતું નથી.
સૂર્ય તળાવ
યમુનોત્રીમાં ગરમ પાણીનો કુદરતી સ્ત્રોત પણ છે. પહેલા તેને બ્રહ્મકુંડ કહેવામાં આવતું હતું, પરંતુ હવે આ સ્થાનને સૂર્યકુંડ કહેવામાં આવે છે. સૂર્યકુંડ યમુનોત્રી મંદિરથી લગભગ 20 કિલોમીટર દૂર સ્થિત છે. અહીં જનારા લોકો તેને કોઈ ચમત્કારથી ઓછું માને છે કે આટલી ઠંડી જગ્યાએ ગરમ પાણીનો પ્રાકૃતિક સ્ત્રોત કુદરતનું એક વરદાન સમાન છે.
રાજગીરનો જળાશય
રાજગીરની વૈભવગીરી ટેકરી પર ઘણા ગરમ પાણીના ઝરણાં છે. આ સ્થાન વિશે એવી માન્યતા છે કે ભગવાન બ્રહ્માએ તેને દેવી-દેવતાઓ માટે બનાવ્યું હતું. અહીં ઘણા ગરમ પાણીના કુંડ છે. જેમાં ઋષિ કુંડ, ગૌરી કુંડ, ગંગા-યમુના કુંડ, ચંદ્રમા કુંડ, રામ-લક્ષ્મણ કુંડનો સમાવેશ થાય છે.